બ્યુટી:સમજી વિચારીને કરો યોગ્ય હેરબ્રશની પસંદગી

21 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

માર્કેટમાં નાના, મોટા અને ગોળ જેવા અનેક પ્રકારના હેરબ્રશ ઉપલબ્ધ હોય છે. મોટા બ્રશમાં બે પ્રકારના બ્રસેલ્સ હોય છે, કાંટાવાળા અને ગોળ. જે વ્યક્તિના વાત ભરાવદાર અને જાડા હોય એણે કાંટાવાળું હેરબ્રશ વાપરવુંુ જોઇએ જ્યારે જે યુવતીના વાળ પાતળા હોય તેમણે ગોળ બ્રસેલ્સવાળું હેરબ્રશ વાપરવું જોઇએ. કઇ રીતે વાપરવું હેરબ્રશ? વાળને સેટ કરવા માટે એને બ્લોડ્રાય કરવા બહુ જરૂરી છે. જો વાળ બહુ પાતળા હોય તો એક નાની સાઇઝનું હેરબ્રશ લઇને બ્લોડ્રાય કરવાથી આઉટ ટર્ન અને ફુલ આઉટ ટર્નનો લુક મેળવી શકાય છે. મીડિયમ હેરબ્રશ હળવા આઉટ ટર્ન અને ફ્લિપ આઉટ કરવા માટે ઉપયોગી છે. ક્યારે વપરાય છે નાનું હેરબ્રશ? નાનું હેરબ્રશ ગોળ આકારનું હોય છે અને એનાથી રોલર ઇફેક્ટ આપવામાં આવે છે. જેના વાળ સ્ટેપ કટ સ્ટાઇલમાં હોય એ નાનકડા હેરબ્રશથી ફુલ આઉટ ટર્ન કરીને બ્લોડ્રાય કરવામાં આવે છે. વાળમાંથી ફ્રિંજ કાઢવા માટે નાનકડા હેરબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારે વપરાશ છે ફ્લેટ હેરબ્રશ? જે યુવતીના વાળ વાંકડિયા હોય એ વાળને મેનેજ કરવા માટે ફ્લેટ હેરબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. જો વાળ બહુ પાતળા હોય અને આગળથી નાના-નાના હોય ત્યારે નાનકડા ફ્લેટ હેરબ્રશનો ઉપયોગ કરીને બ્લોડ્રાય કરી શકાય છે. માથાની આગળના બેબી હેરને મેનેજ કરવા માટે પણ ફ્લેટ હેરબ્રશ વાપરવામાં આવે છે. આ બ્રશ પ્રમાણમાં મોંઘા હોય છે એટલે એની સારી રીતે સંભાળ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...