લેટ્સ ટોક:ટાઇટ વસ્ત્રોની શોખીન માનુનીને શરમમાં મૂકી દે છે ‘કેમલ ટો’

મુક્તિ મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટ જીન્સ પહેરવાની ઇચ્છા હોય અને એ એ પહેરી શકાય એવું આકર્ષક ફિગર હોવા છતાં અનેક યુવતીઓ ટાઇટ જીન્સ પહેરવાનું ટાળતી હોય છે જેનું કારણ છે ‘કેમલ ટો’. હકીકતમાં ઘણી વખત ટાઇટ પેન્ટ અથવા તો બોટમ પહેર્યા પછી યુવતીઓનાં જનનાંગોનો ઉભાર દેખાય છે જેને ‘કેમલ ટો’ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં પેન્ટ, જીન્સ, જેગિંગ્સ અથવા તો લેગિંગ્સ એટલા ટાઇટ ફિટ હોય છે કે ઇન્ટિમેટ એરિયા સાથે ચપોચપ બેસી જાય છે જેના કારણે એ વિસ્તારનો ઉભાર સ્પષ્ટપણે નજરે ચડે છે. આ શેપ ઉંટના પગ જેવો લાગતો હોય છે અને આ કારણે તેને ‘કેમલ ટો’ના નામે ઓળખવામાં આવે છે. કેટલીક યુવતીઓ ‘કેમલ ટો’ને કારણે ભારે શરમ અનુભવે છે તો કેટલીક યુવતીઓને એનાથી ખાસ ફરક નથી પડતો. વિદેશમાં તો હવે કેટલીક યુવતીઓ ‘કેમલ ટો’ હાઇલાઇટ થાય એવું ડ્રેસિંગ કરતી થઇ ગઇ છે કારણે તેઓ માને છે જે કે જે રીતે સ્તનનો ઉભાર સ્વાભાવિક છે એવી જ રીતે આ ઉભાર પણ સ્વાભાવિક છે. જો તમે ‘કેમલ ટો’ સાથે કમ્ફર્ટેબલ હો અને તમને એ સંતાડવાની જરૂર ન લાગતી હોય તો એમાં કંઇ જ ખોટું નથી. જો કોઇને આમાં કંઇ ખરાબ લાગતું હોય તો એ તેમની સમસ્યા છે, તમારી નહીં. હકીકતમાં ‘કેમલ ટો’ એટલો જ સામાન્ય ઉભાર છે જેટલો સ્તનનો ઉભાર. જોકે ભારતમાં હજી પણ ‘કેમલ ટો’ દેખાય એ શરમની વાત ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો અહીં છોકરીઓ અને યુવતીઓને મોટાભાગે એવાં વસ્ત્રો પહેરાવામાં આવે જેમાં ઇન્ટિમેટ એરિયા સારી રીતે આવરી લેવાયો હોય અને એનો ઉભાર સારી રીતે ઢંકાઇ જાય. ભારતમાં યુવતીઓને બાળપણમાં ફ્રોક અને સ્કર્ટ પહેરાવામાં આવે છે જ્યારે વયસ્ક યુવતીઓ મોટાભાગે ફ્રોક, સ્કર્ટ, સલવાર કમીઝ અને સાડી જેવાં વસ્ત્રો પહેરતી હોય છે જેમાં ‘કેમલ ટો’ દેખાવાની શક્યતા નથી હોતી. જોકે સમયની સાથે સાથે યુવતીઓનાં પરિધાન પણ આધુનિક બન્યાં છે. આવાં આધુનિક વસ્ત્રોનું મટિરિયલ એવું હોય છે જેમાં ‘કેમલ ટો’ દેખાઇ જવાની મહત્તમ શક્યતા રહેતી હોય છે. આધુનિક જિમ ટાઇટ્સ હોય કે પછી સ્કિન માટે કમ્ફર્ટેબલ હોય એવાં મટિરિયલનું જિન્સ...આ સ્ટાઇલનાં વસ્ત્રો પહેરતી વખતે ‘કેમલ ટો’ દેખાઇ શકે છે. આ સ્થિતિમાં એનો સ્વીકાર કરવો જોઇએ અથવા તો યોગ્ય રીતે ડ્રેસિંગની એવી ટિપ્સ અને ઉપાયો અમલમાં મૂકવા જોઇએ જેથી આ‌વી સ્થિતિમાં ન મૂકાવું પડે.

અન્ય સમાચારો પણ છે...