લેટ્સ ટોક:કારણ અને તારણ : યુવતીઓ શું કામ પસંદ કરે છે ‘બોલ્ડ’ ડ્રેસિંગ?

19 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

ઉર્ફી જાવેદ એ ટેલીવુડની એક એવી અભિનેત્રી છે કે, જે કોઈપણ પ્રકારના પ્રયાસો કર્યા વિના સતત સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે પોતાની એક્ટિંગ કરતા વધારે પોતાના ડ્રેસિંગના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી તેના વધારે પડતા બોલ્ડ ડ્રેસિંગના કારણે વિવાદમાં રહેતી હોય છે. તેની કપડાંની પસંદગી ચોંકાવી દે એ હદે ‘બોલ્ડ’ હોય છે અને આના કારણે તે અવારનવાર ટ્રોલિંગનો ભોગ પણ બને છે. વારંવાર આકરી ટીકાનો ભોગ બનતી હોવા છતાં ઉર્ફી પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ નથી બદલાવતી. જોકે કેવું ડ્રેસિંગ કરવું જોઇએ એ આખો મુદ્દો યુવતીની પોતાની મરજી પર આધારિત છે એટલે એના પર કારણ વગર ટિપ્પણી કરવાનું યોગ્ય નથી. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનાં કપડાં પહેરવાનો હક છે. આમ, વસ્ત્રની સ્ટાઇલ અને બોલ્ડનેસ પર્સનલ ચોઇસનો મુદ્દો બની જાય છે. આ વાત માત્ર ઉર્ફીની નથી. હાલમાં અનેક યુવતીઓ જાહેરમાં વધારે પડતું બોલ્ડ ડ્રેસિંગ કરતી જોવા મળે છે અને તેમને આ વાતમાં કોઇ છોછ નથી નડતો. યુવતીઓ શા માટે બોલ્ડ ડ્રેસિંગ કરવાનું પસંદ કરવા લાગી છે એ પાછળના કારણો પણ રસપ્રદ છે. સ્ટાઇલિશ અને બોલ્ડ દેખાવા માટે કેટલીક છોકરીઓ પોતાને સ્ટાઇલિશ અને બોલ્ડ દેખાડવા માટે નાનાં કપડાં પહેરે છે. તે આ રીતે સુંદર લાગી શકે છે. પોતાની જાતને કોન્ફિડન્ટ અને પરફેક્ટ દેખાડવા માટે યુવતી બોલ્ડ અને ટૂંકાં કપડાં પહેરવાનો વિકલ્પ અજમાવતી હોય છે. જોકે આ ટૂંકાં કપડાં પહેરવાનું સરળ નથી હોતું. આવાં કપડાં પહેરીને જાતને જાળવવાનું અને ગ્રેસ સાથે રહેવાનું કામ બહુ કપરું હોય છે. ટ્રેન્ડનું અનુસરણ કરવા માટે હાલમાં ટૂંકાં કપડાં પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટી-મોટી હિરોઇનોથી માંડીને ટીવીની એકસ્ટ્રા એક્ટ્રેસ સુધી કોઇને હવે નાનાં કપડાં પહેરવાનો છોછ નથી રહ્યો. ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શોર્ટ ડ્રેસમાં યુવતીઓ છવાયેલી રહે છે. જે યુવતીઓને આ સેલિબ્રિટીઓની સ્ટાઇલ પસંદ પડી જાય છે તે એમને ફોલો કરવા માટે તેમની જ જેમ નાનાં-નાનાં વસ્ત્રો પહેરવા લાગે છે. ફેશનના ચક્કરમાં ફેશનેબલ દેખાવાના ચક્કરમાં ઘણી બધી છોકરીઓ શોર્ટ અને બોલ્ડ ડ્રેસિંગના રવાડે ચડી જાય છે. તેઓ એવું માનવા લાગે છે કે જેટલાં વધારે ટૂંકાં કપડાં એટલી જ વધારે ફેશનેબલ દેખાવા માટે યુવતીઓ બોલ્ડ ડ્રેસિંગ કરવા લાગે છે. આરામદાયક અનુભવ કેટલીક યુવતીઓ ટ્રેન્ડ અને ફેશનને ફોલો કરવા માટે શોર્ટ કપડાં પહેરે છે તો કેટલીક યુવતીઓને આવાં કપડાં જ આરામદાયક લાગે છે અને એ પોતાની સગવડતા સાચવવા માટે આ પ્રકારનું ડ્રેસિંગ કરે છે. વેસ્ટર્ન કલ્ચરને કારણે કેટલીક યુવતીઓનો ઉછેર વેસ્ટર્ન કલ્ચરમાં જ થયો હોય છે. તેમની આસપાસના લોકો આવાં જ કપડાં પહેરતી હોય છે. જેવી રીતે પશ્ચિમના દેશોમાં રહેતી યુવતીઓ ટૂંકાં કપડાં પહેરે છે એ જ રીતે વેસ્ટર્ન કલ્ચરમાં ઉછરેલી યુવતી આવું શોર્ટ અને બોલ્ડ ડ્રેસિંગ જ પસંદ કરે છે. આમ, આ યુવતીઓની ડ્રેસિંગ સેન્સ સામે સવાલો કરવો બિલકુલ યોગ્ય નથી. જાતને મોર્ડન સાબિત કરવા માટે હાલમાં ફેશનની દુનિયા ઝપાટાભેર બદલાઇ રહી છે. જો કોઇ યુવતી સાડી કે સલવાર-કમીઝ જેવા પરંપરાગત વસ્ત્રો પહેરે તો એને ઘણાં લોકો મૂર્ખ કે ગામડિયણ ગણે છે. આ કારણોસર યુવતીઓ પોતાની જાતને મોર્ડન સાબિત કરવા માટે ટૂંકા કપડાં પહેરવાનું પસંદ કરતી થઇ ગઇ છે. આ સિવાય ઘણી યુવતીઓ ટૂંકાં કપડાં યુવકોને આકર્ષવા માટે પણ પહેરવાનું પસંદ કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...