બ્યૂટી:કર્લી હેર ઘરે સ્ટ્રેટ કરી શકાય?

2 મહિનો પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : મારે કર્લી વાળ સ્ટ્રેટ કરવા છે. હું વાળ જાતે જ ઘરે સ્ટ્રેટ કરી શકું? માર્કેટમાં તે માટે મશીન મળે છે એનાથી વાળ બરાબર સ્ટ્રેટ થાય? એક યુવતી (વડોદરા) ઉત્તર :તમારા વાળ કર્લી હોય તો તમે વાળને ઘરે પણ સ્ટ્રેટ કરી શકો છો. જોકે એ માટે પ્રેક્ટિસની જરૂર હોય છે. હા, માર્કેટમાં હેર સ્ટ્રેટનિંગ મશીન મળે છે, તેનાથી વાળ બરાબર સ્ટ્રેટ થાય ખરા, પણ તેનો ઉપયોગ કરવા માટે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. વાળને સ્ટ્રેટ કરવા માટે તમારે મશીનને કેટલાં ટેમ્પરેચર પર ગરમ કરવું અને કેટલી વાર સુધી હેર સ્ટ્રેટનિંગ મશીનથી વાળને સ્ટ્રેટ કરવા એની સાચી જાણકારી જરૂરી છે. જો પૂરતી જાણકારી અને પ્રેક્ટિસ વિના તમે એનાથી હેર સ્ટ્રેટનિંગ કરવા જશો, તો તમારા વાળ બળી જવાની સંભાવના પણ રહે છે. માટે કોઇ સારા બ્યુટિશિયન અથવા હેર એક્સપર્ટ પાસે હેર સ્ટ્રેટનિંગ કરાવો તે ખૂબ જરૂરી છે. વાળ સ્ટ્રેટનિંગ કર્યા પછી પણ એની સારી રીતે માવજત કરવી જરૂરી હોય છે. જો એની યોગ્ય રીતે સંભાળ રાખવામાં ન આવે તો એની વાળનાં સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને એ ખરવા લાગે છે. પ્રશ્ન : મારી આંગળીઓ એકદમ ટૂંકી અને નખ સાવ નાનાં છે. આના લીધે હું નેલપોલિશ કરું છું, તો પણ સારી નથી લાગતી. મારા હાથ અને નખ આકર્ષક લાગે તે માટે મારે શું કરવું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર :તમારી આંગળીઓ ટૂંકી છે અને નખ પણ નાનાં છે, તો તમારે નખ થોડા લાંબા કરવાની જરૂર છે. હાથ અને નખ આકર્ષક લાગે તે માટે તમે નિયમિત મેનિક્યોર કરાવો અને તમારા નખ પર કોઇ સારી કંપનીની નેલપોલિશ લગાવો. મેનિક્યોર કરાવવાથી તમારાં હાથ અને આંગળીઓની ત્વચા સારી રહેશે. નખ પર નેલપોલિશ કરવાથી તે સારા લાગશે અને જ્યારે વધે ત્યારે તેના પર નેલ આર્ટ કરો. એથી પણ નખ આકર્ષક લાગશે. નેલ આર્ટ જો તમને ફાવે તો તમે જાતે પણ કરી શકો છો. માર્કેટમાં આજકાલ નખ પર નેલ આર્ટ માટેનાં સ્ટિકર મળે છે, તે પણ લગાવી શકો. એનાથી તમારા હાથ અને નખ સારા લાગશે. જો તમારે નખ ઝડપથી વધારવા હોય તો ભોજનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...