તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:સ્પ્રે કે જેલીથી જાતીય જીવન માણવાની ક્ષમતા વધે?

વનિતા વોરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી દીકરીનું હિમોગ્લોબીન બહુ ઓછું રહેતું હતું. તેની તબીબી તપાસ કરાવ્યાં પછી અમને ખબર પડી કે મારી દીકરી થેલેસેમિયા માઇનર છે. મારે તેના ઉછેરમાં કઇ વાતનું ધ્યાન રાખવું પડશે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : થેલેસેમિયા માઇનર કોઇ ગંભીર શારીરિક બીમારી નથી એ વાત સારી છે કે તમને અત્યારથી જ ખબર પડી ગઈ કે તમારી દીકરીને થેલેસેમિયા માઇનર છે. મહત્ત્વનું એ છે કે ખબર પડી ગઈ હોવા છતાં તમારું કે તમારી દીકરી બંનેનું જીવન કોઈ રીતે બદલાવાનું નથી. એની વધારે પડતી ચિંતા ન કરો. હિમોગ્લોબિન ઓછું હોવાથી થેલેસેમિયા માઇનરની કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ઓછી થતી નથી. તેના માટે નોર્મલ જીવન જીવવાનું શક્ય છે. તેની જે ઇચ્છા છે એ પ્રમાણે તે કરી શકે છે. કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તે નહીંં કરી શકે એવું નથી. જ્યાં સુધી હિમોગ્લોબીનનાં સ્તરનો સવાલ છે કે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દવા કે કોઈ પણ પ્રકારનું અલગ પ્રકારનું ડાયટ આપવાથી તેનું હિમોગ્લોબીન વધશે એવું માનવું નહીંં. કંઈ પણ કરશો તો તેનું હિમોગ્લોબીન નહીંં જ વધે. માટે એવા ખોટા પ્રયત્ન ન કરતાં. જોકે મામલે ડોક્ટરની સલાહ લઈને યોગ્ય સપ્લિમેન્ટ્સ આપી શકાય. જોકે તમારે દીકરીનો લાઇફ પાર્ટનર શોધતી વખતે સતર્કતા રાખવી પડશે. દીકરીનો પાર્ટનર થેલેસેમિયા માઇનર ન જ હોવો જોઈએ, કારણ કે એવું થાય તો તેનું આવનારું બાળક થેલેસેમિયા મેજર જન્મી શકે છે. કુંડળી મેળવતાં પહેલાં આ વસ્તુ મેળવવી ખૂબ જરૂરી છે. આ જાગૃતિ લોકોમાં આવી છે, પરંતુ વધુ જાગૃતિની જરૂર છે. પ્રશ્ન : મારી ઉંમર 44 વર્ષની છે. લગ્નને બાર વર્ષ થયાં છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં મારી સમસ્યામાં વધારો થયો છે. મને દસેક મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. મારા દોસ્તોને પ્રી મેચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે જેના માટે તેઓ ક્યારેક દવા લે છે અને ક્યારેક સ્પ્રે અથવા તો જેલીનો ઉપયોગ કરે છે. મારા માટે ત્રણમાંથી કયો વિકલ્પ ઉત્તમ રહેશે? સ્પ્રે વાપરીને સંબંધ લંબાવવાનો મારા ફ્રેન્ડનો અનુભવ છે અને તેનું કહેવું છે કે એનાથી ઘણો લાંબો સમય ચાલે છે. શું એ પ્રયોગ હું કરું તો મારું મારો ટાઇમિંગ સુધરે? અલબત્ત, એનો પ્રયોગ કરવાથી પછી મને હંમેશ માટે એની જરૂર પડે અને આદત પડી જાય એવું તો નહીંં થાયને? એક પુરુષ (વડોદરા) ઉત્તર : ડોક્ટરની સલાહ વગર એકેય વિકલ્પ અપનાવવાની જરૂર નથી. જો શીઘ્ર સ્ખલનની સમસ્યા ન હોય તો તમારે એ માટેની દવાઓ શું કામ વાપરવી છે? દવાઓ હંમેશાંં એવા સંજોગોમાં વાપરવી જોઈએ જ્યારે તમારું શરીર કુદરતી રીતે સાથ આપી શકે એમ ન હોય. આ તમારી ભ્રમણા છે કે તમે થાકી જાઓ ત્યાં સુધી સમાગમ ચાલે તો એનાથી વધુ આનંદ આવે. શીઘ્ર સ્ખલન માટેના સ્પ્રે કે જેલી લગાવવાથી ચરમસીમા લંબાય છે, પણ એક વાત સમજવી જરૂરી છે કે એમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. તમે આનંદ મેળવવા માટે અને પ્રયોગો કરવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છો છો, પણ સ્પ્રેને કારણે ઊલટું જ થશે. સમાગમ લાંબો ચાલશે, પણ સંવેદના ઘટી જવાથી સ્પર્શ અને ઘર્ષણનો આનંદ પણ ઘટી જશે. તમે જે આનંદ મેળવવા આ ચીજો વાપરવા પ્રેરાયા છો એ આનંદ ચીજોના વપરાશ પછી મળવાનો નથી એટલે સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે. પ્રશ્ન : મારા દીકરાની વય નવ વર્ષની છે. ભવિષ્યમાં તેની હાઇટ સારી રીતે વધે એ માટે મારે શું પ્રયાસ કરવો જોઇએ? એક મહિલા (નવસારી) ઉત્તર : માણસના શરીરની અંદર ઘણી બધી ગ્રંથિઓ હોય છે. થાઈરાઈડ ગ્રંથિની સીધી અસર માણસની લંબાઈ સાથે છે. યુવાવસ્થાની અંદર આ રીતની ગ્રંથિની સક્રિયતાને લીધે ઉંચાઈ વધારે લાંબી થઈ જાય છે. આ ગ્રંથિ શરીરની અંદર ઉત્સાહનો સંચાર કરે છે. જો યુવાવસ્થા પહેલાં આ હોર્મોનના સ્ત્રાવને વધારે સક્રિય કરી દેવામાં આવે તો લંબાઈને વધારી શકાય છે. જે બાળકોનાં મા-બાપ નીચા છે અને જેમને લાગે છે કે તેમની ઊંચાઈ ઓછી છે તેઓ દરરોજ થાઈરાઈડ ગ્રંથિની સક્રિયતા વધે એ દિશામાં પ્રયાસ કરે તો તેમની ઉંચાઈ વધારવામાં થોડીક સફળતા મળી શકે છે. સૌ પ્રથમ તો જો તમે ઈચ્છતાં હોય કે તમારી લંબાઈ વધારવી છે તો તમે નીચી ગરદન કરીને ચાલવાનું છોડી દો. જ્યારે પણ બેસો ત્યારે કમરને એકદમ સીધી કરીને બેસો. આ સિવાય નિયમિત રીતે તાડાસન, ધનુરાસન, ચક્રાસન અને સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરવાથી હાઇટ વધારી શકાય છે. ઊંચાઈ વધારવા માટે સૂર્ય નમસ્કાર ફાયદાકારક છે. ગરદન પર હળવા હાથે ઉપરની તરફ મસાજ કરવામાં આવે તો થાઈરાઈડ ગ્રંથિને વધારે સક્રિય કરી શકાય છે. વ્યાયામની સાથે સાથે ભોજનમાં એવી વસ્તુઓ લો જેમાં ભરપૂર પ્રમાણમાં આયોડિન અને કેલ્શિયમ હોય. શરીરની ઊંચાઈ વધારવા માટે તથા હાડકાંની મજબૂતાઇ માટે સરગવાની શિંગનું શાક ખાવું. પ્રશ્ન : મારા ગળામાં વારંવાર ઇન્ફેક્શન થઇ જાય છેે. આવું ન થાય એ માટે કોઇ ઘરગથ્થુ ઉપાય જણાવશો. એક યુવતી (અમદાવાદ) ઉત્તર : વારંવાર થતાં ગળાનાં દુખાવા માટે સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ શકે છે. ગળાની બળતરાથી છુટકારો મેળવવા માટે તમાલપત્રને પાણીમાં ઉકાળીને કોગળા કરવા જોઈએ. ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે. લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે. ગરમ પાણીમાં નમક-હળદર નાખી ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે. પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળામાં બળતરા થતી હોય તો રાહત થાય છે.

અન્ય સમાચારો પણ છે...