તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:બોલ્ડનેસ અને બ્યૂટીનો સંગમ પ્લંજિંગ નેકલાઇન

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લંજિંગ નેકલાઇન ટોપથી માંડીને ગાઉન જેવા આઉટફિટમાં લોકપ્રિય છે. જોકે આવી નેકલાઇન પહેરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો એ વિચિત્ર લાગી શકે છે

આધુનિકાઓ સ્ટાઇલિશ દેખાવા માટે આઉટફિટ પર જ નહીં પણ સ્ટાઇલ તેમજ પેટર્ન પર પણ એટલું જ ધ્યાન આપે છે. સ્લિટ લુકથી માંડીને કટ શોલ્ડર સ્ટાઇલ સિમ્પલ આઉટફિટને પણ ખાસ બનાવી દે છે. હાલમાં ફેશનિસ્ટાઓમાં પ્લંજિંગ નેકલાઇન ફેવરિટ છે. પ્લંજિંગ નેકલાઇન ટોપથી માંડીને ગાઉન જેવા આઉટફિટમાં લોકપ્રિય છે. જોકે આવી નેકલાઇન પહેરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો એ વિચિત્ર લાગી શકે છે. જો પ્લંજિંગ નેકલાઇન સાથે પરફેક્ટ લુક જોઇતો હોય તો એ માટે પણ કેટલાક નિયમો છે }વી શેપની પસંદગી કરો પ્લંજિંગ નેકલાઇનમાં સ્માર્ટ લાગવું હોય તો વી શેપની નેકલાઇન પસંદ કરો. એનાથી તમારો લુક તો સ્ટાઇલિશ લાગશે જ પણ તમે બ્રેસ્ટ એરિયાને પણ સારી રીતે કવર કરી શકશો. કોઇ અન્ય શેપની નેકલાઇનમાં ક્યારેક વોર્ડરોબ માલફંક્શન થવાની શક્યતા રહે છે. }બોડી ટાઇપને ધ્યાનમાં રાખો જો તમે પ્લંજિંગ નેકલાઇન આઉટફિટમાં સ્ટનિંગ લુક મેળવવા ઇચ્છતા હો તો બોડી ટાઇપને હંમેશાં ધ્યાનમાં રાખો. જો તમારો નિતંબ એરિયા ભારે હોય તો કે પછી બોડી અવર ગ્લાસ ટાઇપની હોય તો પ્લંજિંગ નેકલાઇનનો ડ્રેસ પહેરવાનો વિકલ્પ સારો છે કારણ કે એ પહેરવાથી હિપ્સ એરિયા પર ઓછા લોકોનું ધ્યાન જશે. પ્લંજિંગ નેકલાઇન પહેરતી વખતે ડીપનેસનું ધ્યાન રાખો અને યોગ્ય ડીપનેસ પસંદ કરીને લુકનેવધારે આકર્ષક બનાવી શકાય છે. એ વાતનું ધ્યાન રાખો કે ડીપનેસ એટલી બધી ન હોય કે બેલી બટન દેખાવા લાગે કારણ કે એનાથી લુક ખરાબ થઇ જશે. }અયોગ્ય લોન્જરી બગાડી દેશે લુક જો તમે પ્લંજિંગ નેકલાઇનવાળો ડ્રેસ કે આઉટફિટ પહેરવા ઇચ્છતા હો તો એની સાથે પહેરવા માટે યોગ્ય લોન્જરીની પસંદગી કરો. પ્લંજિંગ નેકલાઇનવાળો ડ્રેસ પહેર્યા પછી એની અંદરથી જો તમારી લોન્જરી દેખાય તો આખો લુક બગડી જશે અને તમે આખી પાર્ટી દરમિયાન કપડાં જ સરખાં કરતાં રહેશો. પ્લંજિંગ નેકલાઇનવાળા આઉટફિટ સાથે પહેરવા માટે બેકલેસ, સ્ટ્રૈપલેસ અથવા તો યોગ્ય પ્રકારની બ્રા જરૂરી છે. }આત્મવિશ્વાસ સાથે પહેરો આઉટફિટ કોઇ પણ આઉટફિટ આત્મવિશ્વાસ સાથે પહેરો એ જરૂરી છે. જો તમે પ્લંજિંગ નેકલાઇન પહેરીને કમ્ફર્ટેબલ ન હો તો સાથે એક સ્ટોલ રાખો. આ સ્ટોલ લુકને આકર્ષક બનાવશે તેમજ પ્લંજિંગ નેકલાઇનને પણ આકર્ષક બનાવશે. વધારે ગ્લેમરસ લુક માટેપ્લંજિંગ નેકલાઇનવાળા ડ્રેસ સાથે હીલ્સ પહેરી શકો છો. આ આઉટફિટ સાથે યોગ્ય એક્સસરીઝની પસંદગી લુક જ બદલી નાખે છે. જો તમે પ્લંજિંગ નેકલાઇનવાળા ડ્રેસની પસંદગી કરી હોય તો એક્સેસરી ગળાના ભાગને હાઇલાઇટ કરતી હોવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...