પહેલું સુખ તે...:મસલ્સ મજબૂત બનાવવામાં મદદ કરતી રોજબરોજની પ્રવૃત્તિઓ

23 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

એક્સસાઇઝ કરવા માટે અલાયદો સમય કાઢવાનું કામ ખરેખર પડકારજનક છે. જોકે સદનસીબે રોજબરોજના જીવનની એવી કેટલીક પ્રવૃત્તિઓ છે જે તમને ફિઝિકલ એક્ટિવિટી ગોલમાં સફળતા મેળવવામાં મદદ કરે છે. અહીં રોજબરોજની એવી કેટલીક પ્રવૃત્તિઓ છે જે તમને મસલ્સ બનાવવામાં મદદ કરે છે. કામના સ્થળે જવા માટે વોકિંગ કે સાઇકલિંગ જો તમારા કામના સ્થળથી ઘરનું અંતર બહુ વધારે ન હોય હોય તો સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઓફિસ સુધી વોકિંગ કરવાનો કે સાઇકલિંગ કરવાનો વિકલ્પ સારામાં સારો છે. કામના સ્થળ સુધી વોકિંગ કે સાઇકલિંગ કરવાના બીજા અનેક ફાયદા છે. એના કારણે મૂડ સુધરે છે, સ્ટ્રેસમાં રાહત મળે છે, વજન કાબૂમાં રહે છે અને કાર્ડિયોવસ્ક્યુલર હેલ્થ જળવાયેલી રહે છે. ગાર્ડનિંગ કરો જો તમારા ઘરમાં ગાર્ડન હોય અને આમ છતાં તમે ગાર્ડનિંગમાં રસ ન લેતા હો તો ચોક્કસપણે ફિટનેસ જાળવવાની એક સારી તક ગુમાવી રહ્યા છો. જ્યારે પણ તક મળે ત્યારે ગાર્ડનિંગ કરવું જોઇએ કારણ કે એનાથી મસલ્સને એક્સરસાઇઝ તો મળે જ છે પણ બીજા પણ અનેક ફાયદા થાય છે. ગાર્ડનિંગ એ મોડરેટ ઇન્ટેન્સિટીવાળી એક્સરસાઇઝ છે પણ જો તમે સતત ખોદકામ કરવા જેવું ભારે ગાર્ડનિંગ કરી રહ્યા હો તો આકરી ફિઝિકલ એક્ટિવિટી જેવો ફાયદો મળી શકે છે. ગાર્ડનિંગમાં બોડી વેઇટ મૂવમેન્ટ તેમજ માટીકામ અને પ્લાન્ટની હેરફેર જેવા કામ કરવા પડે છે. આ તમામ એક્ટિવિટી સમગ્ર શરીરની ફિટનેસ ટ્રેનિંગમાં તેમજ વજનને કાબૂ રાખવામાં મદદ કરે છે. સીડીનો ઉપયોગ કરો જો તમારા ઘરમાં સીડી ન હોય અથવા તો તમે એનો લાંબા સમયથી ઉપયોગ ન કર્યો હોય તો પછી જ્યારે એનો ઉપયોગ કરવાના સંજોગો ઉભા થાય છે ત્યારે આ કામ બહુ પડકારજનક સાબિત થાય છે. આવું ન થાય એ માટે રૂટિન એક્સરસાઇઝમાં સીડીથી ચડ-ઉતર કરવાની આદત પાડવી જોઇએ. એક્સરસાઇઝમાં 10 મિનિટ સુધી ‘સ્ટેર સ્પ્રિન્ટ્સ’ કરી શકાય. આ એક્સરસાઇઝ 10 મિનિટ સુધી કરી શકાય. એમાં પહેલાં 10 સેકંડ સુધી શક્ય એટલી ઝડપથી સીડી ચડવી જોઇએ અને પછી 20 સેકંડ સુધી આરામથી સીડી ચડો. આ એક્સરસાઇઝનું 10 મિનિટ સુધી પુનરાવર્તન કરો. ઘરની સાફસફાઇ ક્લિનિંગ અને રિપેરિંગનું કામ શરીરને વર્કઆઉટનો ફાયદો તો આપે જ છે પણ સાથે સાથે સ્ટ્રેસ લેવલમાં ઘટાડો કરીને માનસિક રાહત પણ આપે છે તમે જેટલું આકરું ઘરકામ કરશો એટલા તમારા મસલ્સ મજબૂત બનશે અને વધારેને વધારે કેલરીનું દહન થશે. વેક્યુમ ક્લિનિંગ કરવાથી, ફર્શ પર પોતું કરવાથી કે પછી ડસ્ટિંગ કરવાથી મસલ્સની સ્ટ્રેન્થ વધે છે. ભારે વસ્તુને આગળ-પાછળ ખસેડવાની એક્ટિવિટી કરવાથી કે પછી ઊંચે રહેલી વસ્તુને ગોઠવવાના પ્રયાસો કરવાથી પેટના અને પગના સ્નાયુઓઓ મજબૂત બને છે. ઘરની લોન્ડ્રી માટે આકરી મહેનત કરવાથી કે પછી ભારે વર્કઆઉટ કરવાથી કે પછી ફર્નિચર ગોઠવવાથી લેગ વર્કઆઉટનો બહુ સારો ફાયદો થાય છે અને અપર બોડી તેમજ ખભાઓના સ્નાયુઓ મજબૂત બને છે. વસ્તુ ઉંચકીને માથાના લેવલથી ઉપર મૂકવાથી ખભા અને હાથના સ્નાયુઓને શેપ આપવામાં અને એને મજબૂત કરવામાં મદદ મળે છે. ઘરની બારી અને બીજી સપાટીઓને સાફ કરવા માટે મહેનત કરવાથી હાથના સ્નાયુઓની સારી એવી એક્સરસાઇઝ થાય છે. જો આ કામ માટે તમારે અંગૂઠાના આધારે ઊંચા થવું પડતું હોય તો ‘કાફ મસલ્સ’ પણ એક્ટિવેટ થાય છે. ઘરના ભારે ફર્નિચર અને વસ્તુઓને ખસેડવાથી જિમમાં વેઇટ મશીન પર વર્કઆઉટ કરવાથી જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો થાય છે. જો તમે ગ્રોસરી ભરેલો થેલો લઇને પગથિયાં ચડો તો આ એક્ટિવિટી જિમમાં કેટલબેલ્સ લઇને સ્ટેપ-અપ કરવાની એક્ટિવિટી જેટલી જ ફાયદાકારક છે. જાતે ભોજન બનાવો શરીરને સપ્લિમેન્ટમાં પોષકતત્ત્વો આપવાને બદલે જાતે પોતાનું ભોજન બનાવીને એ ખાવાથી વધારે ફાયદો થાય છે. કુકિંગ એ વધારાની કેલરી બાળવા માટે, હાડકાંની સ્વસ્થતા માટે અને મસલ્સની સાઇઝ અને સ્ટ્રેન્થ વધારાનો આ સારામાં સારો ઉપાય છે. જમ્યા પછી વાસણ સાફ કરવાથી પણ વર્કઆઉટ કરવાનો ફાયદો મળે છે. જ્યારે તમે પોટમાંથી સર્વિંગ ડિશમાં ભોજન ટ્રાન્સફર કરો છો અને થોડા સમય સુધી ભારે પોટ પકડી રાખો છો ત્યારે હાથના સ્નાયુઓને સારી એવી કસરત મળે છે. આ કામ બહુ પડકારજનક છે અને એના માટે હાથ અને ખભાના સ્નાયુઓને ભારે મહેનત કરવી પડે છે. જોકે એના કારણે આ સ્નાયુઓ વધારે મજબૂત બને છે. બાળકો સાથે રમો જો તમારા પોતાનાં બાળકો હોય અથવા તો તમારા પરિવારમાં બાળકો હોય તો તમને એ વાતનો ખ્યાલ જ હશે કે બાળકો સાથે રમવાની પ્રક્રિયા કેટલી થકવી દે છે. જોકે આ વાત સારી પણ છે. બાળકો સાથે રમવાની એક્ટિવિટીનો સમાવેશ મોડરેટ અથવા તો આકરી ફિિઝકલ એક્ટિવિટીમાં કરી શકાય. તમે બાળક સાથે કઇ રમત રમો છો એના પરથી નક્કી કરી શકાય કે એ મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી છે કે આકરી ફિઝિકલ એક્ટિવિટી. આમ, તમે બાળક સાથે રમીને વધારાની કેલરી બાળી શકો છો તેમજ મસલ્સ બિલ્ડ કરીને વધારે મજબૂત બનાવી શકો છો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...