એક્સેસરીઝ:પ્રસંગને ધ્યાનમાં રાખીને પસંદ કરો પરફેક્ટ જ્વેલરી

આસ્થા અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ફેશનેબલ યુવતી ખાસ પ્રસંગોએ ટિપિકલ ગોલ્ડ કે ડાયમંડ જ્વેલરી પહેરવાને બદલે ફેશન જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે

જ્વેલરી પહેરતી વખતે એ ક્યા પ્રસંગ માટે પહેરવામાં આવી રહી છે એનું ધ્યાન રાખવામાં આવે તો એની સુંદરતામાં વધારો થઇ જાય છે. જો થોડો સર્જનાત્મક વિચાર કરવામાં આવે તો ઓછા ખર્ચમાં પ્રસંગને અનુરૂપ સ્ટાઇલિશ જ્વેલરી પહેરી શકાય છે. હવે ફેશનેબલ યુવતી ખાસ પ્રસંગોએ ટિપિકલ ગોલ્ડ કે ડાયમંડ જ્વેલરી પહેરવાને બદલે ફેશન જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. આ ફેશન જ્વેલરી પ્રમાણમાં સસ્તી અને આકર્ષક હોય છે. આ જ્વેલરીના રંગોમાં પણ અનેક પ્રયોગ કરવામાં આવે છે અને સાથે સાથે કલર, મેટલ, જેમસ્ટોન, સ્વોરોસ્કીનો આકર્ષક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જોકે દરેક પ્રકારની જ્વેલરી દરેક પ્રસંગે પહેરી નથી શકાતી એટલે તમારા કલેક્શનમાં દરેક સ્ટાઇલની જ્વેલરી હોય એ ઇચ્છનીય છે. }ફેમિલી ફંક્શન લગ્ન જેવા પ્રસંગે કે પછી ખાસ ફેમિલી ફંક્શનમાં હેવી અને સ્ટાઇલિશ જ્વેલરી પહેરો. લગ્ન જેવા પ્રસંગે દુલ્હન અને દુલ્હનના પરિવારજનો પણ સ્પેશિયલ લુક ઇચ્છતા હોય છે. જોકે જ્વેલરીની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે આ જ્વેલરી દુલ્હન જેટલી હેવી ન હોય. દુલ્હન કરતા વધારે ભારે જ્વેલરી પહેરવાને બદલે સ્પેશિયલ ડિઝાઇન પસંદ કરો. }ફોર્મલ પ્રસંગ ફોર્મલ પ્રસંગે પહેરવા માટેની જ્વેલરી સિલેક્ટ કરતા પહેલાં આઉટફિટ સિલેક્ટ કરો. જો તમે સિંગલ કલરનું આઉટફિટ પહેરી રહ્યા હો તો એની સાથે કોન્ટ્રાસ્ટ કલરની જ્વેલરી પહેરો. જો તમે પ્લેન રેડ કલરનું આઉટફિટ પહેરી રહ્યા હો તો એની સાથે ગ્રીન કલરની જ્વેલરી પહેરો. આનાથી આઉટફિટ તેમજ જ્વેલરી બંને સુંદર લાગશે. પ્રિન્ટેડ અથવા તો પેટર્નવાળાં આઉટફિટ સાથે બ્રાઇટ રંગની જ્વેલરી પહેરો. }ફોર્મલ ડિનર ફોર્મલ ડિનર માટે જઇ રહ્યા હો તો ડ્રોપ ઇયરિંગ પહેરો. જો તમે ફ્રેન્ચ રોલ જેવી અપવર્ડ હેર સ્ટાઇલ બનાવી હોય તો ડ્રોપ ઇયરિંગ પહેરવાથી ગરદન લાંબી અને ચહેરો સ્લિમ લાગશે. આ પહેર્યા પછી પરફેક્ટ લુક માટે મેચિંગ નેકપીસ અને બ્રેસલેટ પહેરો. ગ્લેમરસ લુક માટે ડૈંગલર્સ અને શૈંડિલિયર ઇયરિંગની સાથે બ્રેસલેટ પહેરો.

અન્ય સમાચારો પણ છે...