તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:તનની તૃપ્તિનું મન કરે સમાધાન

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાગણી અને પ્રેમની પરાકાષ્ઠાને સમજવા માટે આકર્ષણની વાતો મુક્ત મને કરવી દરેક યુગલ માટે જરૂરી છે

- મેધા પંડ્યા ભટ્ટ

ઉંમરના સીમાડા બદલાય એટલે મનની સાથે તનની ઇચ્છાઓમાં પણ ફેરફાર થતા જોવા મળે છે. આવી જ ઇચ્છાઓ દિવ્યાના મનમાં પણ થઇ રહી હતી. ઉંમરના 26માં વર્ષમાં તેણે પ્રવેશ કરી લીધો હતો અને હવે તેનું મન સતત વિચલિત રહેતું હતું. તનની ઇચ્છાઓ પર કાબૂ નહોતો અને મનને મનાવવું હવે તેના માટે મુશ્કેલ બની રહ્યું હતું. સંતોષ સાથે તેની સગાઇ થઇ ગઇ હતી અને બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. આ વર્ષે બંનેના લગ્ન થવાના હતા, પણ દેશમાં ફેલાયેલા રોગચાળાને લઇને તે શક્ય ન બન્યું અને હવે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે. સંતોષ અને દિવ્યા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને બંને તેમના સંબંધને લઇને વફાદાર છે. લગ્નને લઇને ઉત્પન્ન થનારા આવેગો બંને માટે એકસરખા છે. તન અને મનની પરિસ્થિતિ બંનેની એકસરખી છે. સંતોષ થોડો બોલવામાં સંકોચ અનુભવે તેવો પણ દિવ્યા તેના ભાવિ પતિ સાથે તેની ઇચ્છાના આવેગો વિશે ચર્ચા કરતી રહે છે.

સંતોષને તેની વાતો સાંભળીને આનંદ થતો હતો કે દિવ્યા જેવી યુવતી તેની પત્ની બનવાની છે. જે તેની સાથે કામેચ્છાની દરેક પ્રકારની વાતો કરે છે. સંતોષ આ વાત સાંભળીને જ રોમાંચિત થઇ જતો અને દિવ્યા પ્રત્યે તેને અનહદ ખેંચાણ થવા લાગ્યું હતું. તેને મનમાં ને મનમાં વિચારો આવવા લાગ્યા કે લગ્નની પહેલી રાત તે બંનેની યાદગાર રાત બની રહેશે. દિવ્યા જે રીતે વાતો કરતી તે સાંભળીને હવે તો સંતોષને પણ કલ્પનાઓ થવા લાગી અને તેને પણ સપનાં આવવા લાગ્યા. આ સપનાંને કારણે તે પોતાના લગ્નજીવનને માણવાની આતુરતાથી રાહ જોવા લાગ્યો અને લગ્નના નામે તેનામાં ઉત્સાહનો સંચાર થઇ જતો.

દરેક ભાવિ પતિ-પત્નીને આ પ્રકારનો રોમાંચ એકબીજા માટે થતો જ હોય છે. તેમની વચ્ચે શરીરનું આકર્ષણ પણ વધતું જતું હોય છે. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવવા લાગે તો સામાન્ય પ્રેમની વાતો દૂર થઇ જાય છે અને ફક્તને ફક્ત શારીરિક આકર્ષણની વાતોની આપ-લે થવા લાગે છે. જે બંનેને એકબીજા પ્રત્યે વધારે ખેંચાણ ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. આજના સમયના યુવક અને યુવતીઓ શારીરિક સંબંધોની બાબતમાં ખૂબ જ સ્પષ્ટ બની ગયા છે. તેમને એકબીજા સાથેનો શારીરિક સંબંધ હંમેશા યાદગાર રહે તેવી ઇચ્છાઓ રહેતી હોય છે. શરીરમાં ઉત્પન્ન થતો કામાગ્નિ તીવ્ર બને ત્યારે મનગમતા પાત્ર સાથે જાતીય સંબંધ બાંધવાની સતત ઇચ્છા થતી હોય છે. એકબીજા માટે શારીરિક આકર્ષણનો રોમાંચ થવો પણ એક અદ્ભૂત ઘટના છે. સંપૂર્ણ પ્રેમની પરાકાષ્ઠાને જ્યારે ફક્ત સ્વપ્નમાં જ માણવાની હોય તો તેના માટે નિંદરની જરૂર પડતી નથી. જ્યારે આવા વિચારોની આપ લે ભાવિ પતિ કે પત્ની સાથે થાય તો આપોઆપ તેના માટે આકર્ષણ થઇ જાય અને તેના વિશેના જ વિચારો આવે તે સ્વાભાવિક છે. આવા વિચારોની આપ લે કરવી ખરેખર ફરજિયાત છે અને સંબંધને વધારે ગાઢ બનાવે છે.

જોકે કેટલાક યુવકો અને યુવતીઓ તેને ખોટી રીતે પણ લેતા હોય છે. ભાવિ પતિ કે પત્ની સાથે લગ્ન બાદ ન ગમતું હોય તે પ્રકારે પણ શારીરિક સંબંધને બાંધવામાં તેઓને તકલીફ હોતી નથી, પણ મનની વાતો કરવાથી બંને એકબીજા વિશે ખોટા અનુસંધાનો બાંધી લેતા હોય છે. આવા ખોટા વિચારોને મનમાંથી દૂર કરીને મુક્ત મને બંનેએ ચર્ચા કરવી જોઇએ. સંબંધમાં અને જાતીયતાના મામલામાં એકબીજાનું જે જ્ઞાન હોય તે આપ-લે કરવી જોઇએ. જેથી એકબીજા સાથે એકબીજા દ્વારા સંતોષપૂર્વકનું શરીરસુખ માણી શકાય. મનમાં ઉત્પન્ન થતા આવેગો વિશે પણ વાતચીત કરવી જોઇએ. ઘણીવાર આ પ્રકારની વાતચીતથી પણ મનને અને તનને સંતોષ મળી જતો હોય છે. મન હળવું થવાથી તનની પ્રક્રિયા પણ હળવી થઇ જતી હોય છે. લાગણી અને પ્રેમની પરાકાષ્ઠાને સમજવા અને તેનો આનંદ લેવા માટે શારીરિક સંબંધની વાતો મુક્ત મને કરવી દરેક યુગલ માટે જરૂરી છે. જો આ વાતની ચર્ચા મુક્તમને કરવામાં આવે તો જ સાથીને તમારા ગમા અને અણગમાની લાગણી વિશે સ્પષ્ટ રીતે ખબર પડશે જેની તમારા સંબંધો પર હકારાત્મક અસર જ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો