રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ અને બહેનના લાગણીસભર સંબંધોની ઉજવણીનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાઇની સાથે સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભાભીને બાંધવામાં આવતી રાખડીને ચૂડા રાખડી કે લુંબા રાખડી કહેવાય છે. લગ્ન બાદ ભાઈનાં સુખ તેમજ દુ:ખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે. ભાભી રાખડી ઘણા સમયથી મળે છે પરંતુ એમાં દર વર્ષે નવા ટ્રેન્ડ બદલાય છે. હાલમાં ભાભી રાખડીમાં જેમાં ટેઝલ, જડતર લુંબા, ટ્રેડિશનલ લુંબા, જડતર પોંચા જેવી ચાર પ્રકારની રાખડી લોકપ્રિય છે. આ રાખડી સેટમાં પણ મળે છે. }પર્લ અને લટકણનો ઉપયોગ લુંબા રાખીમાં પર્લ અને લટકણનો ક્રેઝ વધી રહ્યો છે. આનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી લુંબા રાખી અનેક રંગ અને ડિઝાઇનમાં મળે છે. મેચિંગ લુંબાની શોખીન માનુનીઓ તેમના ડ્રેસને મેચિંગ હોય પર્લ તેમજ લટકણનો ઉપયોગ કરીને બનાવેલી લુંબા રાખીની પસંદગી કરે છે. }જડતર લુંબા જડતર લુંબા ગ્લેમર લુક આપે છે. આ સ્ટાઇલની લુંબા રાખડીમાં સ્ટોન, પર્લ અને અમેરિકન ડાયમંડનો ઉપયોગ થાય છે. રક્ષાબંધન પછી આ જડતર લુંબાને કુર્તી તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકાય છે. }ટ્રેડિશનલ લુંબા લુંબા રાખડી પહેલાં પરંપરાગત રીતે રેશમના દોરાથી બનાવવામાં આવતી હતી. જોકે હવે એનો ગ્લેમરસ લુક વધારે લોકપ્રિય છે. પરંપરાગત લુંબા બનાવવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.