ફેશન:બ્રાની અલગ અલગ વેરાઇટી...પરફેક્ટ લુક માટે જાણવી જરૂરી

પાયલ પટેલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ પ્રકારની બ્રાની ખરીદી વખતે શેપ અને ડિઝાઇન કરતા વધારે મહત્ત્વ કમ્ફર્ટને આપવું

ઇનરવેર પહેરવામાં આરામદાયક હોય એ બહુ જરૂરી છે અને એ માટે એનું યોગ્ય રીતે શોપિંગ કરવું અગત્યનું છે. ઇનરવેરનું યોગ્ય રીતે શોપિંગ કરી શકાય એ માટે માર્કેટમાં ઉપલબ્ધ બ્રાની અલગ અલગ વેરાઇટીની માહિતી જાણી લેવી હિતાવહ છે. બ્રાની ખરીદી વખતે શેપ અને ડિઝાઇન કરતા વધારે મહત્ત્વ કમ્ફર્ટને આપવું જોઇએ. એનું મટીરિયલ મુલાયમ હોવું જોઇએ અને એનાં ઇલાસ્ટિકથી સ્કિન પર કાપા ન પડવા જોઇએ. પુશઅપ બ્રા : આ સ્ટાઇલની બ્રા મોટાભાગે યુવાન મહિલાઓને પસંદ પડે છે. આ સ્ટાઇલની બ્રા પહેરવાથી બ્રેસ્ટની સાઇઝ વધારે લાગે છે અને ક્લીવેજ પણ સ્ટાઇલિશ લાગે છે. જો તમને ડીપ નેક ડ્રેસ પહેરવાનું પસંદ હોય તો તમારે પુશઅપ બ્રાની પસંદગી કરવી જોઇએ. સોફ્ટ બ્રા : કેટલીક મહિલાઓ એવી હોય છે જે લાંબા સમય સુધી સ્ટાઇલિશ કે પછી ડિઝાઇનર બ્રા પહેરવામાં કમ્ફર્ટેબલ નથી હોતી. આવી મહિલાઓએ સોફ્ટ બ્રાની પસંદગી કરવી જોઇએ કારણ કે એને આખા દિવસ સુધી સરળતાથી પહેરી શકાય છે. રોજબરોજના ઉપયોગ માટે સોફ્ટ બ્રા જ યોગ્ય પસંદગી છે. જોકે એનું શોપિંગ કરતી વખતે એ યોગ્ય શેપની હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો. સ્ટ્રેપલેસ બ્રા : આ પ્રકારની બ્રા મોર્ડન ડ્રેસિંગ પસંદ કરતી માનુનીઓની પહેલી પસંદ છે. એને ગ્લેમરસ ગાઉન અથવા તો હોલ્ટર નેક બ્લાઉઝ કે ટોપ સાથે પહેરવામાં આવે છે. સામાન્ય રીતે આ બ્રા રોજબરોજનાં જીવનમાં ઉપયોગમાં નથી લેવાતી પણ જે યુવતીઓ ગ્લેમરસ વસ્ત્રો પહેરે છે એમના વોર્ડરોબમાં એક કમ્ફર્ટેબલ સ્ટ્રેપલેસ બ્રા તો હોવી જ જોઇએ. સ્પોર્ટ્સ બ્રા : જે યુવતીઓ સતત દોડાદોડીનું કામ કરતી હોય, સ્પોર્ટ્સ રમતી હોય કે પછી જિમ જતી હોય તેમણે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઇએ. એ અત્યંત કમ્ફર્ટેબલ હોય છે અને એ પહેર્યા પછી બ્રેસ્ટને સ્ટ્રેસ નથી અનુભવાતો અને આખા દિવસની એક્ટિવિટી બહુ સરળતાથી કરી શકાય છે. ટી-શર્ટ બ્રા : ટી-શર્ટની નીચે હંમેશાં ટી-બ્રા પહેરવામાં આવે છે. હકીકતમાં ટી-શર્ટ એક પાતળાં કપડાં જેવું હોય છે જે બ્રેસ્ટ સાથે ચોંટી જાય છે. આના કારણે ક્યારેક બ્રેસ્ટની નિપલ દેખાઇ જવાની ચિંતા સતાવતી હોય છે. આવું ન થાય એ માટે ટી-શર્ટ નીચે પહેરવા માટે લાઇટ પેડેડ ટી-બ્રા પહેરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...