દરેક વ્યક્તિની પોતાના ઘરમાં શાંતિ જળવાય એમ ઇચ્છતી હોય છે. ઘરમાં શાંતિ જળવાય એ માટે ઘરમાં પોઝિટિવ વાઇબ્સ આવે એ બહુ જરૂરી છે. ખાસ વાત તો તો એ છે કે ઘરની શાંતિ જાળવવામાં સજાવટનો મોટો ફાળો હોય છે. જો યોગ્ય રીતે સજાવટ કરવામાં આવે તો ઘરમાં સુખ અને શાંતિ જળવાઇ રહે છે. Â કેવું હોવું જોઇએ રસોડું? વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે રસોઇ કરતી વખતે તમારું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. રસોડામાં ડાબી બાજુએ પાણીનું માટલું હોવું જોઇએ. આને શુભ ગણવામાં આવે છે. આ બંને વાતને અનુસરવાથી માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે. જો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું હશે તો એનાથી મન આનંદિત રહેશે અને ઘરમાં હકારાત્મક લાગણીનો સંચાર થશે. Â પ્લાન્ટ્સની પોઝિટિવ સજાવટ ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા એ શુભ ગણવામાં આવે છે. સમૃદ્ધિ જળવાઇ રહે તે માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવો. જો તંદુરસ્તી ઇચ્છતાં હો તો ઘરમાં અશ્વગંધાનો છોડ રાખવો. જો તમે છોડને ડ્રોઇંગરૂમ કે બીજા કોઇ ઓરડામાં રાખવા ન ઇચ્છતાં હો તો આર્ટિફિશિયલ પ્લાન્ટ અને ફુલોથી પણ ઘરને સજાવી શકો છો. આનાથી ઘર સજાવેલું લાગશે અને મન શાંત અને પ્રફુલ્લિત રહેશે. સાથે જ ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘરની અંદર સૂકાયેલા ફુલ કે કાંટાવાળા છોડવા રાખવા નહીં. Â ફર્નિચરની ગોઠવણ ઘરમાં હકારાત્મક લાગણી ફેલાયેલી રહે એ માટે ફર્નિચરની યોગ્ય ગોઠવણ બહુ જરૂરી છે. ડ્રોઇંગરૂમમાં વચ્ચેના ભાગમાં ટેબલ કે બીજા ફર્નિચર ગોળ કે ચોરસ આકારના રાખવા. ત્રિકોણાકાર રાખવા નહીં. એકસરખા આકારના ફર્નિચર સમાનતાનો અને ગોળાકાર પૂર્ણતાનો ભાવ દર્શાવે છે. આવું ફર્નિચર ઘરમાં રાખવાથી ઘરના સભ્યો વચ્ચે સમજદારી અને એકતા જળવાઇ રહે છે. ત્રિકોણ આકૃતિ નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે. તે તમારા પરિવારમાં મતભેદ અને ઝઘડાનું કારણ બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.