લેટ્સ ટોક:પાર્ટનરની રાશિ પ્રમાણે રંગની પસંદગી પ્રેમનો રંગો બનાવે પ્રગાઢ...

15 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

ધુળેટીના દિવસોમાં પ્રેમીજનોનું હૈયું પ્રેમના રંગથી અને શરીર પાર્ટનરે પ્રેમથી લગાવેલા રંગબેરંગી રંગોથી રંગાઇ જાય છે. દરેક રંગની વ્યક્તિત્વ પર ખાસ અસર થતી હોય છે. જો તમે તમારા પાર્ટનરને રંગવા માટેના રંગની પસંદગી કરતી વખતે તેની રાશિને ધ્યાનમાં રાખશો તો તમારી રિલેશનશિપમાંની મધુરતામાં ચોક્કસ વધારો થશે.
મેષ (March 21- April 19)
મેષ રાશિની વ્યક્તિઓ સ્વતંત્ર વિચારસરણી ધરાવતી હોય છે અને તેમને રિલેશનશિપમાં કોઇ તેમને કંટ્રોલ કરે એ બિલકુલ પસંદ નથી પડતી. જો તમારો પાર્ટનર આ રાશિનો હોય તો ધુળેટીના દિવસે તેની સાથે લાલ, લીલા અને પીળા રંગથી સેલિબ્રેશન કરો. આનાથી તે ખુશ થશે અને સંબંધોમાં વધારે ખુશીનો સંચાર થશે. મેષ રાશિના પાર્ટનરને કાળા રંગથી રંગવાનું ટાળવું જોઇએ.
વૃષભ (April 20- May 20)
વૃષભ રાશિની વ્યક્તિ ભારે પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ ઘણી વખત પોતાની રિલેશનશિપમાં અપરિપકવ વર્તન કરી બેસતા હોય છે. આ ધુળેટીમાં વૃષભ રાશિના પાર્ટનરને લીલા અને પીળા રંગથી રંગશો તો તમારા સંબંધમાં નવા પેશનનો સંચાર થશે. આ પાર્ટનરને સફેદ કે લાલ રંગથી રંગવાનું ટાળવું જોઇએ. તેમની રાશિ પ્રમાણે તેમના માટે લીલો અને પીળો રંગ સારો વિકલ્પ સાબિત થાય છે.
મિથુન (May 21 - June 20)
મિથુન રાશિના પાર્ટનર સાથે વાદળી અને નારંગી રંગથી ધુળેટી રમવી હિતાવહ છે. આ રંંગનો ઉપયોગ તમારા સંબંધોને વધારે મજબૂત બનાવશે અને તમારી વચ્ચે ઝઘડાનું પ્રમાણ ઘટશે. જો આ રંગોથી હોળી રમશો તો તમારા સંબંધો વધારે પ્રગાઢ બનશે અને એની મધુરતા જળવાઇ રહેશ.
કર્ક (June 21- July 22)
કર્ક રાશિની વ્યક્તિ દરેક પરિસ્થિતમાં ફાયદા અને નુકસાન બંનેનું સારી રીતે આકલન કરી શકે છે. આ રાશિના પાર્ટનર સાથે જાંબુડિયા અને લીલા રંગથી ધુળેટી તમારા સંબંધોમાં વિશ્વાસનું તત્ત્વ વધારે મજબૂત બનશે. આ રાશિના પાર્ટનર સાથે સફેદ અને સિલ્વર રંગથી હોળી રમવાનું ટાળવું જોઇએ. જો આ રંગોેથી હોળી રમશો તો એ તમારા પાર્ટનરને કુદરતી રીતે જ પસંદ નહીં પડે અને એ અકળાઇ શકે છે.
સિંહ (July 23- August 22)
આ રાશિની વ્યક્તિઓ બહુ મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવે છે. તેમની સાથે ગોલ્ડન, પીળા અને નારંગી રંગથી ધુળેટી રમવાથી સંબંધમાં પ્રેમનું તત્ત્વ ગાઢ બને છે. આ રંગ અત્યંત તેજસ્વી રંગો છે અને એ તમારા સંબંધને વધારે પ્રકાશિત બનાવશે. આ રાશિના પાર્ટનર સાથે લાલ રંગથી ધુળેટી રમવાનું ટાળવું જોઇએ.
કન્યા (August 23- September 22)
કન્યા રાશિની વ્યક્તિને પ્રેમનું તત્ત્વ બહુ આકર્ષે છે. આ હોળીએ આ રાશિના પાર્ટનરને લીલા અને પીળા રંગથી રંગવાથી પ્રેમ અને પેશનમાં વધારો થાય છે. જોકે કન્યા રાશિના પાર્ટનર સાથે લાલ રંગથી હોળી રમવાનું ટાળવું જોઇએ.
તુલા (September 23- October 22)
તુલા રાશિની વ્યક્તિ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સંતુલિત રાખી શકે છે. તેમને સાથે ધુળેટી રમવા માટે બ્લુ, જાંબુડી અને લાલના તમામ શેડ્સ સારો વિકલ્પ સાબિત થાય છે. તુલા રાશિના પાર્ટનર સાથે લીલા રંગથી ધુળેટી રમવાનું ટાળવું જોઇએ.
વૃશ્ચિક (October 23- November 21)
આ રાશિનો પાર્ટનર દિમાગને બદલે હંમેશાં દિલથી નિર્ણય લે છે. આ પાર્ટનર સાથે લીલા, લાલ અને મજેન્ટા રંગથી હોળી રમવી જોઇએ અને બ્લુ રંગનો ઉપયોગ ટાળવો જોઇએ.
ધન (November 22- December 21)
જો તમારા પાર્ટનરની રાશિ ધન હોય તો તેની સાથે ધુળેટી રમવા માટે બેસ્ટ રંગ સિલ્વર, સફેદ અને બ્લુના શેડ છે. આ રંગોનો ઉપયોગ તમારા પ્રેમની તીવ્રતામાં વધારો કરશે. આ રાશિના પાર્ટનર સાથે લાલ રંગથી ધુળેટી રમવાનું ટાળવું જોઇએ. લાલ રંગથી ધુળેટી રમશો તો પાર્ટનરને બહુ મજા નહીં આવે અને એના કારણે તમારો તહેવાર પણ બગડશે.
મકર (December 22- January 19)
લાંબા ગાળાની મજબૂત રિલેશનશિપ માટે મકર રાશિના પાર્ટનર સૌથી આદર્શ સાબિત થાય છે. આ રાશિના પાર્ટનર સાથે લાલ, લીલા અને પીળા રંગથી ધુળેટી રમવાનું શુભ સાબિત થાય છે. તેમની સાથે સિલ્વર અને ગોલ્ડન રંગથી ધુળેટી રમવાનું ટાળવું જોઇએ.
કુંભ (January 20- February 18)
જો તમારો પાર્ટનર કુંભ રાશિનો હોય તો તેની સાથે ધુળેટી રમવા માટે બ્લુ, સફેદ અને લીલો રંગ બેસ્ટ છે. આ રાશિના પાર્ટનર સાથે રમવા માટે લાલ રંગનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.
મીન (February 19- March 20)
મીન રાશિના પાર્ટનર માટે સંબંધમાં ‘મિત્રતા’ બહુ જરૂરી છે. આ રાશિના પાર્ટનર સાથે બ્લુ અને નારંગી રંગથી ધુળેટી રમવાથી સંબંધો વધારે મજબૂત બને છે. આ રાશિના પાર્ટનર સાથે કાળા રંગથી ધુળેટી રમવાનું ટાળવું જોઇએ. મીન રાશિના પાર્ટનર આમ તો બહુ ઠંડા સ્વભાવના હોય છે પણ તેઓ પોતાનો અણગમો બહુ સારી રીતે વ્યક્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...