તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રશ્ન : મારી ઉંમર 22 વર્ષની છે. હું મોટા ભાગે પટ્ટીવાળા ચંપલ અને સેન્ડલ પહેરું છું. આના કારણે પટ્ટીવાળી જગ્યા સિવાયનો મારા પગનો બાકીનો ભાગ કાળો પડવા લાગ્યો છે. મારા પગના એ હિસ્સાનો રંગ બાકીના હિસ્સા જેવો કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : જો તાપના કારણે તમારા પગનો રંગ કાળો પડી રહ્યો છે અને આના કારણે બહુ સમસ્યા રહેતી હોય તો ખુલ્લા ચંપલ પહેરવાને બદલે પગ બંધ રહે તેવાં પગરખાં પહેરો. આનાથી ત્વચા કાળી નહીં પડે. પગને નિયમિત રીતે સાબુથી સાફ કરો. તડકામાં નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન જરૂર લગાવશો. અઠવાડિયે એક વાર પેડિક્યોર કરો તથા કોઈ પણ પેક લગાવો. આટલા પ્રયાસ કરવાથી ત્વચાનો રંગ પહેલાં જેવો સાફ થઈ જશે. આ સિવાય સેન્ડલ સાથે મોજાં પહેરી શકાય. પ્રશ્ન : મારી દીકરી બાર વર્ષની છે. તેના વાળ બહુ જ સરસ છે પણ એને વારંવાર ખોડો થઇ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : શરીરનાં બીજાં અંગોની જેમ વાળની સ્વચ્છતા જાળવવી પણ બહુ જરૂરી છે. વાળમાં તો ચામડી કરતાં વધુ પ્રમાણમાં ધૂળની રજકણ તેમજ ગંદકી જમા થતા હોય છે. જો માઇલ્ડ શેમ્પૂ વાપરવામાં આવે તો વારંવાર વાળ ધોવામાં કોઈ નુકસાન નથી. તમારા બાળકના વાળની સૌમ્યતાથી કાળજી લેવા માટે બ્રશને બદલે મોટા દાંતાનો કાંસકો વાપરવો. કાંસકો પસંદ કરતી વખતે તેના દાંતાના છેડા ગોળાકાર હોય તેનું ધ્યાન રાખવું. બાળકો માટે હેર ડ્રાયરનો ઉપયોગ ટાળવો. બાળકોની ત્વચા સંવેદનશીલ હોવાથી તેમને માથામાં ખોડો થવાની શક્યતા વધી જાય છે. ખોડાની ઉપેક્ષા કરવાથી સ્કાલ્પની ત્વચા પર ફોલ્લીઓ અને ચકામા પણ થઈ શકે છે. ખોડો થતો હોય તો સ્કાલ્પની ત્વચા સ્વચ્છ અને તંદુરસ્ત રાખવી જોઈએ. ગંભીર ખોડાના કિસ્સામાં બાળકના વાળ એકદમ માઈલ્ડ શેમ્પૂથી અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ધોવા જોઇએ અને વાળ ધોવાની વીસ મિનિટ પહેલાં 2 ટેબલસ્પૂન એપલ સીડર વિનેગર રૂનાં પૂમડાં દ્વારા સ્કાલ્પ પર લગાવવું.
પ્રશ્ન : મને બ્યૂટિશિયને ત્વચાનો નિખાર વધારવા માટે ફ્લેવર્ડ આઇસક્યૂબ થેરપીની સલાહ આપી છે. આ થેરપી કઇ રીતે કરવામાં આવે છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : છેલ્લા કેટલાક સમયથી આઇસક્યૂબ થેરપી તરફ મહિલાઓનો ઝુકાવ વધ્યો છે. એમાં લીલી ચા, ફુદીનો, તાજાં ફળોનો રસ, ગુલાબની પાંખડીઓ, લીંબુનો રસ, રોઝ વૉટર, કાકડી વગેરે જેવી જુદી-જુદી વસ્તુને આઇસ ફોર્મમાં વાપરવામાં આવે છે. ઠંડી વસ્તુ આપણી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. સુસ્ત થઈ ગયેલી ત્વચા પર હળવે હાથે બરફ ઘસવાથી સ્કિન સેલ્સ સક્રિય બને છે અને તાજગીનો અહેસાસ થાય છે. આઇસમાં ત્વચાને ઠંડક આપનાવા ગુણ છે. આઇસક્યૂબ માટે કોઇ પણ શાક અને ફળનો ઉપયોગ કરી શકાય છે. આ બનાવવા માટે વોટરમેલન, મસ્કમેલન, ઓરેન્જ જેવાં સીઝનલ ફ્રૂટ્સનો મિક્સરમાં પલ્પ કાઢી બરફની ટ્રેમાં રેડી દો અને જમાવી દો. ત્વચા થાકેલી લાગે કે બહારથી આવ્યા હો ત્યારે એક-બે કયુબ લઈ ચહેરા પર પાંચ મિનિટ ઘસો. થોડી વાર એમ જ રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો સ્વચ્છ કરી લો. આનાથી સારું પરિણામ મળે છે.
સૌંદર્યની સમસ્યામાં અટવાયા હો તો અમને જણાવો madhurimamagazine@gmail.com પર મળશે સુંદરતા વધારવાના વિવિધ ઉપાયો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.