સજાવટ:વોલપેપરથી સજાવો દીવાલ અને જૂનું ફર્નિચર

25 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું ઘર સૌથી સુંદર લાગે છે. ઘરને સુંદર બનવા માટે સજાવટ જરૂરી હોય છે અને સજાવટ માટે વોલપેપર સારો વિકલ્પ સાબિત થયો છે. ઘરને સજાવવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે. જો તમે તમારા ઘરને ઓછા ખર્ચામાં એકદમ અલગ લુક આપવા ઇચ્છતાં હો તો દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો. હાલમાં દીવાલોની સજાવટ પણ ઇન્ટિરિયર ડેકોરેશનનો મહત્ત્વનો હિસ્સો બની ગઇ છે. આનાથી દીવાલને નવો લુક મળે છે. આનાથી દીવાલને નવા રંગ-રૂપ મળે છે અને આખા રૂમની સુંદરતા ખીલી ઉઠે છે. વોલપેપરમાં પણ રંગ અને ડિઝાઇનના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જેની પસંદગી રૂમની બનાવટને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. ઘણી વખત રૂમને ધ્યાનમાં ન રાખીને માત્ર કલર અને ડિઝાઇનને ધ્યાનમાં રાખીને વોલપેપરની પસંદગી કરવામાં આવે તો રૂમની સુંદરતા વધવાને બદલે ઘટી જાય છે. જો રૂમ નાનો હોય અથવા તો પ્રકાશ ઓછો હોય તો આ મુદ્દો ધ્યાનમાં રાખીને જ વોલપેપરની પસંદગી કરવામાં આવે તો યોગ્ય છે. ફર્નિચરની સજાવટ : ઘરની અંદર લાગેલા દરવાજા ઘણા સાધારણ હોય તો તેનો લુક વોલપેપરથી બદલી શકાય. દરેક દરવાજા પર અલગ વોલપેપર લગાવી શકાય. આ સિવાય વોલપેપરને કેબિન અથવા ડ્રોઅરની ઉપર લગાવો. તેનાથી કેબિનને અલગ લુક મળશે. જરૂરી નથી કે આખા ડ્રોઅર પર લગાવો. કેટલાક હિસ્સા પર સાદો કાગળ લગાવી શકાય. ઘરમાં જૂના લાકડાના કબાટને ભંગારમાં આપવાનું વિચારતા હોવ તો તેના ડ્રોઅર કાઢીને દીવાલ પર આ રીતે સજાવી દો. વોલપેપરનો ઉપયોગ દીવાલની સુંદરતા વધારવા માટે જ નહીં પરંતુ સજાવટના સામાનમાં પણ થઈ શકે છે. સર્જનાત્મક સ્ટાઇલ : તમે વોલપેપરનો ક્રિએટીવ ઉપયોગ કરીને ઘરની અનેક વસ્તુઓને અલગ અલગ લુક આપી શકો છો. ઘરને સજાવતા પહેલાં ધ્યાન રાખો કે રૂમમાં ડાર્ક કલર તેમજ ડાર્ક કલરના વોલપેપરનો ઉપયોગ ન કરો કારણકે ડાર્ક કલરથી રૂમમાં લાઇટ ઓછી લાગે છે. જો તમે ડાર્ક કલરનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા રૂમમાં નેગેટિવ ઊર્જા આવે છે.

અન્ય સમાચારો પણ છે...