તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇપણ પ્રસંગમાં તે પ્રસંગને અનુરૂપ જ્વેલરી પહેરવામાં આવે તો સુંદરતા નિખરી જાય છે. જેવી રીતે સગાઇમાં પહેરવાની જ્વેલરી ઓફિસના ફંક્શનમાં સારી નથી લાગતી એવી જ રીતે મોટાં ફંક્શનમાં રૂટિન જ્વેલરી નથી પહેરાતી. આ ફંક્શનમાં પહેરવા માટે ખાસ કોકટેલ જ્વેલરી અત્યારે બહુ ડિમાન્ડમાં છે. આ કોકટેલ જ્વેલરીમાં ઇયર-રિંગ અને રિંગ સૌથી વધારે ડિમાન્ડમાં છે અને એને પહેર્યા પછી આખી પર્સનાલિટી જાજરમાન બની જાય છે. જોકે આ જ્વેલરીની મર્યાદા એ છે કે એને મન પડે ત્યારે નથી પહેરી શકાતી. આને પહેરવા માટે પ્રસંગની કે ફંક્શનની જ રાહ જોવી પડે છે. }ડ્રેસિંગ મહત્ત્વનું કોકટેલ જ્વેલરીમાં ડિઝાઇન થોડી મોટી અને બોલ્ડ હોય છે. આ જ્વેલરી એવી છે જે તમે ક્યાં પહેરો છો એની સાથે તમારી પર્સનાલિટી પણ બહુ અગત્યની છે. આ સ્ટાઇલની જ્વેલરી યોગ્ય ડ્રેસિંગ પર જ સારી લાગી છે. }સ્ટાઇલિશ કોકટેલ રિંગ કોકટેલ રિંગ મોટી સાઇઝની રિંગ છે. જોકે આની કોઇ ચોક્કસ સાઇઝ નથી. કોકટેલ રિંગ મોંઘા સ્ટોનની સાથે સાથે ઇમિટેશન સ્ટોનમાં પણ બને છે. આ કારણે કોકટેલ રિંગ બજેટમાં પણ મળી રહે છે. કોકટેલ રિંગની ડિઝાઇનની વાત કરીએ તો એમાં ફ્લાવર, મોટો ચોરસ, ગોળ, લંબગોળ, ઝિગઝેગ જેવી ડિઝાઇન જોવા મળે છે. આ કોકટેલ રિંગમાં એનિમલ શેપમાં પણ જોવા મળે છે. આ કોકટેલ રિંગમાં મોટાભાગે એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન જ જોવા મળે છે. }કોકટેલ ઇયર-રિંગ કોકટેલ ઇઅર-રિંગની ડિઝાઇનમાં મોટા સ્ટોન અને નાના સ્ટોનનું કોમ્બિનેશન જોવા મળે છે. આ ઇયર-રિંગ ચાંદી અને સોના જેવી ધાતુની સાથે સાથે ઇમિટેશન મટિરિયલની પણ હોય છે. આ કોકટેલ ઇઅર-રિંગ શોલ્ડર સુધી પહેરાય છે. આમાં મેટલ, ગ્લાસ, પ્રેશિયસ સ્ટોન અને બીડ્સ તેમજ લાકડાનો પણ વપરાશ કરી શકાય છે. કોકટેલ ઇયરિંગ લાંબા હોવાના કારણે જ્યારે એ પહેરો ત્યારે નેકલેસ પહેરવો જોઇએ નહીં. પહેલાં આમાં બહુ કલર જોવા મળતા નહોતા પણ હવે આમાં કલરમાં પણ વિવિધતા જોવા મળે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.