લેટ્સ ટોક:બ્રા, બ્રેસ્ટ હેલ્થ અને મૂંઝ‌વતા સવાલો...

3 મહિનો પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક
  • સૂતી વખતે બ્રા ન પહેરવાની આદત હોય તો તે તમારા માટે સારી આદત છે. જો તમને આવી આદત નથી, તો તેને અજમાવી શકો છો

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે વારંવાર કોઈને કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અંશુલા કપૂરે હાલમાં જ એક રીલ બનાવી છે એના કારણે તે બહુ ચર્ચામાં છે. અંશુલા કપૂરે જે વિડીયો શેર કર્યો છે તેમાં તે ઓન કેમેરા પોતાની બ્રા નીકાળતી જોવા મળી છે. આ વિડીયોમાં અંશુલા કપૂરે જે કપડાં પહેર્યા છે તેમાંથી જ તે બ્રા બહાર નીકાળતી જોવા મળી રહી છે. માત્ર થોડા સેકન્ડનો આ વિડીયો શેર કરતા અંશુલા કપૂરે લખ્યું કે, સંડે બ્રંચથી ઘરે આવ્યા પછીનું સૌથી સારું કામ. અંશુલા કપૂરનો આ વિડીયો જોયા પછી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ લખ્યું કે તે દરરોજ આવું કરે છે. આ પોસ્ટમાં અનેક મહિલાઓએ સ્વીકાર્યું છે કે તેઓ જ્યારે ઘરમાં હોય ત્યારે બ્રા વગર જ રહેવાનું પસંદ કરે છે. અંશુલાના આ વિડીયો બ્રા વગર રહેવાનું સ્તનની સ્વસ્થતા અને સુરક્ષા માટે કેટલું ફાયદાકારક છે અને કેટલું નુકસાનકારક છે એ વિશે જાણવામાં અનેક મહિલાઓને રસ પડ્યો છે. બ્રા કેટલો સમય પહેરવી જોઇએ અને ઘરમાં બ્રા ન પહેરીએ તો ચાલે? જેવા અનેક પ્રશ્નો મનમાં આવતા હોય છે. ચાલો જાણીએ આવા જ અનેક મહત્ત્વના સવાલ અને એના જવાબ. પ્રશ્ન : રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઇએ? ઉત્તર : જો તમને સૂતી વખતે બ્રા ન પહેરવાની આદત હોય તો તે તમારા માટે સારી આદત છે. જો તમને આવી આદત નથી, તો તમે થોડા દિવસો સુધી તેને અજમાવી શકો છો. બ્રા પહેર્યા વિના સૂવાથી રાત્રે ખૂબ જ સારી ઊંઘ આવે છે. બ્રા વગર સૂવાથી ત્વચા જાણે બંધનમુક્ત થઇ ગઇ હોય એવી લાગણી થાય છે અને આ કારણોસર રાત્રે તમારી બ્રા ઉતારવાથી તમને સારી ઊંઘ આવે છે. પ્રશ્ન : બ્રા ન પહેરવાથી સ્તનની ત્વચાને લગતી સમસ્યા થઇ શકે છે? ઉત્તર : બ્રા ન પહેરવાથી તમારા બ્રેસ્ટની આસપાસ ત્વચાની સમસ્યા થતી નથી. આનાથી વિરુદ્ધ બ્રા પહેરવાથી એના સ્ટ્રેપને કારણે સ્તનની આસપાસ લાલાશવાળી ત્વચા થઇ જાય છે અને ક્યારેક ખંજવાળ અને બળતરા થાય છે. કેટલાક લોકો તેને સામાન્ય પ્રક્રિયા તરીકે અવગણે છે, પરંતુ કેટલીકવાર તે ખતરનાક બની શકે છે. બ્રા ન પહેરવાથી ત્વચા પર બેક્ટેરિયા અને કીટાણુઓ ફેલાવાની શક્યતા ઘટી જાય છે. ઉનાળા અને ભેજવાળા હવામાનમાં ત્વચા પર બેક્ટેરિયા વધુ વધે છે, તેથી જો તમે ઘરમાં રહો તો બ્રા પહેરવાનું ટાળો. પ્રશ્ન : બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે? ઉત્તર : અમેરિકન કેન્સર સોસાયટીના અનુસાર, બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે એ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વર્ષ 2014માં 1 હજાર 513 પોસ્ટ-મેનોપોઝ મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે બ્રા પહેરવા અને બ્રેસ્ટ કેન્સરની વચ્ચે કોઈ સંબંધ નથી. ફ્રાન્સની બેસનકોન યુનિવર્સિટીના પ્રોફેસર જીન-ડેનિસ રૂઈલોનના અનુસાર, બ્રા પહેરવી જરૂરી નથી. પ્રોફેસરે 15 વર્ષ સુધી બ્રા પર રિસર્ચ કર્યું અને પછી જણાવ્યું કે બ્રા પહેરવાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થઈ શકે છે. પ્રશ્ન : બ્રા પહેરવાથી કોઇ ફાયદો થાય છેેેેેેેેેેેે? ઉત્તર : એવું નથી કે બ્રા પહેરવાથી માત્ર નુકસાન જ થાય છે. તેના ઘણા ફાયદા પણ છે. બ્રા પહેરવાથી બ્રેસ્ટને સપોર્ટ મળે છે. પબ્લિક પ્લેસમાં આત્મવિશ્વાસ વધે છે. કોઈપણ ડ્રેસમાં તમારું શરીર આકર્ષક લાગે છે અને યોગ્ય સાઈઝની બ્રા પહેરવાથી બોડી શેપમાં દેખાય છે. પ્રશ્ન : બ્રા ન પહેરવામાં આવે તો સ્તન ઢીલાં થઇને લચી પડે છે? ઉત્તર : એવું માનવામાં આવે છે કે બ્રા પહેરવાથી સ્તનો કડક અને સુવ્યવસ્થિત રહે છે, નહીં તો તે ઢીલા અને લબડી જાય છે અથવા છૂટી જાય છે. જો કે તેનો કોઇ પુરાવો નથી. સમયાંતરે કરવામાં આવેલા સંશોધન અને અધ્યયનની પુષ્ટિ છે કે સ્તનોના સ્વાસ્થ્યમાં બ્રાનો બહુ ફાળો નથી.

અન્ય સમાચારો પણ છે...