રસથાળ:પંજાબી વાનગીઓની સ્વાદિષ્ટ બલ્લે-બલ્લે

રિયા રાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આશા ભોંસલેની મનપસંદ દાલ મખની

મધુર સ્વર ધરાવતાં ગાયિકા આશા ભોંસલે સંગીતની સાથે સાથે કુકિંગમાં પણ એટલી જ રુચિ ધરાવે છે. તેઓ દેશભરમાં પોતાની રેસ્ટોરન્ટ પણ ધરાવે છે. જેમાં તેઓ મેનુ અને વાનગીઓના સ્વાદ અંગે ખાસ ધ્યાન આપે છે. આશાજીને પંજાબી વાનગીઓના સ્વાદ પ્રત્યે ખાસ લગાવ છે. આજે આપણે માણીએ તેમની મનપસંદ દાલ મખની... સામગ્રી : આખા અડદ-2 કપ, રાજમા-પા કપ, ડુંગળી-2 નંગ, ટામેટાં-2 નંગ, આદુંં પેસ્ટ-પા ચમચી, લસણ પેસ્ટ-અડધી ચમચી, મરચાંની પેસ્ટ-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરૂ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કિચન કિંગ મસાલો-1 ચમચી, કસૂરી મેથી-2 ચમચી, જીરું-1 ચમચી, ઘી-2 ચમચી, ઘરની મલાઈ-3 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, કોથમીર-જરૂર મુજબ રીત : સૌ પ્રથમ અડદ અને રાજમાને બરાબર ધોઈને આખી રાત ગરમ પાણીમાં 3-4 કલાક માટે પલાળી રાખો. આખી રાત પલાળેલું પાણી નિતારી કૂકરમાં બીજું ચોખ્ખું પાણી ઉમેરી તેને 4-5 વ્હિસલ મારી બાફી લો. હવે કડાઈમાં ઘી લઈ ગરમ થાય એટલે જીરું, હિંગ, કસૂરી મેથી, આદુંં, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં ડુંગળી-ટામેટાંની ગ્રેવી ઉમેરી 2 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર, મીઠું, કિચન કિંગ મસાલો ઉમેરો. અડધો ગ્લાસ પાણી ઉમેરો. મસાલા બરોબર સંતળાય અને ઘી છુટંુ પડે એટલે ગ્રેવીમાં બાફેલા અડદ અને રાજમા ઉમેરી 10-15 મિનિટ માટે ઉકાળો. દાળ ઉકળતી હોય ત્યારે જ તેને ચમચા વડે થોડી ક્રશ કરવી જેથી ઘટ્ટ થશે. હવે ગેસ બંધ કરી લીંબુનો રસ અને મલાઈ ઉમેરો. સર્વ કરતી વખતે કોથમીરથી સજાવીને સર્વ કરો.

ચિલી ગાર્લિક નાન સામગ્રી : મેંદાનો લોટ- 3 કપ, બેકિંગ પાઉડર-1 ચમચી, બેકિંગ સોડા-અડધી ચમચી, દહીં-3 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી, પાણી- જરૂર મુજબ, ઝીણું સમારેલું લસણ-8થી 10 કળી, બારીક સમારેલાં લીલાં મરચાં-2 નંગ, કાળા તલ-2 ચમચી, ઝીણી સમારેલ કોથમીર-2 ચમચી, બટર-4 ચમચી રીત : સૌપ્રથમ નાનનો લોટ બાંધવા માટે એક બાઉલમાં લોટ, મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, તેલ અને દહીં ઉમેરી મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરતાં જાઓ અને મધ્યમ નરમ લોટ બાંધી લો. હવે આ લોટને 1 ચમચી તેલ ઉમેરી બરાબર મસળીને 1 કલાક માટે ઢાંકીને મૂકી દો. 1 કલાક પછી એક મીડિયમ સાઈઝનો લુવો લઇ તેને વણો. હવે તેની ઉપર લસણ, લીલાં મરચાં, કાળા તલ અને કોથમીર ભભરાવી વણી લો. બહુ જાડું વણવું નહીં. વણાઈ જાય એટલે નાનની પાછળની બાજુએ પાણી લગાવી નાનને ગરમ તવા પર શેકી લો. એક બાજુ શેકાય એટલે તવાને ઊંધો કરી નાનને બીજી બાજુથી શેકી લો. શેકાઈ જાય એટલે બટર લગાવી ગરમા ગરમ સર્વ કરો.

ચૂર ચૂર નાન

સામગ્રી : લોટ માટે: મેંદાનો લોટ-2 કપ, ઘઉંનો લોટ-અડધો કપ, ખાંડ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, બેકિંગ સોડા-1 ચમચી, ઘી-2 ચમચી, દહીં-3 ચમચી, ગરમ પાણી-જરૂરિયાત મુજબ, કોથમીર-3 ચમચી સ્ટફિંગ માટે: પનીરની છીણ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, બાફેલાં બટાકા-1 કપ, શેકેલું જીરું-1 ચમચી, સમારેલી ડુંગળી-પા કપ, મરી પાઉડર-પા ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોથમીર-2 ચમચી, ચિલી ફ્લેક્સ-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, ચાટ મસાલો-1 ચમચી, કસૂરી મેથી-અડધી ચમચી રીત : સ્ટફિંગ માટેની બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લેવી. લોટ બાંધવા માટે પહેલાં બધી જ ડ્રાય સામગ્રી મિક્સ કરી લેવી. ત્યારબાદ 2 ચમચી ઘી અને લોટ માટેની બાકીની સામગ્રી ઉમેરી લોટ બાંધી લેવો. લોટને 1 કલાક રેસ્ટ આપવો. એક કલાક પછી લોટને એક બાજુથી રોલ કરી તેના ટુકડા કરી લેવા. આ ટુકડાઓને થોડીવાર ફ્રિજમાં મૂકી દેવા. હવે સ્ટફ પરાઠાની જેમ હળવે હાથે જ આંગળીઓ વડે ફેલાવવું. ફેલાવતી વખતે ઉપર સમારેલી કોથમીર ભભરાવી શકાય. તૈયાર કરેલાં કુલચાની પાછળ પાણી લગાવી ગરમ તવી પર મુકવું. નોનસ્ટિક પર બંને બાજુ ડ્રાય રોસ્ટ કરવું. ચૂર ચૂર નાન પર બટર લગાવી હાથ વડે દબાવી ક્રિસ્પી સર્વ કરવી. કડાઈ મશરૂમ સામગ્રી : મશરૂમ-8થી 10 નંગ, ચોરસ સમારેલાં કેપ્સિકમ-1 નંગ, ઝીણી સમારેલી ડુંગળી-3 નંગ, સમારેલાં ટામેટાં-3 નંગ, સૂકા લાલ મરચાં-3 નંગ, આખા ધાણા-2 ચમચી, તેલ-4 ચમચી, કસૂરી મેથી-1 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચી, આદુંની પેસ્ટ-1 ચમચી, ગરમ મસાલો પાઉડર-2 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી,મીઠું- સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ મશરૂમને ધોઈ કોરાં કરી મોટા ટુકડામાં કાપી લેવા. કેપ્સિકમને પણ ચોરસ ટુકડામાં કાપી લેવા. નોનસ્ટિકમાં થોડું તેલ ગરમ કરી મશરૂમ ઉમેરવા. પાંચ મિનિટ સુધી મધ્યમ તાપે ચડવા દો. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી બીજી ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો. સાંતળેલા મશરૂમ અને કેપ્સિકમને એક પ્લેટમાં લઈ લેવા. સૂકા લાલ મરચાં અને આખા ધાણાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં કસૂરી મેથી ઉમેરવી. સમારેલી ડુંગળી, આદું અને લસણની પેસ્ટ ઉમેરી બીજી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવું. ક્રશ કરેલાં આખા ધાણા અને આખા લાલ મરચાંનો પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું. ડુંગળી હલકી બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટામેટાં ઉમેરીને બરાબર હલાવી લેવું. તેમાંથી તેલ છૂટું પડે એટલે દોઢ કપ પાણી ઉમેરવું. કસૂરી મેથી, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરી હલાવી લેવું. આ ગ્રેવીમાં મશરૂમ, કેપ્સિકમ, મીઠું અને લાલ મરચાનો પાઉડર ઉમેરી લેવો. ગરમાગરમ રોટલી, નાન અથવા રાઇસ સાથે પીરસવું.

કડાઈ મશરૂમ સામગ્રી : મેંદાનો લોટ-મશરૂમ-8થી 10 નંગ, ચોરસ સમારેલાં કેપ્સિકમ-1 નંગ, ઝીણી સમારેલી ડુંગળી-3 નંગ, સમારેલાં ટામેટાં-3 નંગ, સૂકા લાલ મરચાં-3 નંગ, આખા ધાણા-2 ચમચી, તેલ-4 ચમચી, કસૂરી મેથી-1 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચી, આદુંની પેસ્ટ-1 ચમચી, ગરમ મસાલો પાઉડર-2 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી,મીઠું- સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ મશરૂમને ધોઈ કોરાં કરી મોટા ટુકડામાં કાપી લેવા. કેપ્સિકમને પણ ચોરસ ટુકડામાં કાપી લેવું. નોનસ્ટિકમાં થોડું તેલ ગરમ કરી મશરૂમ ઉમેરવા. પાંચ મિનિટ સુધી મધ્યમ તાપે ચડવા દો. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી બીજી ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો. સાંતળેલા મશરૂમ અને કેપ્સિકમને એક પ્લેટમાં લઈ લો સૂકા લાલ મરચાં અને આખા ધાણાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં કસૂરી મેથી ઉમેરવી. સમારેલી ડુંગળી, આદું અને લસણની પેસ્ટ ઉમેરી બીજી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવું. ક્રશ કરેલાં આખા ધાણા અને આખા લાલ મરચાંનો પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું. ડુંગળી હલકી બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટામેટાં ઉમેરીને બરાબર હલાવી લેવું. તેમાંથી તેલ છૂટું પડે એટલે દોઢ કપ પાણી ઉમેરવું. કસૂરી મેથી, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરી હલાવી લેવું. આ ગ્રેવીમાં મશરૂમ, કેપ્સિકમ, મીઠું અને લાલ મરચાંનો પાઉડર ઉમેરી લેવો. ગરમાગરમ કડાઈ મશરૂમને પરાઠાં, રોટલી, નાન અથવા રાઇસ સાથે પીરસવું. આ કડાઈ મશરૂમ બાળકોને અને વડીલોને બહુ પસંદ પડે છે. એને વ્યક્તિગત પસંદગીના સ્વાદ પ્રમાણે સ્પાઇસી કે પછી ઓછા મરચાંવાળું બનાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...