પેરેન્ટિંગ:બાળકની હાઇટ વધારવામાં મદદ કરતી રોજબરોજની ટેવો

2 મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

બાળકની હાઇટ યોગ્ય રીતે વિકાસ પામે એ માટે તેને યોગ્ય પોષણ મળે એ જરૂરી છે. ઘણી વખત નાનપણમાં બાળકના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો એની બાળકની હાઇટ પર નકારાત્મક અસર પડતી હોય છે. બાળકની હાઇટ વધે એ માટે યોગ્ય આહારની સાથે સાથે એને રમવા માટે નિયમિત સમય આપવામાં આવે એ પણ બહુ જરૂરી છે. રોજબરોજની એવી કેટલીક આદતો છે જે બાળકની હાઇટ વધે એ માટે જરૂરી છે. રમતગમત છે જરૂરી જે રીતે શરીર માટે ભોજન જરૂરી છે એવી જ રીતે એના માટે રમતગમત પણ જરૂરી છે. હાલના સમયમાં જ્યારે માતા-પિતા બંને વ્યસ્ત રહે છે ત્યારે તેઓ ભાગ્યે જ બાળકને બહાર રમવા માટે લઇ જઇ શકે છે. આના કારણે બાળકનો માનસિક વિકાસ તો રૂંધાય જ છે પણ સાથે સાથે યોગ્ય રીતે શારીરિક વિકાસ ન થવાને કારણે આ વાતની હાઇટ પર પણ નકારાત્મક અસર થાય છે. આવું ન થાય એ માટે રોજ સાંજે થોડો સમય બાળકને ઘરની બહાર રમવા માટે મોકલો અને તેને મિત્રો બનાવવા માટે પ્રોત્સાહન આપો. આનાથી બાળક આનંદમાં રહે છે અને એની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતા વધે છે. વિટામિન-ડીનું લેવલ શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળે તો સારી રીતે શારીરિક વિકાસ થઇ શકે છે. બાળકોના વિકાસની વાત કરીએ તો તેમને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળી શકે એ માટે માર્કેટમાં અનેક ઉત્પાદન મળે છે. બાળકનો યોગ્ય વિકાસ થાય એ માટે એના આહારમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી હોય એ બહુ જરૂરી છે. આ માટે બાળકને તડકામાં રમવા દેવું જોઇએ. સવારનો કુમળો તડકો બાળકનાં હાડકાંના વિકાસ માટે બહુ જરૂરી હોય છે. બાળક જો રોજ આઉટડોર એક્ટિવિટી કરશે તો તેના શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળશે અને તેની હાઇટ વધશે. નિયમિત સાઇકલિંગ હાલમાં મોટાભાગના બાળકો મોબાઇલ અને લેપટોપ પર જ પોતાનો ક્વોલિટી ટાઇમ પસાર કરે છે. આના કારણે તેમના શારીરિક વિકાસમાં અવરોધ સર્જાય છે. આ‌વું ન થાય એ માટે બાળકને રોજ સાઇકલિંગ કરવા માટે રોજ બહાર મોકલો. આનાથી તેમનું શરીર એક્ટિવ બનશે અને એ હાઇટ વધારવામાં મદદ કરશે. સાઇકલિંગ કરવાથી પગની સારી એવી એક્સરસાઇઝ થાય છે અને શરીરને નવી ઊર્જા મળે છે. આના કારણે લંબાઇ ધીમે ધીમે વધવા લાગે છે. લંબાઇ વધારવાના ઘરેલુ ઉપાય તરીકે નિયમિત સાઇકલિંગ સારો વિકલ્પ છે. લટકવાની એક્સરસાઇઝ કરો નિયમિત રીતે લટકવાની એક્સરસાઇઝ કરવાથી હાઇટ વધવામાં મદદ મળે છે. લટકવાની એક્સરસાઇઝ કરવાથી હાથની મજબૂત બને છે અને કાંડું મજબૂત બને છે. જો બાળક આ એક્સરસાઇઝ રોજ કરે તો એનું શરીર શેપમાં આવવા લાગે છે તેમજ બોડી ટોન થાય છે. નિયમિત આ એક્સરસાઇઝ કરવાથી બાળકની લંબાઇ વધી શકે છે. દોરડાં કૂદવાં લંબાઇ વધારવા માટે તેમજ શરીરને ફિટ રાખવા માટે દોરડાં કૂદવાં એક સારી કસરત છે. આનાથી બાળકના શરીરને એક નવી ઊર્જા મળે છે અને એ બાળકમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. જો બાળક નિયમિત રીતે દોરડાં કૂદે તો એનો શારીરિક વિકાસ બીજા બાળકો કરતાં ઝડપી બને છે. આ એવી એક્સરસાઇઝ છે કે ઘરના એક ખૂણમાં પણ સહેલાઇથી કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...