પેરેન્ટિંગ:બાળકને વારંવાર શરદી-ખાંસી થાય છે?

મમતા મહેતા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષથી નાના બાળકને શરદી-ખાંસી થઇ જાય ત્યારે બને ત્યાં સુધી પ્રાકૃતિક ઉપાયોથી સારવાર કરવાનો પ્રયાસ કરવો

દલાતા વાતાવરણની સીધી અસર બાળકનાં સ્વાસ્થ્ય પર પડે છે કારણ કે બાળકની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. શિયાળાની શરૂઆતમાં વાતાવરણમાં ઠંડક વધી જતા બાળકને વારંવાર શરદી-ખાંસી થઇ જતી હોય તો થોડી વધારે કાળજીની જરૂર પડે છે. પાંચ વર્ષથી નાના બાળકને શરદી-ખાંસી થઇ જાય ત્યારે બને ત્યાં સુધી પ્રાકૃતિક ઉપાયોથી સારવાર કરવાનો પ્રયાસ કરવો જોઇએ કારણ કે બાળકની ઉંમર ઓછી હોવાને કારણે તેમને કોઇ વધારે હાઇ ડોઝની ટેબલેટ પણ આપી શકાતી નથી. જો બાળક બોટલ દ્વારા દૂધ પીવે છે તો તેના દૂધમાં થોડી હળદર મિક્સ કરી તેને પીવડાવો. શિશુને દિવસમાં બે વખત હળદરવાળું દૂધ પીવડાવવાથી રાહત મળશે.

એલર્જી છે જવાબદાર સામાન્ય શરદી-ખાંસી હંમેશા એલર્જીને કારણે આવે છે. જ્યારે પણ શિશુને ઠંડી લાગે છે કે પછી ખાંસી આવે ત્યારે માતા-પિતાનું પહેલું પગલું તેને પ્રાકૃતિક રીતે ઇલાજ આપવાનું હોવું જોઇએ.નાના બાળકોની ઈમ્યુનિટી સિસ્ટમનો સંપૂર્ણ રીતે વિકાસ થયો ન હોવાને કારણે તેમને શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓ તરત થઈ જાય છે. સિઝનમાં ફેરફાર વખતે ઘણાં કારણોથી શિશુને આવી સમસ્યાઓ થતી હોય છે. નાસથી ફાયદો જો શરદીના કારણે બાળકનું નાક બ્લોક થઇ ગયું હોય તો સ્ટીમ એટલે કે નાસ લીધા સિવાય ઉત્તમ ઉપચાર બીજો કોઇ નથી. ગરમ હવા શિશુના કફને ઓગાળી દે છે. આનાથી ફેફસાં અને નાકમાં થયેલું બ્લોકેજ દૂર થશે. આ સિવાય મધ અને લીંબુ નાખીને ગરમ પાણી પીવાથી ગળામાં રાહત મળે છે, ઇન્ફેક્શન દૂર થાય છે. નાક બંધ હોવાને કારણે બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. આ સ્થિતિમાં તમે તમારા બાળકને મીઠાવાળું પાણી દિવસમાં 2-3 વાર પીવડાવો. આ પાણી પીવાથી છાતીમાં જામેલો કફ નિકળી જશે અને શરદી-કફમાં રાહત થશે. તેલ માલિશ આપે રાહત

જો બાળકને ઠંડીના કારણે શરદી-કફની સમસ્યા સતાવતી હોય તો નિયમિત રીતે તેલથી માલિશ કરવાથી બાળકનો કફ દૂર થાય છે. નીલગિરિ, મેંદી અથવા તો પિપરમિન્ટ વગેરેના તેલથી શિશુને માલિશ કરવાથી ફાયદો થાય છે. શરદીમાં રાહત મળે એ માટે ઓલિવ ઓઇલ અને આ એરોમા ઓઇલ્સને મિક્સ કરી બાળકની છાતી પર માલિશ કરો. આમ કર્યા બાદ બાળકનાં શરીરને કપડાં કે ચાદરથી આખું ઢાંકી દો. આવું કરવાથી બાળકનાં શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તેલ પોતાના ગુણથી ફાયદો કરી શકે છે.

મધનો ઉપયોગ વિવાદાસ્પદ કફ દૂર કરવા માટે મધ એક પારંપરિક નુસખો છે પણ નાના બાળકોને આ નુસખાથી ફાયદો થશે કે નુકસાન એ ચર્ચાનો મુદ્દો છે. મધમાં એન્ટીઈન્ફેક્ટિવ ગુણ પણ હોય છે. જેનાથી બાળકને ઘણો ફાયદો થાય છે. મધમાં ઘણાં ગુણ હોવા છતાં તેમાં ઘણીવાર બેક્ટેરિયા પણ હોય છે. જેને ક્લોસટ્રિડિયમ બોટુલિનમ કહેવાય છે. જે એક ખાસ પ્રકારના ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બને છે. જોકે મોટાં લોકો પર તેની ખાસ કોઈ અસર થતી નથી, કેમ કે, તેમનું પાચનતંત્ર ઘણું મજબૂત હોય છે પણ નાના બાળકોને તે નુકસાન કરી શકે છે. કાચું મધ ભલે સ્વાસ્થ્યવર્ધક હોય પણ 6 મહિનાથી નાના બાળકો પર તેની ખરાબ અસર થઈ શકે છે. જેથી 6 મહિનાથી નાના બાળક પર મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તેમના પર ઘરેલૂ નુસખા અપનાવ્યા કરતાં પીડિયાટ્રિશનનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...