તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- કાવ્યા વ્યાસ
પ્રશ્ન : હું વર્કિંગ વુમન છું. મને ભાગ્યે જ સારી રીતે તૈયાર થવાનો સમય મળે છે. એવી કોઇ ટિપ છે જે મને ગણતરીની મિનિટોમાં ઝડપથી તૈયાર થવામાં મદદ કરે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારા જેવી સમસ્યા અનેક મહિલાઓને હોય છે. જોકે સારા દેખાવા માટે કલાકો સુધી મેકઅપ કરવાની કોઇ જ જરૂર નથી. કેટલીક ખાસ ટિપ્સની મદદથી તમે ગણતરીની મિનિટોમાં સુંદર લાગી શખો છો. બને ત્યાં સુધી હેવી મેકઅપ ન કરો કારણ કે તે કૃત્રિમ લાગે છે. આંખો કે હોઠ બેમાંથી કોઈ એકના જ મેકઅપને હાઈલાઈટ કરો. જો તમે તમારા વાળને તુરંત જ સિલ્કી અને શાઈની બનાવવા ઇચ્છતા હોવ તો શેમ્પૂ કર્યા બાદ ઠંડા પાણીના શાવર નીચે કેટલીક સેકન્ડ સુધી ઊભા રહો. વાળ સિલ્કી અને શાઈની બની જશે. જો તમે ચહેરાને ફ્રેશ લુક આપવા ઇચ્છતા હો તો બેબી વાઇપનો ઉપયોગ કરી શકો છો. તે ચહેરા પરના મેલને સાફ કરે છે અને ચહેરો ચમકી ઉઠે છે. આ વાઇપ ચહેરાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. જો તમે કામ ઉપર જવા માટે તૈયાર થવા માંગતા હો તો એ માટે જરૂરી ચીજ વસ્તુઓની તૈયારી રાત્રે જ કરી લો. આનાથી સવારે થોડો સમય બચશે. દરરોજ નોકરી પર જતાં હો ત્યારે વધારે મેકઅપ કરવાની જરૂર રહેતી નથી અને તમે 10 મિનિટમાં જ તૈયાર થઇ શકો છો.
પ્રશ્ન : મને શિયાળામાં ખોડાની સમસ્યા બહુ સતાવે છે. એને દૂર કરવા શું કરું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : ઠંડીની ઋતુમાં માથાની ત્વચા શુષ્ક થઇ જતી હોય છે. આ કારણે ઘણા લોકોને ખોડાની સમસ્યા સતાવતી હોય છે. આ સમસ્યા ન થાય એ માટે વાળના પ્રકારને ધ્યાનમાં રાખીને ડિટરજન્ટ ફ્રી શેમ્પૂ વાપરવું જોઇએ. યોગ્ય શેમ્પૂનો ઉપયોગ માથાની ત્વચાનો ભેજ જાળવે રાખે છે. આ સિવાય ઘરમાં ‘હેર સ્પા’ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ હેર સ્પા માટે ઓલિવ ઓઇલ અને મધને સરખા પ્રમાણમાં મિક્સ કરીને એની પેસ્ટ માથામાં લગાવીને મસાજ કરી શકો છો. શક્ય હોય ત્યાં સુધી રાતના સમયે આ રીતે માસ્ક લગાવી દો. એ પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાખવાથી હેર-સ્પા જેવી ઇફેક્ટ મળે છે. ખોડો દૂર કરવા માટે દહીં સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ખાટા દહીંને માથામાં અડધી કલાક લગાવીને ધોઇ લેવાથી ખોડામાં રાહત મળશે.
પ્રશ્ન : શું સ્ટીમ લેવાથી ત્વચાની સુંદરતા વધે છે? હું ઘરમાં જ કઇ રીતે સ્ટીમ લઇ શકું? એક યુવતી (સુરત) ઉત્તર : ત્વચાની સુંદરતા માટે એની સંભાળ કરવી જરૂરી છે. તેને સાફ રાખવી ખૂબ જરૂરી છે. જેથી જો તમે સપ્તાહમાં બે વખત સ્ટીમ લો તો ત્વચાને લાભ થઈ શકે છે. એક મોટી તપેલીમાં પાણી ગરમ કરીને ઘરમાં પણ સ્ટીમ લઈ શકાય છે. આ માટે ટોવેલને માથા પરથી ઢાંકીને ચહેરા પર સ્ટીમ લો પણ ચહેરાને તપેલીની વધારે નજીક લઈ જવો નહીં. પરસેવો અને ધૂળ ચહેરા પર જામી જવાને કારણે ત્વચાના રોમછિદ્રો ભરાઈ જાય છે. તેના લીધે ખીલ થાય છે. સ્ટીમ ત્વચાના રોમછિદ્રો ખોલી નાખે છે અને ખીલ પણ દૂર કરી દે છે. સ્ટીમ લીધા પછી બ્લેકહેડ્સ પણ સહેલાઈથી નીકળી જાય છે. ઘણી યુવતીઓની ત્વચા સંવેદનશીલ હોય છે. આ પ્રકારની ત્વચામાં રિએક્શનનો પ્રોબ્લેમ થાય છે. સ્ટીમ લેવાથી આવી ત્વચાને ઘણો ફાયદો થાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.