ફિટનેસ મંત્ર:રિલેશનશિપને મજબૂત બનાવે કપલ યોગ

14 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

દરેક સંબંધને મજબૂત બનાવવા માટે એને સમય આપવો બહુ જરૂરી છે. આજના અત્યંત વ્યસ્ત જીવનમાં જ્યારે વ્યક્તિ માટે પોતાનો માટે સમય કાઢવો મુશ્કેલ બની રહ્યો છે ત્યારે પાર્ટનર માટે સમય કાઢવા માટે બહુ ડેડિકેશનની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જો કપલ એકબીજા સાથે ‘કપલ યોગ’ની પ્રેકટિસ કરે તો તેમનો સંબંધ વધારે મજબૂત બની શકે છે. કપલ યોગ તમને તમારા લાઇફ પાર્ટનર સાથે શારીરિક અને ક્રિયાત્મક રીતે જોડાણ સાધવામાં મદદ કરે છે. આના કારણે બંને પાર્ટનર વચ્ચે નિકટતા વધે છે. શ્વાસ, સ્પર્શ, ગતિ અને આત્મિયતાના માધ્યમથી કપલ યોગ બે વ્યક્તિઓને એકબીજાની નિકટ લાવવામાં મદદ કરે છે અને એના કારણે જીવનસાથી સાથેના સંબંધ સુદૃઢ
બને છે.
સામાન્ય રીતે કપલ એકબીજા સાથે વધારેને વધારે સમય ગાળવાનું પસંદ કરે છે અને કપલ યોગ તેમને આ તક આપે છે. કપલ યોગના માધ્યમથી પાર્ટનર એકબીજા સાથે ખુલ્લા દિલથી તાદાત્મય સાધી શકે છે જેના કારણે તેમના જીવનની સમસ્યા તો આપોઆપ ઉકેલાઇ જાય છે. જીવનમાં સમસ્યાનું પ્રમાણ ઘટવાથી કપલના સંબંધો વધારે મધુર બને છે. જો કોઇ દંપતિનો સંબંધ ખરાબ તબક્કામાંથી પસાર થતો હોય તો સાથે નિયમિત રીતે યોગ કરવાથી ચોક્કસપણે ફાયદો થાય છે. આમ, કપલ યોગ સંબંધો સુધારવામાં મદદ મળે છે. જો કપલ નીચેના આસન નિયમિત રીતે કરે તો રિલેશનશિપને મજબૂત બનાવી શકાય છે.
પ્રસરિતા પદોત્તાનાસન
નિયમિત રીતે આ આસન કરવાથી ઊર્જાનું સ્તર વધે છે. આના કારણે યૌવન ઊર્જાવાન તેમજ તાજગીસભર રહે છે.
આસન કરવાની રીત: આ મુદ્રામાં પગને સમાન રીતે ફેલાવો અને હાથને હિપ્સ પર રાખો. શ્વાસ લેતી વખતે હાથ ઉપર ઉંચા કરો અને શ્વાસ છોડતી વખતે કમરથી આગળ ઝુકાવો. હવે કોણીને જમીન પર આરામ આપો, ખભા સીધા રાખો અને આંગળીઓને એકસાથે પકડો. હવે માથું જમીન પર રાખો. જો માથું જમીન સુધી પહોંચી શકતું નથી, તો તમે યોગ બ્લોકનો ઉપયોગ કરીને તેના પર માથું રાખી શકો છો. આ મુદ્રામાં 10 વાર શ્વાસ લો અને છોડો. હવે શ્વાસ લેતી વખતે સીધા ઊભા રહો અને તમારા હાથને કમર પર રાખો.
અર્ધ ચંદ્રાસન
અર્ધ ચંદ્રાસન તમારા અને તમારા સાથી વચ્ચે સમન્વય અને સંતુલનની ભાવનાને વધારે સારી બનાવે છે. આના કારણે યૌન શક્તિમાં વધારો થાય છે. આના કારણે જાતીય સંબંધ વધારે સારી રીતે માણી શકાય છે.
આસન કરવાની રીત : તમારા જમણા પગને હથેળીની વચ્ચે રાખો અને ડાબા પગને પાછળની તરફ લઇ જાઓ. ઊંડો શ્વાસ લઇને શરીરના ઉપરના હિસ્સાને પાછળની તરફ વાળો. શ્રોણિ વિસ્તારને પાછળની તરફ ધકેલો. આ આસન ભારે શરીરને પણ લચીલું બનાવી શકે છે. ‌

અન્ય સમાચારો પણ છે...