એક્સેસરીઝ:ચહેરાના આકારને ધ્યાનમાં રાખીને પસંદ કરો જ્વેલરી

22 દિવસ પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક
  • જે યુવતીનો ચહેરો અંડાકાર છે તે અત્યંત નસીબદાર છે, કારણકે આ પ્રકારના ચહેરા પર દરેક પ્રકારની જ્વેલરી સારી લાગે છે

સુંદરતા શરીરના દરેક હિસ્સા સાથે જોડાયેલી છે. જો દરેક અંગ પર યોગ્ય જ્વેલરી પહેરવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગી શકે છે. જોકે જ્વેલરીની પસંદગી કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે એ ચહેરા, બોડી અને લાઇફસ્ટાઇલ સાથે મેચ કરતી હોય.
ગોળ ચહેરો
ગોળ ચહેરો ધરાવતી યુવતીએ લાંબી અને તીક્ષ્ણ ડિઝાઇનવાળી જ્વેલરીની પસંદગી કરવી જોઇએ. તેમના માટે કાનમાં પહેરવા માટે ડેંગલર્સ સારામાં સારો વિકલ્પ છે. ગોળ ચહેરાવાળી યુવતી ઇચ્છે તો ચોરસ કે લંબચોરસ શેપનાં ઇયરરિંગ્સ પણ પહેરી શકે છે કારણ કે આવાં ઇયરરિંગ્સ ચહેરાના ગોળ આકાર સાથે મેચ થાય છે. ગોળ ચહેરાવાળી યુવતીએઓએ ક્યારેય ગોળ ઇયરરિંગ્સ ન પહેરવાં જોઇએ. આવો ચહેરો ધરાવતી યુવતીઓએ પહેરવા માટે લાંબા નેકલેસની પસંદગી કરવી જોઇએ.

લાંબો ચહેરો
લાંબો ચહેરો ધરાવતી યુવતીઓએ લાંબાં ઇયરરિંગ્સ પહેરવાનું ટાળવું જોઇએ. તેમના માટે સ્ટડ્સ સૌથી સારો વિકલ્પ છે. જો આ યુવતીઓ ઇચ્છે તો ગોળાકાર કે ત્રિકોણાકાર ઇયરરિંગ્સ પહેરી શકે છે. આનાથી ચહેરાને ગોળ આકાર મળશે. લાંબો ચહેરો ધરાવતી યુવતીઓ માટે ચોકર પર્ફેક્ટ પસંદગી સાબિત થાય છે.

અંડાકાર ચહેરો
જે યુવતીનો ચહેરો અંડાકાર છે તે અત્યંત નસીબદાર છે કારણ કે આ પ્રકારના ચહેરા પર દરેક પ્રકારની જ્વેલરી સારી લાગે છે. આવો ચહેરો ધરાવતી યુવતી કોઇપણ આકાર અને કોઇપણ સાઇઝનાં ઇયરરિંગ્સ પહેરી શકે છે. જોકે બને ત્યાં સુધી લાંબાં ઇયરરિંગ્સ પહેરવાનું ટાળવું જોઇએ.

હાર્ટ ફેસ
આ પ્રકારનો ચહેરો બહુ ઓછી યુવતીઓ ધરાવે છે. ટીયરડ્રોપ, શેન્ડલિયર, ગોળાકાર અને ત્રિકોણાકાર ઇયરરિંગ્સ આ પ્રકારના ચહેરા પર સારાં લાગશે. આ પ્રકારના ચહેરામાં હડપચી હાઇલાઇટ થાય છે. પિરામિડ શેપવાળાં ઇયરરિંગ્સ તમારા માટે યોગ્ય વિકલ્પ સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...