ફિટનેસ મંત્ર:થાકને હરાવો અને સ્ફૂર્તિને અપનાવો

3 મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

લગ્નવાળા ઘરમાં વ્યસ્તતાને કારણે થાક લાગતો હોય છે અને આરામ કરવાનો સમય જ નથી મળતો હોતો. આ સંજોગોમાં ઘરે જ કેટલીક સરળ એક્સરસાઇઝ કરવાથી સ્ફૂર્તિનો અનુભવ કરી શકાય છે

કિક બેક
અત્યંત વ્યસ્ત જીવનમાં દરેક કામ ઉતાવળમાં કરવામાં આવે છે. આ સંજોગોમાં ઘણી વખત ક્યારેક ચાલતાં ચાલતાં ઘૂંટણ વળી જાય છે અથવા તો નસ ખેંચાઇ જાય છે. આનાથી બચવા માટે કેટલી મિનિટો માટે કિક બેક એક્સરસાઇઝ કરી શકાય છે. આ માટે કુર્સીના બંને હેન્ડલને પકડો અને એક પગને ચિત્ર પ્રમાણે વાળીને ઉંચો કરો. થોડોક સમય રોકાઓ અને પછી પગને જમીન પર રાખો. આ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરો. આ એક્સરસાઇઝનું 8-10 વખત પુનરાવર્તન કરો. આનાથી જોઇન્ટ્સને રાહત મળશે.

4-7-8 બ્રીધિંગ
જો તમે બહુ થાકી ગયા હો પણ આમ છતાં નીંદર ન આવતી હોય તો માત્ર શ્વાસ લેવાની અને છોડવાની આ ક્રિયાથી માત્ર બે મિનિટમાં સ્ટ્રેસ દૂર થઇ જશે અને નીંદર આવવામાં મદદ મળશે. આ માટે પથારીમાં આસનની મુદ્રામાં બેસી જાઓ. નાકથી ધીમે ધીમે અંદરની તરફ શ્વાસ લો અને પછી શક્ય હોય એટલો સમય શ્વાસ રોકીે એને ધીમે ધીમે છોડો. આ પ્રક્રિયાનું ચાર વખત પુનરાવર્તન કરો. આનાથી ઝડપથી નીંદર આવશે.

નેક ટર્ન​​​​​​​​​​​​​​
સવારે સુઈને ઉઠતી વખતે ગરદન જકડાઇ ગઇ હોય એવું લાગે તો આ સરળ વ્યાયામ કરવાથી ગરદનને રાહત મળશે. ખુરશી, પલંગ અથવા મેટ પર સીધા બેસી જાઓ. હવે ગરદનને પહેલાં ધીમે ધીમે જમણી તરફ વાળો. આ મુદ્રામાં 30 સેકંડ સુધી રોકાઓ અને પછી એને ધીમે ધીમે ડાબી તરફ વાળો. આ મુદ્રામાં પણ 30 સેકંડ સુધી રોકાઓ. હવે ગરદનને સીધી કરો. આ વ્યાયામનું દસ વખત પુનરાવર્તન કરો.

ઝડપી કદમતાલ
​​​​​​​
લગ્નવાળા ઘરમાં બહુ દોડાદોડી હોય છે પણ એમાં રાહતની લાગણીનો અહેસાસ નથી થતો. એક જગ્યા પર ઊભા રહીને થોડીક સેકંડો માટે કદમતાલ કરવાથી ઘૂંટણને વોકિંગ કરવાથી જે રાહત મળે છે એવી રાહત મળી શકે છે. આ દરમિયાન હાથને પણ પોતાની જગ્યા પર ઉપર-નીચે કરો. જો ઊભા થઇને કદમતાલ કરવાની શક્તિ ન હોય તો બેઠાં બેઠાં પણ આ એક્સરસાઇઝ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...