તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:પરોઢિયે થતો ઉત્કટ પ્રેમ

મેધા પંડ્યા ભટ્ટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણાં કપલ્સ વહેલી સવારે સમાગમ કરતામ હોય છે. તેનાથી આખો દિવસ મન પ્રફુલ્લિત રહે છે

જે રીતે નવા દિવસની શરૂઆત સ્વસ્થતા અને સુંદર વિચારોની સાથે કરીએ છીએ. તે જ રીતે પરોઢિયાના સમયમાં પતિ-પત્ની સમાગમ કરીને દિવસની તાજગીનો સૌથી શ્રેષ્ઠ અનુભવ કરી શકે છે. ઘણાં કપલ્સ વહેલી સવારે સમાગમ કરવાનું પસંદ કરતાં હોય છે. તેનાથી આખો દિવસ મન પ્રફુલ્લિત અને તન સ્ફૂર્તિલું રહે છે. સવારે કરવામાં આવતું લવમેકિંગ તમને તરોતાજા રાખે છે અને તેની અસર દિવસભરનાં કાર્ય અને વિચારો પર પણ પડતી હોય છે. તે વધારે સંતોષકારક સાબિત થાય છે. આખી રાત શરીરને જે આરામ મળ્યો હોય ત્યારબાદ થયેલી સમાગમરૂપી શારીરિક અને માનસિક કસરત ખરેખર તમ-મનને નવી ઊર્જા પૂરી પાડે છે. જલ્પા અને વિક્રમ બંને નોકરી કરે છે અને તેમના માતા-પિતા સાથે રહે છે. તેમને ત્રણ વર્ષનું બાળક છે. જલ્પા સવારે 10 વાગે ઓફિસ જાય તે પહેલાં સવારની રસોઇ અને બાળકની દિવસભરની બધી તૈયારી કરીને જાય છે. સાંજે સાત વાગે આવીને ઘરનાં કામમાં અને બાળકમાં વ્યસ્ત થઇ જાય છે. એક દિવસ અડધી રાત્રે વિક્રમ તેને પોતાના તરફ ખેંચી અને તેનાં શરીર સાથે રમવા લાગ્યો. તે સમયે જલ્પાને જરા પણ મૂડ નહોતો. તેણે વિક્રમને તે સમયે ના પાડી દીધી. બીજે દિવસે વિક્રમ ટિફિન લીધા વિના ઓફિસે જતો રહ્યો. ધીમે ધીમે તે બંને વચ્ચે અંતર આવવા લાગ્યું. ઘરમાં સાસુ આ બંનેનું એકબીજા સાથેનું વર્તન જોઇ રહ્યાં હતાં. તેમણે જલ્પાને એકલામાં બોલાવીને પૂછ્યું તો જલ્પાને શું કહેવું તે સમજાયું નહીં. સાસુએ સામેથી જ પૂછ્યું કે, તમારા બંને વચ્ચે સંબંધ તો સમયાનુસાર જળવાતો રહે છે ને...જલ્પાની આંખ ભીની થઇ ગઇ. સાસુને બધી વાત કરી. સાસુએ સમજાવ્યું કે પતિ અને પત્નીના બેડરૂમના સંબંધમાં જ્યારે પત્ની તેના પતિને સંબંધ બાંધવા માટે ના કહે કે તરછોડે તો તેવા સમયે તેમનો ઇગો સૌથી વધારે મોટો રહેતો હોય છે. જે જીવનમાં ખોટા માર્ગે દોરવાઇ જવા મજબૂર કરે છે. તેને સમય જતાં સાચવી લેવામાં જ સમજણ છે. સાસુમા એ તેને ઉપાય કહ્યો. રાત્રે જલ્પા અને વિક્રમ બંને રૂમમાં હતા તો જલ્પાએ વિક્રમના તકિયા પર એક સુંદર ગુલાબ મૂક્યંુ હતું. તે જોઇને વિક્રમનો ગુસ્સો થોડો ઓછો થયો. આજે સાસુમાએ નાના બાળકને પોતાની પાસે સૂવડાવ્યંુ હતું, જેથી દીકરા અને વહુમાં સમાધાન થઇ જાય. વિક્રમ તેના હાથને સ્પર્શ કરવા લાગ્યો કે તરત જ જલ્પાએ તેને કહ્યું કે, વિક્રમ આપણે વાત કરવી જરૂરી છે. તે વિક્રમની છાતી પર માથું મૂકીને કહેવા લાગી કે, બાળકનાં લીધે હું તમને સમય આપી નથી શકતી. ક્યારેક ઘરનાં કામને લઇને કે ઓફિસનાં કામને લઇને થાકનો અનુભવ થાય છે, જેથી હું પોતે પણ ખુશ રહી નથી શકતી. આ સંજોગોમાં મારે તમને જે સમય અને પ્રેમ આપવો જોઇએ તે આપી નથી શકતી. દીકરાને સૂવાડતી વખતે મોડી રાત થઇ જાય છે તેથી હું સમાગમ માટે તૈયાર નથી થઇ શકતી. શું આ ક્રિયા આપણે સવારના સમયે ન કરી શકીએ? વિક્રમ તેની વાતને સમજી ગયો. તે તરત ઊભો થયો અને બીજા રૂમમાં સૂતેલા દીકરાને લાવીને જલ્પાની બાજુમાં સૂવાડી દીધો. બીજા દિવસની સવારે વિક્રમે એક ગાઢ ચુંબન અને આલિંગનથી જલ્પાને ઊઠાડી. સાથે જ બંનેએ સમાગમનો ભરપૂર આનંદ માણ્યો. હવે વિક્રમને ક્યારેય જલ્પા તરફથી નારાજગી રહેતી નથી અને જલ્પા સંબંધને પહેલાંની જેમ જ સંપૂર્ણ સમય આપીને સાચવી શકે છે. ઘણા કપલ્સ એવાં હોય છે કે બંને નોકરી કરતા હોય છે. બેમાંથી એક વ્યક્તિને સમાગમની ઇચ્છા હોય તો તેને નારાજ કરવાના બદલે થાકીને આવ્યાં હોવા છતાંય બીજાએ પરાણે સમાગમમાં સહભાગી બનવું પડતું હોય છે. આવાં કપલ્સ પરોઢે સમાગમ કરી શકે છે. એકબીજાને ભરપૂર એનર્જી સાથે સંતોષ આપી શકે છે. વળી, બાળકો નાનાં હોય તેવાં કપલ્સ માટે આ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થાય છે. વહેલી સવારે બાળક સૂતું હોય તો તેવા સમયે તે બંને પોતાના માટે ક્વોલિટી ટાઇમ કાઢી શકે છે. આમ, પરોઢિયામાં પણ પ્રેમને પ્રસ્થાપિત કરવાનો રોમાંચ ગુમાવવો જોઇએ નહીં.

...............

અન્ય સમાચારો પણ છે...