તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આખા દેશમાં બાળકો સાથે આચરવામાં આવતા અપરાધની સંખ્યા ચિંતાજનક છે. આ સંજોગોમાં દરેક માતા-પિતાએ જાગૃતિ કેળવવાની જરૂર છે અને આ મામલે બાળકને પણ સતર્ક કરવાની જરૂર છે. બાળક ભલે ગમે તે વયનું હોય પણ એક જવાબદાર માતા-પિતા તરીકે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઇએ અને બાળકને એ વિશે સમજાવી દેવું જોઇએ. }નાના બાળકની સુરક્ષા જો બાળક પ્લે સ્કૂલ કે નર્સરીમાં જતું હોય તો બાળકને તેનું આખું નામ, પેરેન્ટ્સનું નામ, ઘરનું સરનામું અને શક્ય હોય તો ફોન નંબર યાદ કરાવી લો. જો બાળક સ્કૂલ બસ કે વાહનથી સ્કૂલે જતું હોય તો ડ્રાઇવર અને અટેન્ડેન્ટનું પોલીસ વેરિફિકેશન થયું છે કે નહીં એ ખાસ ચકાસી લો. બસના ડ્રાઇવર અને કન્ડક્ટરનો નંબર લઇ લો. શક્ય હોય તો બાળકનું એડમિશન નજીકની સ્કૂલમાં લો અને એડમિશન વખતે ચેક કરી લો કે સ્કૂલમાં સારી રીતે સીસીટીવી લગાવેલા હોય. સ્કૂલના બાથરૂમ અને ટોઇલેટની સુરક્ષા વ્યવસ્થા ચેક કરી લો. બાળકને ગુડ ટચ અને બેડ ટચની સમજ આપો અને સમજાવો કે સ્કૂલ છૂટ્યા પછી હંમેશા મિત્રો સાથે જ રહે. બાળક સાથે રોજ થોડો સમય ગાળો અને મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખો જેથી એ તમારાથી કોઇ વાત છૂપાવે નહીં અને તેની સમસ્યા તમને ખુલ્લાં મનથી જણાવી શકે. }આંખ બંધ કરીને ન કરો વિશ્વાસ ઘણીવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે પરિવારની કોઇ વ્યક્તિ કે પછી અંગત મિત્ર જ બાળકનું શોષણ કરે છે કારણ કે બાળક ઇઝી ટાર્ગેટ હોય છે અને તેને ડરાવીને ચૂપ કરી શકાય છે. તમારા બાળક સાથે આવું ન થાય એ માટે ક્યારેય કોઇ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ઘરે નિયમિત આવતા જતા લોકો પર નજર રાખો અને શંકાસ્પદ વ્યક્તિઓથી બાળકને દૂર જ રાખો. બાળકોને યોગ્ય વયે જાતીય શિક્ષણ આપો. તેમને સંબંધોની જરૂરિયાત અને મર્યાદા તેમજ યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત સમજાવો. બાળકોને ના કહેતા શીખવો. તેમને સમજાવો કે કોઇનાથી ડરીને ખોટી વાત માનવાની જરૂર નથી. બાળક જ્યારે કોઇ વાત કરવા ઇચ્છે તો ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે તેની વાતને પ્રાથમિકતા આપો. }ઇન્ટરનેટ સેફ્ટીનું ધ્યાન જો તમારું બાળક 10 વર્ષની વયની આસપાસનું હોય અને ઇન્ટરનેટ વાપરતું હોય તો તમારે થોડી વધારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે આ વયનું બાળક નથી બહુ નાનું કે નથી બહુ મોટું. તે સાયબર ક્રાઇમ કે સાયબર બુલિંગનો ભોગ બને એવી શક્યતા હોય છે. ઇન્ટરનેટને કારણે બાળકની સુરક્ષા ન જોખમાય એ માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે. સૌથી પહેલાં જો તમને ઇન્ટરનેટ વિશે બહુ જાણકારી ન હોય તો આ વિશે તમામ માહિતી મેળવીને પહેલા જાતને સજ્જ કરો. જો તમને ઇન્ટરનેટ વિશે તમામ માહિતી હશે તો જ તમે તમારાં બાળકને ઇન્ટરનેટનાં હકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે માહિતી આપી શકશો. તમારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી પણ સમયમર્યાદા નક્કી કરો અને એ માટે ગાઇડલાઇન પણ તૈયાર કરો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.