તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:કૂલ કૂલ કફ્તાન : હોટ લુક આપતાં સ્ટાઇલિશ સમરવેર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કફ્તાન મલ્ટિપર્પઝ ગાર્મેન્ટ છે. ઘરમાં આખો દિવસ પહેરી શકાય અને એને નાઇટવેઅર તરીકે પણ પહેરી શકાય છે

નાળામાં ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે સ્ટાઇલિશ કફ્તાન આધુનિકાઓની પહેલી પસંદ બની રહ્યા છે. હાલમાં કોરોનાકાળમાં મોટાભાગનો સમય ઘરમાં રહેવું પડે છે ત્યારે ડ્રેસ અને સાડી જેવા પરંપરાગત વસ્ત્રો પહેરવાથી અકળામણ થાય છે. આ સંજોગોમાં લૂઝ ફિટિંગનાં કફ્તાન પહેરવામાં તો આરામદાયક છે જ પણ સાથે સાથે સ્ટાઇલિશ લુક પણ આપે છે. } મલ્ટિપર્પઝ કફ્તાન કફ્તાન મલ્ટિપર્પઝ ગાર્મેન્ટ છે. ઘરમાં આખો દિવસ પહેરી શકાય અને એ સિવાય એને નાઇટવેઅર તરીકે પણ પહેરી શકાય. સ્ટાઇલિશ કફ્તાન બીચ હોલિડે પર કે પાર્ટીવેઅર તરીકે પણ પહેરી શકાય. જોકે કફ્તાનની પસંદગી કરતી વખતે એના મટીરિયલનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં પહેરવા માટે કોટન, મલ કે પછી શિફોનનાં કફ્તાન પસંદ કરી શકાય જ્યારે બહાર સેટિન કે હેવી જ્યોર્જેટ સારું લાગશે. કફ્તાન આઉટિંગમાં હાઈ હીલ્સની સેન્ડલ સાથે પણ સારું લાગશે અને ઘરમાં હોમ સ્લિપર્સ સાથે પણ. કફ્તાન ઘરની અંદર અને બહાર પ્રેઝન્ટેબલ લુક આપે છે. } અલગ અલગ પેટર્ન એક લંબચોરસ કાપડને નેકલાઇન અને બાંય માટેનો કટ આપીને બનાવેલાં લૂઝ ફિટિંગ કફ્તાનને પણ સ્ટાઇલિશ બનાવી શકાય. સેટિનનાં કફ્તાન પર એક જાડો બેલ્ટ પહેરી લેવાથી એ પરફેક્ટ પાર્ટીવેઅર બની જશે. કફ્તાનમાં પણ અલગ અલગ પેટર્ન અને ડિઝાઇન ઉપલબ્ધ છે. પગની પાની પણ ઢંકાઈ એટલી લંબાઇ ધરાવતા કફ્તાનથી માંડીને ગોઠણ સુધીની લંબાઇનાં કફ્તાન માર્કેટમાં ડિમાન્ડ છે. આ કફ્તાનમાં ફ્લોરલ પ્રિન્ટ, બાટિક પ્રિન્ટ અને બીજી અનેક પ્રિન્ટ મળે છે. કફ્તાનને અલગ લુક આપવા તમે ગળા પર એમ્બ્રોઇડરી કરી શકો છો.

} વિન્ટેજ સ્ટાઇલ કફ્તાન : ટ્રેડિશલ અને વિન્ટેજ સ્ટાઇલના કફ્તાન વ્યક્તિત્વને બ્રાઇટ લુક આપે છે. આ સ્ટાઇલનાં કફ્તાનમાં તમે પસંદગીનો કટ અને ડિઝાઇન પસંદ કરીને એકદમ ટ્રેન્ડી અને ફેશનેબલ લુક મેળવી શકો છો. } કફ્તાન મેક્સી ડ્રેસ : હાલમાં ઓવરસાઇઝ ડ્રેસિંગ લોકપ્રિય બન્યું છે કારણ કે એ ગરમીમાં રાહત આપે છે અને સાથે સાથે સ્ટાઇલિશ પણ લાગે છે. આ સંજોગોમાં માનુનીઓને કફ્તાન મેક્સી ડ્રેસ બહુ પસંદ પડી રહ્યા છે. આ ડ્રેસ રિગલ, પોશ અને સોફિસ્ટિકેટેડ લુક આપે છે. } ઓફ-શોલ્ડર કફ્તાન : ઓફ-શોલ્ડર સ્ટાઇલ ફરી ફેશનની દુનિયામાં ટ્રેન્ડમાં છે. આ સ્ટાઇલ માનુનીઓનાં કોલરબોનને બહુ સારી રીતે હાઇલાઇટ કરે છે. બોલ્ડ ડ્રેસિંગ કરવાની શોખીન યુવતીઓને કફ્તાનની આ સ્ટાઇલ બહુ પસંદ પડે છે. આમાં વન સાઇડ ઓફ શોલ્ડર સ્ટાઇલ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. } મિડિ કફ્તાન ડ્રેસ : સામાન્ય રીતે કફ્તાનની લંબાઇ થોડી વધારે હોય છે પણ એમાં થોડી ઓછી લંબાઇનાં મિડિ કફ્તાન ડ્રેસ પણ ઉપલબ્ધ છે. એમાં પણ અનેક પ્રકારના ફેબ્રિક અને ડિઝાઇન મળી જાય છે. આમાંથી તમારા વ્યક્તિત્વને સેટ થાય એવી ડિઝાઇન પસંદ કરવી જોઇએ. } એબસ્ટ્રેક્ટ ડિઝાઇનવાળાં કફ્તાન : હાલમાં એબસ્ટ્રેક્ટ ડિઝાઇનવાળાં કફ્તાન સૌથી વધારે ટ્રેન્ડમાં છે. આ ડિઝાઇન ટૂંકી લંબાઇવાળાં કફ્તાનમાં વધારે જોવા મળે છે. જે યુવતીઓની લંબાઇ ઓછી હોય છે એ આ ડિઝાઇનવાળું કફ્તાન પહેરે તો તેમની હાઇટ થોડી વધારે લાગે છે અને સાથે સાથે ટ્રેન્ડી અને બોહો લુક પણ મળે છે. } સાઇડ સ્લિટવાળાં સ્ટ્રેટ કફ્તાન : સાઇડ સ્લિટવાળાં સ્ટ્રેટ કફ્તાન એને પહેરનાર યુવતીને ગ્લેમરસ લુક આપે છે. એ ફેશનેબલ લાગે છે અને સાથે સાથે બીચ સાઇડ પર પહેરવા માટે પરફેક્ટ વિકલ્પ છે. આ સ્ટાઇલ દરેક વયની યુવતી પર સારી લાગે છે.

અન્ય સમાચારો પણ છે...