તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- આસ્થા અંતાણી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પહેરવા માટે યોગ્ય ફેબ્રિકની પસંદગી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી યોગ્ય ફૂટવેરનું સિલેક્શન છે. ઉનાળામાં પગમાં પરસેવો થાય છે જેના કારણે યોગ્ય ફૂટવેર ન હોય તો પગમાંથી દુર્ગંધ આવે છે. ઉનાળો હોય એટલે પગની સ્કિન ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું પડતું હોય છે. પગમાં થતો પરસેવો માત્ર દુર્ગંધ નથી મારતો પણ સાથે એ ઇન્ફેક્શન કરે છે. જેનાથી પણ પગને બચાવવા જરૂરી છે.
- ફ્લિપ-ફ્લોપ સ્લીપર્સ ઉનાળામાં ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ એક સારો વિકલ્પ સાબિત થાય છે. આ સ્ટાઇલના સ્લીપર્સમાં પગને તાજી હવા મળતી રહે છે જેના કારણે પરસેવો જમા નથી થતો. ફ્લિપ-ફ્લોપ સ્લીપર્સ પસંદ કરતા સમયે તેમાં તળિયાનો સપોર્ટ હોવો જરૂરી છે. આવા ફ્લીપ-ફ્લોપ સ્લીપર્સથી તમારા પગના તળિયા પર ભાર નહીં આવે અને તમે ચાલવાની મજા લઇ શકો. આ ફ્લિપ-ફ્લોપ સ્લીપર્સ અનેક રંગોમાં પણ મળે છે જેને તમે તમારા રંગબેરંગી આઉટફિટ સાથે મેચ કરી શકો છો.
- લોફર્સ ઉનાળામાં ઓફિસ રૂટિનમાં લોફર્સ આરામદાયક સાબિત થાય છે. લોફર્સ ગરમીમાં કૂલ લુક આપે છે અને સાથે કેઝ્યુઅલ વેર સાથે મેચ પણ થઇ જાય છે. થઇ જાય. ઓફિસ સિવાય ગ્રૂપમાં આઉટિંગ માટે જતી વખતે પણ લોફર્સ સારાં લાગે છે. લોફર્સની સાથે કોલેજમાં જતા હોવ તો તમે સ્નીકર્સ અથવા એથ્લીટિક જૂતાં પણ પસંદ કરી શકો છો.
- ઓક્સફર્ડ શૂઝ જો ઉનાળામાં ઓફિસના કોઇ ફંક્શન કે પાર્ટીમાં જવાના હો તો ઓક્સફોર્ડ શૂઝ સૌથી સારો વિકલ્પ છે. આ પ્રકારનાં શૂઝ સ્ટાઇલિશ ડ્રેસિંગ સાથે પહેરવા માટે યોગ્ય પસંદગી છે અને તે સમગ્ર લુકને કોર્પોરેટ ગેટઅપ આપી દે છે. આ પ્રકારનાં શૂઝ ફોર્મલ લુક આપે પણ એ પહેર્યા પછી પગમાં કોઇ અકળામણ નથી થતી. આ પ્રકારનાં શૂઝ બ્રોગ્સ પ્રકારના જાડા ચામડામાંથી મળે છે. આ સિવાય ઉનાળા દરમિયાન તમે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જવાનું પ્લાનિંગ હોય તો એથલેટિક સેન્ડલ પહેરવાં જોઇએ.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.