તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન:સુંદરીને સોહામણી બનાવતી કલમકારી પ્રિન્ટ્સ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે કલમકારી ખાદી, સુતરાઉ અને સિલ્ક મટિરિયલ પર જોવા મળે છે. જોકે હવે તો યુવાનોના ફેવરિટ ફેબ્રિક ડેનિમ પર પણ એનો જાદુ જોવા મળે છે

- પાયલ પટેલ

કલમકારી ભારતની ત્રણ હજાર વર્ષ કરતાં પણ વધારે જૂની કલા છે. પહેલાં એનો ઉપયોગ મંદિરોની સજાવટ કરવા માટે કરવામાં આવતો હતો પણ હવે આ ડિઝાઇન આધુનિક વસ્ત્રોમાં પણ લોકપ્રિય બની છે. ફેશનની દુનિયામાં કલમકારી પ્રિન્ટ ચર્ચામાં છે. સામાન્ય રીતે આ પ્રિન્ટ ખાદી, સુતરાઉ અને સિલ્ક મટિરિયલ પર જોવા મળે છે. જોકે હવે તો યુવાનોના ફેવરિટ ફેબ્રિક ડેનિમ પર પણ કલમકારીનો જાદુ જોવા મળે છે.

- કલમકારીની સાડી : સાડીમાં કલમકારીની સ્ટાઇલની અલગ અલગ ઘણી ડિઝાઇન જોવા મળે છે. ક્યારેક આખી સાડીમાં આ ડિઝાઇન જોવા મળે છે તો ક્યારેક પાલવ અને બોર્ડરમાં. સામાન્ય રીતે આ ડિઝાઇનમાં દેવી-દેવતા, લક્ષ્મી-નારાયણ તેમજ રાધા-કૃષ્ણની લીલા જોવા મળે છે. આ સિવાય ફૂલ અને પાંદડાની ડિઝાઇન પણ જોવા મળે છે. કલમકારી કરેલી સાડી દૂરથી ભરત ભરેલી સાડી જેવી ઇફેક્ટ આપે છે પણ હકીકતમાં એ કલમકારી પ્રિન્ટનો કમાલ છે. હવે તો માર્કેટમાં આધુનિકાઓની પહેલી પસંદ બની ગયેલી ટૂ પીસ સાડી અને સ્કર્ટ સાડીમાં પણ કલમકારી પ્રિન્ટ જોવા મળે છે. આ સ્ટાઇલની સાડી પહેર્યાં પછી યુવતી બહુ આકર્ષક લાગે છે.

-કલમકારી પ્રિન્ટનું બ્લાઉઝ : ડિઝાઇનર બ્લાઉઝ સાડી અને લહેંગા બંને પર સારું લાગે છે. આ ડિઝાઇનર બ્લાઉઝ સિલ્ક અને કોટન બંને પ્રકારના મટિરિયલમાં મળે છે. કલમકારી પ્રિન્ટનું આ ડિઝાઇનર બ્લાઉઝ આઉટફિટની સુંદરતા વધારે દે છે. ઘણીવાર આખું બ્લાઉઝ કલમકારી પ્રિન્ટના ફેબ્રિકનું બનેલું હોય છે તો ક્યારેક બ્લાઉઝમાં મોટિફ તરીકે કલમકારી પ્રિન્ટના પેચવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય કેટલાક ડિઝાઇન બ્લાઉઝમાં માત્ર બાંય પર આ પ્રકારની પ્રિન્ટ જોવા મળે છે.

- સલવાર-કુર્તામાં કલમકારી : સલવાર-કુર્તો પરંપરાગત ડ્રેસ છે જે દરેક યુવતીને સારો લાગે છે. આ ડ્રેસમાં પણ કલમકારી પ્રિન્ટ લોકપ્રિય છે. જો તમારો ડ્રેસ સાદો હોય તો કલમકારી કરેલો દુપટ્ટો એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે અને જો કલમકારીની પ્રિન્ટવાળો ડ્રેસ હોય તો એના પર સાદો દુપટ્ટો વધારે સારો લાગે છે.

- પલાઝોની સ્ટાઇલ : પલાઝો પહેરવામાં સુવિધાજનક છે અને મોર્ડન લુક પણ આપે છે. આ ખાસિયતને કારણે પલાઝો યુવતીઓની પહેલી પસંદ બની ગયો છે. પ્લેન ટોપ સાથે કલમકારી પ્રિન્ટવાળો પલાઝો અત્યંત સુંદર લાગે છે. આ સિવાય પલાઝો અને ટોપમાં કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન પણ સારું લાગે છે.

- કલમકારી પ્રિન્ટવાળું સ્કર્ટ : સ્કર્ટ લોંગ હો કે શોર્ટ પણ આ પ્રિન્ટ એને એને અલગ જ લુક આપે છે. જોકે કલમકારી પ્રિન્ટવાળું સ્કર્ટ પહેરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે જો સ્કર્ટમાં આ પ્રિન્ટ હોય તો પ્લેન ટોપની પસંદગી કરવી જોઇએ અને જો ટોપમાં આ પ્રિન્ટ હોય તો એની સાથે પ્લેન સ્કર્ટ જ સારું લાગે છે. આમ, કલમકારી પ્રિન્ટના સ્કર્ટ સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગ જ સારું લાગે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો