એક્સેસરીઝ:પસંદગી કરો પર્ફેક્ટ પાર્ટી શૂઝની

આસ્થા અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફૂટવેરની ફેશનમાં રોજેરોજ ન્યૂ વેરાઈટી જોવા મળે છે. હાલમાં પાર્ટીવેરમાં સ્ટાઇલિશ સેન્ડલ પહેરવામાં ટ્રેન્ડ છે જેમાં તમે રિલેક્સ અને કમ્ફર્ટેબલ ફીલ કરી શકો છો. આ પાર્ટીવેર સેન્ડલ સુંદર તો લાગે જ છે પણ સાથે સાથે એને જીન્સ-કુર્તી સાથે પણ પહેરી શકો છો. આ પ્રકારના સેન્ડલ કલર કોમ્બિનેશન ડ્રેસ પર પણ સ્ટાઇલિશ લાગશે. એના પર કરવામાં આવતા ગોલ્ડન, મિરર વર્કનો ઉપયોગ પાર્ટી કે અન્ય ફંકશન માટે કરી શકાય છે. જો સિમ્પલ લુક સાથે સ્ટાઈલિશ દેખાવું હોય પાર્ટીવેર સેન્ડલ યોગ્ય પસંદગી સાબિત થાય છે. }ગોલ્ડ સ્લિપ શૂઝ આ સ્ટાઇલનાં શૂઝ કોલેજ ગર્લ્સમાં બહુ લોકપ્રિય છે. આ સ્ટાઇલનાં શૂઝ બ્લિંગ મટિરિયલનાં બનેલાં હોય છે એટલે એને પાર્ટીવેર તરીકે પહેરવામાં આવે છે. આમાં અલગ અલગ રંગના વિકલ્પ મળે છે. હાલમાં ફ્રન્ટ સ્ટ્રેપની સ્ટાઇલવાળાં અથવા તો ડાયમંડ કે સ્ટોનનાં હેવી વર્કવાળાં શૂઝની સૌથી વધારે ડિમાન્ડ છે. આવાં શૂઝ અનેક ડ્રેસ સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય છે. }બ્લોક હિલ્સ બ્લોક હિલ્સ સ્ટાઇલનાં શૂઝ દરેક પ્રકારનાં આઉટફિટ સાથે પહેરી શકાય છે. આ પહેર્યા પછી વ્યક્તિત્વ નિખરી જતું હોવાના કારણે એને ફેસ્ટિવલ વેરની જેમ જ ઓફિસ વેરની સાથે પહેરી ફોર્મલ લુકને પણ ચાર ચાંદ લગાવી શકાય છે. }વેજેસ વેજે કોઇ પણ લુકમાં સારા લાગે છે. એને સૂટ, સાડી કે પછી બીજા કોઇ પણ સ્ટાઇલનાં આઉટફિટ સાથે પહેરી શકાય છે. }સ્ટિલેટોઝ જો તમે એમ વિચારતા હો કે સ્ટિલેટોઝ માત્ર વેસ્ટર્ન કપડાં પર સારા લાગે છે તો આ વિચાર સાવ ખોઠો છે. સ્ટિલેટોઝને તમે એથનિક વસ્ત્રો સાથે પણ પહેરી શકો છો. આ સ્ટાઇલનાં શૂઝ સાડી સાથે બહુ ખૂબસુરત લાગે છે. }બેલેરીના ઇન્ડિયન એથનિક વેર સાથે માત્ર હિલ્સ પહેરવામાં આવે એ જરૂરી નથી. એની સાથે ફ્લેટ્સ પણ સારાં લાગે છે. એથનિક વેર સાથે સ્ટાઇલિશ બેલેરીના પહેરવાથી સારું કોમ્બિનેશન લાગે છે.

અન્ય સમાચારો પણ છે...