સજાવટ:ઘરમાં બનાવો અલાયદો યોગ કોર્નર

14 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

જો નિયમિત રીતે યોગની પ્રેકટિસ કરવામાં આવે તો ચોક્કસપણે એનો ફાયદો થાય છે. ઘરમાં યોગ કરવાની મજા આવે એ માટે ઘરમાં એક એવો ખૂણો હોવો જોઇએ નિયમિત રીતે યોગ કરવાની પ્રેરણા આપે. જો થોડા પ્રયાસ કરવામાં આવે તો ઘરમાં પોઝિટિવ ઊર્જાથી છલકાતો યોગ કોર્નર બનાવવાનું કામ મુશ્કેલ નથી.
યોગ માટે ખાસ કોર્નર
જો તમે નિયમિત રીતે ઘરમાં જ યોગની પ્રેક્ટિસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો એ માટે ખાસ કોર્નરની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઘરમાં રોગ અલગ અલગ જગ્યાએ યોગ કરવાને બદલે એક નિશ્ચિત જગ્યાએ યોગની પ્રેક્ટિસ થાય એ ઇચ્છનીય છે અને તો જ વધારે સારું પરિણામ મળશે. જેવી રીતે વર્ક ફ્રોમ હોમ વખતે તમે ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ વર્ક સ્ટેશન ઉભું કર્યું હતું એવી જ રીતે યોગ પ્રેક્ટિસ કરવા માટે ઘરમાં જ એક શાંત અને સ્વચ્છ જગ્યાએ યોગ કોર્નર તૈયાર કરવો જોઇએ. આના કારણે એક ડિસિપ્લિન કેળવાય છે. આ જગ્યાની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે ત્યાં શક્ય એટલું ઓછું ડિસ્ટર્બન્સ હોય.
કેવી જગ્યાની પસંદગી?
યોગ કોર્નર બનાવવા માટે તમારા બેડરૂમના કોર્નરની પસંદગી કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ કારણ કે બેડરૂમનો ઉપયોગ મોટાભાગે સૂવા માટે અને રિલેક્સ થવા માટે કરવામાં આવતો હોય છે. બેડરૂમની અને યોગ કોર્નરની વાઇબ્સ એકબીજા કરતા સાવ અલગ પ્રકારની હોવી જોઇએ. આ બંને વાઇબ્સ એકબીજાથી એટલી અલગ હોય છે કે તેમને ભેગી કરવી બિલકુલ યોગ્ય નથી. આ યોગ કોર્નરમાં શક્ય એટલું ઓછું ડિસ્ટર્બન્સ હોય એ ઇચ્છનીય છે. આ કારણે જ યોગ કોર્નર રસોડા કે પછી લિવિંગ રૂમથી દૂર જ રાખવો જોઇએ.
હવાદાર કોર્નર
આ યોગ કોર્નરમાં પૂરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ અને હવા આવતી હોય એ વાતનો ખ્યાલ રાખવો. આના કારણે ગાર્ડન, બાલ્કની કે ટેરેસ યોગ કોર્નર બનાવવા માટે સારામાં સારી પસંદગી છે.
યોગ કોર્નરનું ડેકોર
યોગ કોર્નરને દરેક વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે સજાવી શકે છે. આ સજાવટ વ્યક્તિત્વ પ્રમાણે હોય છે. આ યોગ કોર્નરને બાકીના રૂમથી અલગ પાડવા માટે સાદા વોલપેપર કે પછી સ્ટિકરનો ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...