તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નિયતી ખૂબ જ કન્ફ્યુઝ્ડ હતી. કોલેજમાં જ્યારે ફર્સ્ટ યરમાં હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ સમર્થ તેને પહેલી વાર મળ્યો હતો. નિયતિએ તેના માટે ખૂબ જ લાગણી બતાવી હતી. એ જે કહે તે કરવા તૈયાર થઇ જતી હતી. સમર્થના એસાઇનમેન્ટ્સ લખી આપવાથી લઇ શોપિંગ માટેનાં કપડાં પણ તે જ નક્કી કરી આપતી હતી. બે વર્ષની રિલેશનશિપ પછી સમર્થ નજીવી બાબતમાં અકળાવા લાગ્યો. નિયતિથી દૂર થવા માંડ્યો. એનું વર્તન તોછડું બનતું ગયું. નિયતિએ અનેક આજીજીઓ કરી પણ તે ન જ માન્યો અને બ્રેકઅપ કરી લીધું. નિયતિ અતિશય દુ:ખી થઇ ગઇ. આવી જ મનોેદશામાં એણે કોલેજકાળ પૂરો કર્યો. એ પછી એના જીવનમાં અવિનાશ આવ્યો. શરૂઆતમાં જ નિયતિને અવિનાશ જોડે ફાવી ગયું. ખૂબ જ સરસ રીતે બંને જણા એકબીજાની કંપની એન્જોય કરવા લાગ્યાં. ધીરે ધીરે નિયતિએ અવિનાશના એક પછી એક કામનો ભાર ઉપાડવા માંડ્યો. એની દરેક વાતનું એ ધ્યાન રાખવા લાગી. સમય જતાં અવિનાશ પણ બદલાઇ ગયો. એ વારે વારે અકળાઇ જાય, ગુસ્સો કરે, અપશબ્દો બોલે અને ક્યારેક શારીરિક માર પણ મારી દે. નિયતિની સામે જ બીજી છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કરે, છતાં નિયતિ માત્ર રડીને જ બેસી રહે. અવિનાશ પણ હવે બ્રેક અપની વાત કરવા માંડ્યો. નિયતિ આવી વાત સાંભળીને ગભરાઇ ઊઠતી અને વિનંતી કરીને અવિનાશને મનાવી લેતી. પ્રશ્ન એ છે કે નિયતિ સાથે બંને વાર આવું શા માટે થયું હશે? નિયતિ પોતે ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર હતી. એના કમનસીબે બંને બોયફ્રન્ડ વ્યક્તિગત રીતે અયોગ્ય મળ્યા. નિયતિ આ ડિસ્ટર્બ્ડ રિલેશનશિપ સહન કરી રહી હતી. તેનું મુખ્ય કારણ એકલા પડી જવાનો ડર હતો. બચપણમાં માતા-પિતા સાથે વધુ સમય ગાળવા ન મળવાને લીધે એનામાં ચાઇલ્ડહૂડ ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થયું હતું, જેના લીધે એ હંમેશાં કોઇના ને કોઇના સંગાથ માટે ઝંખવા લાગી હતી. લાગણીની આ તરસને સંતોષવા માટે તે બોયફ્રેન્ડ બનાવતી વખતે સામેવાળાની યોગ્યતા ચકાસતી ન હતી. સમર્થ અને અવિનાશ બંનેએ જ્યારે ગેરવર્તન કર્યું ત્યારે નિયતિએ એને પોતાનો વાંક ગણીને શક્ય હોય ત્યાં સુધી સંબંધ ચાલુ રાખવા પોતાની સહનશક્તિ વધારી લીધી. આ સમયે તેણે પોતાની એકલા રહેવાની નબળાઇને શક્તિ બનાવવાની જરૂર હતી. તેણે ડિપેન્ડન્ટ પર્સનાલિટીના રોગમાંથી બહાર આવીને યોગ્ય મિત્રો અથવા સગાવહાલાનો સપોર્ટ મેળવવાનો હતો. તેણે સમજી લેવું જોઇતું હતું કે પારકી આશ સદા નિરાશ. જેને ખુદ પર ભરોસો ન હોય એને ભગવાન પણ મદદ ન કરી શકે. મૂડમંત્ર ઃ જ્યારે બહારના અંધારામાં માર્ગ દેખાતો બંધ થઇ જાય ત્યારે અંત:સ્ફુરણાનો પ્રકાશ આપણે અંદરથી શોધવો પડે છે. મનોમંથનનો યોગ્ય સમય આ જ છે.drspandanthaker@gmail.com
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.