તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર પૂછે સવાલ:પીરિયડ્સ અને લગ્નની તારીખ સાથે આવે છે...

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

- વનિતા વોરા

પ્રશ્ન : પીરિયડ્સ અને લગ્નની તારીખ એકસાથે આવે છે. હું શું કરું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : કોઇપણ યુવતી માટે લગ્નનો દિવસ બહુ ખાસ હોય છે. જો આ દિવસની સાથે કોઈ પણ છોકરી માટે લગ્નનો દિવસ ખૂબ જ વિશેષ હોય છે અને કોઈ પણ કારણોસર તે તે ખાસ દિવસ બગાડવા માંગતી નથી.પીરિયડ્સ કોઈ પણ સ્ત્રીનાં શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે અને દર મહિને છોકરીઓને આ દિવસોમાંથી પસાર થવું પડે છે. જો તમારી પીરિયડની તારીખ અને લગ્નની તારીખ એકસરખી છે, તો થોડા દિવસ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોકટરની દવા સાથે તમે પીરિયડ્સની તારીખ ચારથી પાંચ દિવસ સુધી લંબાવી શકો છો પરંતુ કોઈ નિર્ણય લેતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો. જો દવા લીધા પછી પણ જો લગ્નના દિવસે અચાનક જ પીરિયડ શરૂ થઇ જાય તો સમસ્યા ઉભી થઇ શકે છે. આ કારણોસર સેનિટરી પેડ્સ અથવા માસિક કપ તમારી સાથે રાખો જેથી તેનો સમયસર ઉપયોગ થઈ શકે.

પ્રશ્ન : મારી ફિયાન્સેએ હમણાં સાડી પહેરી હતી ત્યારે તેના પેટ પર સ્ટ્રેચમાર્ક હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી આ સ્ટ્રેચમાર્ક તો ડિલિવરી પછી જ આવે છે. શું મારી ફિયાન્સે લગ્ન પહેલાં માતા બની હશે? એક યુવક (ગોધરા) ઉત્તર : એ વાત સાચી છે કે પ્રસુતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ જેવા સ્ટ્રેચમાર્ક દેખાય છે. જોકે આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર એકમદ પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે. જેથી તેઓ ડાયેટિંગ કરી વજન ઉતારે છે. આના કારણે ખેંચાયેલી ચામડી સંકોચાઇ જાય છે. શરીરમાં આવેલા આ પરિવર્તનના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયેટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીકવાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધધટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે. મારે તમારી ફિયાન્સેના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

પ્રશ્ન : મારા ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા છે અને મારી પત્ની તરત જ પ્રેગનન્ટ થઇ ગઈ છે. પ્રેગનન્સીના કારણે અમારું જાતીય જીવન લગભગ અટકી ગયું છે. અમે હજી તો જાતીય જીવન માણવાની શરૂઆત જ કરી છે તો આ સંજોગોમાં અમારે શું કરવું? એક યુવક (વડોદરા) ઉત્તર : પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના ખૂબ જ અગત્યના હોય છે. આ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હોર્મોનલ ચેન્જિસ થાય છે. આ પરિવર્તનને કારણે પત્નીને જાતીય જીવન માણવામાં રસ ન પડે એવું પણ બની શકે છે. કહેવાય છે કે પ્રેગ્નન્સીમાં માત્ર પત્નીએ જ નહીં, પતિએ પણ માનસિક રીતે પત્નીને સાથ આપવો જોઈએ કારણ કે આ સમય દરમિયાન પત્નીની માનસિક અને શારીરિક સ્થિતિમાં બહુ બદલાવ આવતો હોય છે. તમારે જાતીય સંબંધ માણવો જ હોય તો તમારી પત્નીના ગાયનેકોલોજિસ્ટની સલાહ જરૂર લો. જો પ્રેગ્નન્સીમાં સમસ્યા હોય અને પત્નીને સંપૂર્ણ આરામ કરવાનું કહેવામાં આવ્યું હોય તો જાતીય સંબંધો બાંધવા ન જોઇએ. જો ડોક્ટર પરવાનગી આપે તો જાતીય સંબંધ બાંધતી વખતે ધ્યા રાખો કે પત્નીના પેટ પર વજન ન આવે કે દબાણ ન અનુભવાય.

પ્રશ્ન : હમણાં જ સગાઇ થઇ છે. મારી ફિયાન્સે આમ તો બહુ સારી છે પણ એના સ્તન બહુ નાનાં છે. શું આના કારણે અમને જાતીય જીવન માણવામાં સમસ્યાનો સામનો કરવો પડશે? એક યુવક (સુરત) તમારે આ યુવતી સાથે આગળ વધવું જોઈએ કે કેમ એનો નિર્ણય વ્યક્તિગત છે પણ જ્યાં સુધી જાતીય જીવનની વાત છે ત્યાં સુધી કોઇ અંગની સાઇઝનો એની સાથે કોઇ ગાઢ સંબંધ નથી. આ વાતનો આધાર તમારી માનસિક સ્થિતિ પર છે. એક રિસર્ચ પ્રમાણે તો જે સ્ત્રીનાં સ્તન નાનાં હોય છે તેઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. જ્યાં સુધી સ્તનની સાઇઝ વધારવાની વાત છે તો સ્તનને મોટાં કરવાનો દાવો કરતી મોટાભાગની દવાઓ કોઈ જ અસર નથી કરતી. હા, એના માટે બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટ માટેની સર્જરી કરાવી શકાય, પરંતુ એની ઘણી આડઅસરો હોય છે.

પ્રશ્ન : મારા પરિવારમાં ત્રણથી ચાર સભ્યોને કેન્સરની બીમારી થઇ છે. મને આ રોગથી બહુ બીક લાગે છે. શું કેન્સરથી બચી શકાય છે? એ માટે શું ધ્યાન રાખવું જોઇએ? એક મહિલા (વલસાડ) ઉત્તર : આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિતરૂપે કાર્ય કરવા કટિબધ્ધ હોય છે અને નિયમિતરૂપે તેમનું વિભાજન થતું હોય છે. ઉદાહરણરૂપે, કોઈ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિતરૂપથી વિભાજીત થઈ એ ઘા ને રૂઝાવી દે છે. આ વિભાજનની પ્રક્રિયામાં જો કોઈ કોષમાં ખામી ઉત્પન્ન થાય તો તે કોષ નાશ પામે અને તેની જગ્યાએ નવા ખામીરહિત કોષ બને પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ના પામે અને પછી તે અનિયમિતરૂપે સતત વિભાજીત થતા જાય ત્યારે કેન્સરમાં પરિણમે છે. ટૂંકમાં, શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્વિ એટલે 'કેન્સર'. જો થોડી અગમચેતી રાખવામાં આવે તો કેન્સરને દૂર રાખી શકાય છે. તમાકું, ધૂમ્રપાન, પાન, સોપારી, ચુનો વગેરેનું અતિ નુકસાનકર્તા છે. એનું સેવન ન કરવું. કેન્સર ઉત્પન્ન કરનારા તત્ત્વો દા.ત. માથાના વાળનાં રંગ બદલવા માટે વપરાતા રંગો (હેરડાઈ) અન્ય સૌંદર્ય પ્રસાધનો, કૃત્રિમ રંગો વગેરે ન વાપરવા. વધુ પડતી આધુનિકરણની જીવન પદ્ધતિ ખાણી-પીણી વગેરે છોડવાં. ખાદ્યોમાં વપરાતા કૃત્રિમ રંગો રસાયણોનો ત્યાગ કરવો. વધુ પડતા તળેલા-તીખા પદાર્થોનો ત્યાગ કરવો. કેન્સરનાં શરૂઆતના લક્ષણોનું કોઈ પણ જણાય તો તરત જ પાકું નિદાન કરાવી લેવું. જીભ, ગલોફા કે પેઢા પર ન રુઝાતું ચાંદુ, સામાન્ય સારવારથી અઠવાડિયામાં ન મટતી ઉધરસ, (ફેફસાનું કેન્સર) ઘોઘરો અવાજ, બેસેલો અવાજ, ગળામાં ખૂંચવું (સ્વર પેટીનું કેન્સર) કે પછી ગળામાં અટકતું હોય તેવો ભાસ થાય તો બેદરકાર દાખવવાને બદલે તરત ડોક્ટરની સલાહ લેવી. જો શરૂઆતનું કેન્સર પકડાઈ જાય તો તાત્કાલિક સારવાર વડે સરળતાથી મટાડી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો