તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:માત્ર જાતીય સંબંધ બાંધીને વજન ઘટાડી શકાય?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : છેલ્લાં કેટલાક સમયથી વજન બહુ વધી ગયું છે જેના કારણે કોલેસ્ટેરોલ પણ વધી ગયું છે. શું રોજ માત્ર જાતીય સંબંધ બાંધવાથી વજન ઘટે છે? એક પુરુષ (રાજકોટ) જવાબ : જો તમે એક્સરસાઇઝ ન કરતા હો અને ખાવાપીવામાં ધ્યાન ન રાખતા હો તો કોલેસ્ટેરોલ વધે છે. આ સંજોગોમાં તમે ગમે એટલી વાર સમાગમ કરશો પણ કોલેસ્ટેરોલ ઘટાડી નહીં શકો. કોલેસ્ટેરોલ ઓછું કરવા માટે કસરત જરૂરી છે. વ્યક્તિ એક વાર સમાગમ કરે ત્યારે જેટલી કેલરી બળે એટલી કેલરી મોટા ગાર્ડનમાં ત્રણ-ચાર રાઉન્ડ મારતાં બળતી હોય છે. આમ કોલેસ્ટેરોલ ઘટાડવા માટે એકને બદલે બે વાર સમાગમ કરવાથી ફરક પડી જાય એવી શક્યતા ઘણી ઓછી છે. કોલેસ્ટેરોલ ઘટાડવા માટે નિયમિત એક્સરસાઇઝ જરૂરી છે, માત્ર જાતીય સંબંધ બાંધવાથી વજનમાં ખાસ ઘટાડો નથી થતો. સહવાસ કરતી વખતે ભલે મહિલા હોય કે પુરૂષ, બંનેને શારીરિક તથા ભાવનાત્મક લાભની પ્રાપ્તિ થાય છે. એક અભ્યાસ પ્રમાણે સહવાસ દરમિયાન આપણું શરીર કેટલાક પ્રકારના કેમિકલ કમ્પાઉન્ડ મસ્તિષ્કમાં રીલીઝ કરે છે. જેથી આપણા શરીરને રિલેક્સ થવાના સંકેત પ્રાપ્ત થાય છે. દરરોજ જાતીય સંબંધ બાંધવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે. હૃદય સ્વસ્થ રહે છે, આયુષ્ય વધે છે અને દરેક વખતે ખુશીનો અહેસાસ રહે છે. જોકે વજન ઉતારવા માત્ર જાતીય સંબંધ બાંધવાથી ફાયદો નથી થતો. પ્રશ્ન : મને સવારે વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો. મારી ફ્રેન્ડે મને કહ્યું કે સાંજે વર્કઆઉટ કરવાથી ફાયદો નહીં થાય પણ નુકસાન થશે. શું સાંજે વર્કઆઉટ કરવાથી તબિયતને નુકસાન થાય? એક યુવતી (વડોદરા) ઉત્તર : આ તર્ક બિલકુલ સાચો નથી. સામાન્ય રીતે સવારનો સમય જ આપણે વર્કઆઉટ માટે આદર્શ સમય માનીએ છીએ, પણ સવારના વર્કઆઉટ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે, તેથી સાંજે પણ વર્કઆઉટ કરી શકાય. સાંજે વર્કઆઉટ કરવાના અનેક નિયમ છે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં પ્રિ વર્કઆઉટ કરવાનું શરૂ કરો. તેનાથી તમારું બોડી વોર્મઅપ થઇ જશે. સાંજે વર્કઆઉટ કરનારે તેનો સમય નિશ્ચિત કરી લેવો જોઇએ. નિયમિત સમયે જ વર્કઆઉટ કરવું જોઇએ. આ રીતે ટાઇમિંગની નિયમિતતા જાળવવાથી બોડીને આદત પડી જાય છે અને વર્કઆઉટનો થાક નથી લાગતો. વર્કઆઉટ કરતા પહેલાં અને કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીવું જોઇએ. તેનાથી બોડીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા નથી રહેતી અને સ્ટેમિના જળવાઇ રહે છે. પ્રશ્ન : મારી સમસ્યા બહુ વિચિત્ર છે. મને જાતીય સંબંધ બાંધ્યા પછી રડવું આવે છે. મને કોઇ મોટી માનસિક સમસ્યા હશે? એક યુવતી (ભાવનગર) ઉત્તર : જાતીય સમાગમ પછી મૂડ બગડે છે અથવા મન વ્યાકૂળ રહે છે તો ડરવાની જરૂર નથી. આ સમસ્યા ઘણાં લોકોને હોય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિન દ્વારા આપેલી માહિતી મુજબ આ પરિસ્થિતિને પોસ્ટ સેક્સ બ્લ્યૂઝ કહેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મરજીથી માણેલા જાતીય સંબંધ પછી વ્યક્તિ દુઃખી રહે છે. આ ખૂબ જ મુશ્કેલીવાળો અનુભવ હોય છે. આ પરિસ્થિતિમાં કેટલાક બેચેન બની જાય છે તો કેટલાક રડવા લાગે છે. તમારી લાગણી પાછળનું એક કારણ તમારા હોર્મોન્સ પણ હોઇ શકે છે. જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે મગજ ડોપામીન રિલીઝ કરે છે જેનાથી તમે ઇમોશનલ થઇ જાઓ છો. આ કોઇ ગંભીર સમસ્યા નથી પણ આમ છતાં તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો. પ્રશ્ન : મને લાગે છે કે હું મારી પત્નીને જોઇએ એવો જાતીય સંતોષ નથી આપી શકતો. શું પત્નીના આનંદ માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકાય? એક પુરુષ (જામનગર) ઉત્તર : જો તમારા પત્નીને વાઇબ્રેટરની જરૂરિયાત અનુભવાતી હોય અને તમને પણ વાંધો ન હોય તો એનો ઉપયોગ કરી શકાય પણ પરસ્પરની મંજૂરી જરૂરી છે. જો વાઇબ્રેટરનો ઉપયોગ કરો તો એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે. વાઇબ્રેટરનો ઉપયોગ કરવો હોય તો કોઇ પણ એક જ સ્પીડને બદલે એડજસ્ટ થઇ શકે એવી સ્પીડવાળું બેટરી-ઓપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઇએ. દરેક વખતે વાઇબ્રેટર યુઝ કર્યા પછી ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું. આ પ્રકારના વાઇબ્રેટરનો ઉપયોગ બીજો કોઇ ન કરે એ પણ જરૂરી છે. પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. મારું વજન બહુ ઓછું છે. મારી સમસ્યા છે કે મને બહુ ભૂખ લાગે છે પણ હું સારી રીતે ભોજન નથી કરી શકતી. હું થોડું ભોજન કરું ત્યાં તો મારું પેટ ભરાઇ જાય છે. શું મને કોઇ મોટી સમસ્યા હશે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણીવાર યુવતીઓનું વજન ઓછું હોય છે. તેમને ભૂખ તો લાગે છે, પણ જેટલી ભૂખ હોય તેટલું ભોજન નથી થઇ શકતું. આવી યુવતીઓએ ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઇએ. તેનાથી સ્નાયુઓનો વિકાસ થવાની સાથોસાથ ભૂખ પણ લાગે છે. તેમણે નાસ્તામાં ડ્રાય ફ્રૂટ્સ, ચીઝ, પનીર, માખણ અને ઓછામાં ઓછા બે કેળાં ખાવા જોઇએ. બપોરના ભોજનમાં ત્રણ-ચાર રોટલી અને શાકની સાથે બ્રાઉન રાઇસ અને દાળ ખાવાં. મરી અને પલાળેલા ચણાનું સલાડ દિવસમાં એક વાર અવશ્ય ખાવું. સવારે ઊઠીને નવશેકું પાણી પીઓ. એનાથી પેટ સાફ રહેશે. એકસાથે ભોજન કરવાને બદલે પેટ થોડું ખાલી રાખવું અને ત્રણ સમયનું ભોજન ન કરતાં પાંચ વાર ખાવાનું રાખવું. બહાર બનાવેલાં ભોજન અથવા જંકફૂડનાં સેવનથી દૂર રહેવું. અલબત્ત, પંદર દિવસે એકાદ વાર બહાર જમવું હોય તો જમી શકાય છે. ઘરે જ બનાવેલી રસોઇ જમવાની આદત પાડો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2થી 3 લિટર પાણી પીઓ.

અન્ય સમાચારો પણ છે...