તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નહીં છાનું નહીં છપનું:પ્રેમમાં એકરાર જરૂરી...પણ ક્યારે?

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘણાં સમજ્યાં-વિચાર્યા વગર પ્રેમનો એકરાર કરી નાખે છે. જો આ એકરારનો સમય યોગ્ય ન હોય તો આવા કિસ્સામાં વાત વણસી જવાની પણ શક્યતા છે

- નવ્યા રાવલ

વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેને દુનિયા રંગીન લાગવા લાગે છે અને મનમાં અનેક ભાવ આકાર લેવા લાગે છે. જોકે પ્રેમને મનમાંને મનમાં રાખવાનો કોઇ અર્થ સરતો નથી અને પ્રેમનો એકરાર યોગ્ય સમયે થઇ જાય એ જરૂરી છે. જોકે આ યોગ્ય સમય દરેક વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પ્રમાણે અલગ અલગ હોય છે. ઘણાં લોકો સમજ્યાં-વિચાર્યા વગર પ્રેમનો એકરાર કરી નાખે છે. જો આ એકરારનો સમય યોગ્ય ન હોય તો આવા કિસ્સામાં વાત વણસી જવાની પણ શક્યતા છે. પ્રેમનો એકરાર કે કબૂલાત કરવા માટે ઓછામાં ઓછો છ મહિનાનો સમય અત્યંત જરૂરી છે. થોડા સમય પહેલાં હાથ ધરાયેલા એક સર્વેમાં માહિતી મળી હતી કે જે લોકો પોતાના પાર્ટનરને આઈ લવ યુ કહેવામાં છ મહિના કે તેથી થોડો વધુ સમય લે છે તેમના સંબંધો મજબૂત થવાની સાથે સાથે જ તેમની રિલેશનશિપ લગ્નમાં પરિણામવાની શક્યતા પણ વધી જાય છે. આ સર્વેમાં એવું તારણ નીકળ્યું હતું કે પોતાના પાર્ટનરને જ પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો દરજ્જો આપવા માટે ઓછોમાં ઓછો છ મહિનાનો સમય તો લાગે જ છે.

ઘણા લોકો પ્રેમમાં પડવા માટે તલપાપડ હોય છે. તેમને પસંદગીનો ચહેરો કે વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ મળી જાય કે તેના 2-3 કલાકની અંદર જ તેની સમક્ષ પ્રેમનો એકરાર કરી લે છે. જોકે સ્ત્રીઓની તુલનાએ પુરુષોમાં આ વલણ વધારે જોવાયું છે. રિલેશનશિપ એક્સપર્ટ્સના મતે આ પ્રકારના સંબંધો લાંબા સમય સુધી ટકાવી રાખવા મુશ્કેલ હોય છે. જેટલી જલદી આવા સંબંધો બંધાય છે તેટલી જ ઝડપથી તૂટી પણ જતાં હોય છે. આ વાતનું ધ્યાન રાખવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો