તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર પૂછે સવાલ:વધુ એક્સરસાઇઝ કરવાથી ફિટનેસ વધવાને બદલે નપુંસકતા આવી જાય?

વનિતા વોરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રશ્ન : મારા પતિ ફિટનેસ માટે બહુ સજાગ છે. તે કલાકો જીમમાં ગાળે છે. મેં સાંભળ્યું છે કે વધારે પડતી એક્સરસાઇઝ કરવાથી નપુંસકતા આવી જાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (વડોદરા) ઉત્તર : ફિટનેસ માટે જાગૃતિ હોય એ સારી વાત છે. હકીકતમાં જીમ જવાથી નહીં પણ બોડી બનાવવા માટે ખાવામાં આવતા નકલી સપ્લિમેન્ટ્સથી આડઅસરથી નપુંસકતા આવવાની શક્યતા રહે છે. આવે છે. આ નકલી હેલ્થ સપ્લિમેન્ટ્સમાં સ્ટિરોઇડનુ વધારે પ્રમાણ હોય છે જેનાથી હાર્ટ અટેક સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એનાબોલિક સ્ટિરોઇડ પુરુષો માટે સૌથી વધુ નુકસાનકારક હોય છે. તે સીધું જ સેક્સ હોર્મોન અને ફર્ટિલિટી પર અસર કરે છે. તેના સેવનથી પુરુષ નપુંસક પણ બની શકે છે. વજન વધારવા માટે લેવામાં આવતાં સપ્લિમેન્ટ્સ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. આના વધુ સેવનથી નપુંસકતા આવી શકે છે. આમ, જો હેલ્થ સપ્લિમેન્ટ્સ લેવા જ હોય તો ડોક્ટરની સલાહ લઇને જ લેવા. પ્રશ્ન : હું પ્રેગનન્ટ છું અને મારા સાસુ બહુ સારી રીતે મારું ધ્યાન રાખે છે. મારા સાસુએ મને હંમેશા બે વ્યક્તિનું ભોજન કરવા માટે જણાવે છે અને ભરપૂર ઘી ખાવાનો આગ્રહ કરે છે. તેમનું માનવું છે કે વધારે ઘી ખાવાની પ્રસૂતિ સરળતાથી થાય છે. મારી ગાયનેકોલોજિસ્ટ મને ભૂખ હોય એટલું જ ભોજન લેવા પર અને પ્રમાણસર ઘીના સેવન પર ભાર મૂકે છે. કોની વાત સાચી? હું બહુ કન્ફ્યુઝ છું. એક મહિલા (સુરત) ઉત્તર : વડીલ મહિલાઓ ગર્ભવતી સ્ત્રીઓને બેગણું ભોજન લેવાની સલાહ આપતી હોય છે પણ આ વાતનો કોઇ તાર્કિક આધાર નથી. મહિલાને બે વ્યક્તિનું ભોજન કરવાની ફરજ પાડવાથી એના ભોજનમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીનું વજન 5થી 10 કિલો સુધી વધે છે, પરંતુ જો ઓવરઈટિંગ કરશો તો વજન 20થી 25 કિલો જેટલું વધી શકે છે. આના કારણે નોર્મલ ડિલિવરીમાં મુશ્કેલી આવી શકે છે. જ્યાં સુધી ઘીનો સવાલ છે ત્યાં સુધી ઘી અને બટરને સારાં લ્યુબ્રિકેન્ટ મનાય છે. એ માત્ર પેટને સાફ કરવાનું કાર્ય કરે છે પણ એનાથી પ્રસવની પીડા ઓછી થાય એ જરૂરી નથી. ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત માત્રામાં જ ઘી અને તેલનું સેવન કરવું જોઇએ. આ સિવાય સગર્ભાવસ્થા સાથે બીજી અનેક ગેરમાન્યતાઓ જોડાયેલી છે. એક માન્યતા છે કે સગર્ભાએ કાળાં કપડાં ન પહેરવા જોઇએ. આ માન્યતા પાછળની હકીકત અલગ છે. હકીકતમાં સગર્ભા સ્ત્રીએ પોતાની સાથે પોતાના બાળકની પણ કાળજી રાખવાની હોય છે. આ માન્યતાને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કાળાં કપડાં સૂર્ય પ્રકાશને વધારે પોતાના તરફ ખેંચે છે. તેથી કપડાં ગરમ થવાની સાથે શરીર ગરમ થાય તે સગર્ભા માટે સારું ગણવામાં આવતું નથી આથી કાળાં કપડાં ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન : મારી વય 47 વર્ષ છે. છેલ્લા બે વર્ષથી મારું વજન ખૂબ વધી ગયું છે. છેલ્લા ચાર મહિનાથી જાતીય સંબંધ બાંધતી વખતે હું થાકી જાઉ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું? શું વધતી વયને કારણે આવું થતું હશે? મારા વજન વધારા અને જાતીય ક્ષમતા વચ્ચે કોઇ સંબંધ છે ખરો? એક પુરુષ (રાજકોટ) ઉત્તર : તમારી સમસ્યાનો ઉકેલ વધેલું વજન ઉતારશો તો મળી જશે. જોકે વજન ઉતારવા માટે તમારે પ્રયાસ કરવા પડશે. હાલમાં આ સમસ્યાના કુલ બે ઉકેલ છે. જો તમારે આ સમસ્યામાંથી તાત્કાલિક રાહત જોઈતી હોય તો જાતીય સંબંધ બાંધતી વખતે તમને ઓછો શ્રમ પડે એવું આસન અપનાવી શકો છો. આ ઉપાય અજમાવાથી હંગામી ધોરણે થાક લાગવાની અને શ્વાસ ચઢી જવાની સમસ્યા ઓછી થઈ જશે. આ સમસ્યાનો કાયમી ઈલાજ એ છે કે તમારું વજન ઓછું કરો. ભોજનમાં ગળ્યું ખાવાનું ઓછું કરો અને કસરત કરવાની શરૂ કરી દો. આટલું કરશો તો તમારું વજન ઘટી શકે છે. વજન ઘટશે એટલે તમારા પર્ફોર્મન્સમાં પણ સુધારો જોવા મળશે. તંદુરસ્ત પુરુષમાં પણ આશરે 50 વર્ષની ઉંમરની આસપાસ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘણી વખત નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે. 40 વર્ષ પછી દરેક વર્ષે પુરુષના ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં આશરે 1.3 ટકાનો ઘટાડો થાય છે. કામેચ્છામાં ઘટાડો, અજંપો, શારીરિક ક્ષમતામાં ઘટાડો અથવા નિર્ણયશક્તિમાં ઘટાડો થવા જેવાં લક્ષણો ટેસ્ટોસ્ટેરોનનાં પ્રમાણમાં ઘટાડો સૂચવે છે. આ માટે તમારે ડોક્ટરની સલાહ લેવી લાભદાયક નીવડે છે. પ્રશ્ન : હું એક પરિણીત મહિલા છું. મારી સમસ્યા એ છે કે મારે વારંવાર કસુવાવડનો સામનો કરવો પડે છે. હું બે વાર અઢી મહિના પછી ગર્ભપાતનો ભોગ બની ચૂકી છું. ભવિષ્યમાં મારી સાથે આવું ન થાય એ માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (નવસારી) ઉત્તર : પ્રેગ્નન્સી દરમિયાન તીવ્ર તાવ, પેટમાં ઈજા થવી, રુબેલા, ટોક્સોપ્લાઝમા અને વાઇરસ જેવાં ઈન્ફેક્શન પણ ઘણીવાર અર્લી એબોર્શનનું કારણ બની શકે છે. 80 ટકા મહિલાઓમાં આ પ્રકારનું એબોર્શન જન્મજાત ક્રોમોજોમલ એબ્નોર્મલિટીઝને કારણે થાય છે. આ સિવાય ટોર્ચ ઈન્ફેક્શનને કારણે પણ આ પ્રકારનું એબોર્શન થઈ શકે છે. તેમાં ટોક્સો, પ્લાઝમા, રુબેલા, વાઇરસ જેવાં ઈન્ફેક્શનનો સમાવેશ થાય છે. આ વાઇરસથી બાળકના શારીરિક વિકાસમાં ખામી આવવાથી તે પડી જઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન માતાના પેટમાં ઈજા થવી અને તીવ્ર તાવ આવવાથી પણ એબોર્શનનું રિસ્ક વધે છે. ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન તીવ્ર તાવ આવવાથી પણ ગર્ભપાત થઇ શકે છે. મહિલાઓને અર્લી પ્રેગ્નન્સી લોસ અંગેની ખબર જ નથી પડી શકતી. એટલે કે પહેલા ત્રણ મહિનામાં થનારા એબોર્શનની મોટેભાગે મહિલાઓને જાણકારી જ નથી હોતી. તેઓ બ્લીડિંગ થવા પર તેને પિરિયડનું સામાન્ય બ્લીડિંગ માનીને તેના પર ધ્યાન નથી આપતી. જ્યારે તે સામાન્ય બ્લીડિંગ નહીં, પણ એબોર્શનનું બ્લીડિંગ હોય છે. જો તમારી સાથે બે વાર આવું થયું હોય તો કોઇ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો