તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:ફરાળી નાસ્તાઓની સ્વાદિષ્ટ જમાવટ

રિયા રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય ત્યારે ફરાળી ભોજન અને નાસ્તાનું મહત્ત્વ વધી જાય છે. ભોજનના સમય સિવાય ભૂખ લાગે ત્યારે નાસ્તાની ફરાળી વાનગીઓની મજા માણવાનું ગમે છે

આલુ ટિક્કી સામગ્રી : બટાકા-5 નંગ, મીઠું- સ્વાદ મુજબ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, લીંબુનો રસ-2 ચમચી, કોથમીર-2 ચમચી, આરારુટ-3 ચમચી, કોથમીર ચટણી,ખજૂરની ચટણી, દહીં, ફરાળી ચેવડો રીત : બટાકાને બાફી તેમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી ટિક્કી બનાવી લો. ટિક્કીને આરારુટમાં રગદોળી નોનસ્ટિક પેનમાં શેકી લો. આ ટિક્કીને ચટણી સાથે પણ ખાઇ શકાય અને જો ચાટ બનાવવી હોય તો પ્લેટમાં ટુકડાઓ કરી ઉપર કોથમીર ચટણી, ખજૂર ચટણી, દહીં, ફરાળી ચેવડો ભભરાવીને સ્વાદિષ્ટ આલુ ટિક્કી ચાટની મજા માણો. રાજભોગ

સામગ્રી : દહીં-3 કપ, દૂધ-2 ચમચી, કેસર તાંતણા-5 થી 6, ખાંડ-4 ચમચી, કાજુના ટુકડા-2 ચમચી, બદામની કતરણ-2 ચમચી, પિસ્તા કતરણ-2 ચમચી, સફેદ માખણ-2 ચમચી, બરફના ટુકડાઓ-3 નંગ રીત : દૂધને ગરમ કરી તેમાં કેસર પલાળી રાખવું. સફેદ માખણને ફ્રીઝરમાં મૂકી દેવું. દહીંમાં ખાંડ, બરફના ટુકડાઓ અને પલાળેલું કેસર તેમજ પાણી ઉમેરી લાકડાનાં વલોણાં વડે વલોવવું. જ્યાં સુધી બધું એક સરખી રીતે મિક્સ ન થઈ જાય તથા ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરવું. ત્યાર બાદ એક ગ્લાસમાં તેને રેડી ઉપર સફેદ માખણનુું લેયર બનાવો. કાજુ, બદામ, પિસ્તાથી ગાર્નિશિંગ કરો. તૈયાર છે ઉપવાસ સ્પેશિયલ ઠંડી રાજભોગ લસ્સી.

દહીંવાલે આલુ સામગ્રી : બાફેલા બટાકા-4 નંગ, દહીં-પા કપ, આદું મરચાંની પેસ્ટ-અડધી ચમચી, તેલ-2 ચમચી, જીરું-1 ચમચી, સૂકું લાલ મરચું-1 નંગ, મીઠો લીમડો-4થી 5 પાન, મીઠું-સ્વાદ મુજબ રીત :એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સૂકું મરચું, મીઠો લીમડો નાખવો. બધું તતડે એટલે તેમાં આદું મરચાંની પેસ્ટ નાખી થોડી વાર સાંતળો. હવે બાફેલા બટાકા ઉમેરો. તેમાંથી એક બટાકાને હાથથી મસળી નાખો. મીઠંુ અને વલોવેલું દહીં ઉમેરી ધીમા તાપે ઢાંકી ચડવા દેવું. તેલ ઉપર આવી જાય એટલે કોથમીર ભભરાવવી અને ફરાળી થેપલા કે પૂરી જોડે પીરસો.

ફરાળી પનીર પકોડા સામગ્રી : પનીર-200 ગ્રામ, મરી પાઉડર-અડધી ચમચી, તેલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, શિંગોડાનો લોટ-3 ચમચી, આરારુટ-2 ચમચી, શેકેલું જીરું-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, કોથમીર-2 ચમચી, આમચૂર પાઉડર-પા ચમચી રીત : પનીરના ચોરસ ટુકડાઓ મરી પાઉડર, મીઠું અને તેલ ઉમેરી અડધો કલાક ઢાંકી મેરિનેટ કરો. શિંગોડાનો લોટ, આરારુટ, શેકેલું જીરું પાઉડર, મરી પાઉડર, કોથમીર, મીઠું અને પાણી મિક્સ કરી ભજિયાં જેવું ખીરું બનાવવું. પનીરના પીસ ડીપ કરી તેલમાં તળવા. આમચૂર પાઉડર છાંટીને સર્વ કરવા.

સામગ્રી : કેળાં-4 નંગ, ઘી-2 ચમચી, ઘીનું કીટું-1 ચમચી, મલાઈ-2 ચમચી, ખાંડ-3 ચમચી, એલચી પાઉડર-અડધી ચમચી, ડ્રાયફ્રૂટ કતરણ-1 ચમચી, કોપરાની છીણ-4 ચમચી, દૂધ-અડધી ચમચી રીત : સૌપ્રથમ કેળાંને ચમચી વડે મેશ કરવાં. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં મેશ કરેલાં કેળાં ઉમેરીને શેકો. ત્યારબાદ તેમાં ઘીનું કીટું, મલાઈ, દૂધ, ખાંડ ઉમેરીને મિક્સ કરો. પલ્પ બદામી રંગનો થાય એટલે એલચી પાઉડર, કોપરાની છીણ ઉમેરો અને ઘટ્ટ હલવો બનાવવો. ડ્રાયફ્રૂટ કતરણ ઉમેરો અને સ્વાદિષ્ટ હલવો સર્વ કરો.

અળવી બફવડા

સામગ્રી : અળવી-7થી 8 નંગ, શિંગોડાનો લોટ-અડધો કપ, અધકચરી શિંગદાણા-પા કપ, આદું પેસ્ટ-પા ચમચી, લીલાં મરચાંની પેસ્ટ-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, સમારેલી કોથમીર-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ અળવીને બરાબર ધોઈને કૂકરમાં પાણી અને મીઠું ઉમેરી ત્રણ સીટી વગાડી બાફી લો. હવે પાણી નિતારી છાલ ઉતારીને હાથ વડે મસળી લેવી. હવે તેમાં અધકચરી શિંગ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું, આમચૂર પાઉડર અને શિંગોડાનો લોટ ઉમેરી બરોબર મિક્સ એક સરખી સાઈઝના ગોળા વાળી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.

અન્ય સમાચારો પણ છે...