તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- રચના સમંદર
આપણે બધા એક શબ્દના અર્થ માટે સર્વસંમત છીએ અને માનીએ છીએ કે જીવનમાં એનું દૃઢતાપૂર્વક પાલન જરૂરી છે. આ શબ્દ છે અનુશાસન. જેનું પાલન કરવાનું મન ન થાય એને જ આપણે અનુશાસન ગણી લઇએ છીએ. હકીકતમાં જે બાબત કે જીવનશૈલી અનિયંત્રિત થાય તો આપણને નુકસાન થઇ શકે છે એ વ્યવહાર કે પછી આદતને નિયંત્રિત કરવાનો પ્રયાસ એટલે અનુશાસન. શાળાના અભ્યાસ સમયથી જ અનુશાસન અનેક રીતે આપણને પરેશાન કરે છે કારણ કે નિયંત્રણમાં રહેવાનું કોઇને પસંદ નથી હોતું, પછી એ વ્યક્તિ હોય, મન હોય કે પછી જીવન હોય.
અનુશાસનનું પાલન મુશ્કેલ લાગે છે પણ સરળ જીવન, યોગ્ય વિચાર અને વ્યવહાર શીખવા માટે એનું પાલન જરૂરી છે. નૈતિકતા વ્યવહારમાં સ્થાયી જગ્યા બનાવી શકે એ છે માટે સ્વાર્થી અને લલચામણી વિચારધારાને હટાવીને મન પર નિયંત્રણ મેળવું જરૂરી છે. આ પણ જીવન જીવવા માટે જરૂરી અનુશાસન જ છે. આમાં બહુ સમય લાગે છે અને એનું યોગ્ય રીતે પાલન એક પડકાર પણ છે. અનુશાસન બંધન નથી પણ સાધના છે. એ વાતનો અહેસાસ થવો જોઇએ કે એના પાલનમાં જ બધાનું હિત સમાયેલું છે. પ્રકૃતિ અનુશાસિત છે અને એટલે તમામ પ્રકારના સુખ આપે છે. એ જ્યારે નિયમ તોડે છે ત્યારે વિનાશ આવે છે. આ જ રીતે મનના ભાવો પર નિયંત્રણ સંયમિત અને સભ્ય વ્યવહારનો આધાર બને છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.