તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:બેસ્ટ ફ્રેન્ડે ફોડી દીધો લગ્ન પહેલાનાં પ્રેમ પ્રકરણોનો ભાંડો!

મોહિની મહેતાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રશ્ન : હું 35 વર્ષનો યુવક છું. મારો બિઝનેસ સારો ચાલે છે. મારી પત્ની મારા કરતા વધારે ભણેલી છે અને સારા પદ પર નોકરી કરે છે. મારા પત્ની ઘરની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવે છે અને ક્યારેય ઘરમાં આ વાતનો ઘમંડ નથી કરતી. મારી પત્ની સારા સ્વભાવની હોવા છતાં મને એ વધારે ભણેલી હોવાની સમસ્યા સતાવે છે. મારી આ લાગણી દૂર કરવા માટે શું કરું? એક યુવક (નવસારી) ઉત્તર : આપણા દેશમાં સ્ત્રી પુરુષ બન્નેને સમાન અધિકાર પ્રાપ્ત છે. આજે યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે. તમારે તો એ વાતથી ખુશ થવું જોઇએ કે તમારી પત્નીને સારું શિક્ષણ મળેલું છે. સારી રીતે ભણેલી પત્ની ઘરની સાથે સાથે બહારની જવાબદારી પણ સુપેરે નિભાવે છે. પતિ ઇચ્છે તો પત્નીની યોગ્યતાનો અધિકથી અધિક લાભ લઇ શકે છે. સંતાનોના અભ્યાસમાં મદદ લઇ શકે છે. ભણેલી સ્ત્રી મહત્વનાં દસ્તાવેજો વાંચીને સમજી શકે છે. તો તેનો લાભ પણ પતિ સરળતાથી લઇ શકે છે. જ્યારે પતિ પત્નીની યોગ્યતાને સહન નથી કરી શકતો ત્યારે એનામાં ક્યારેક હીન હોવાની ભાવના આવી જાય છે. આ યોગ્ય નથી. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વધુ ભણેલી પત્ની પતિ પર રૂઆબ કરતી હોય છે. જો તમારી પત્ની આવું ન કરતી હોય તો કારણ વગર દુખી થવાનો મતલબ નથી. તમારી જે સમસ્યા છે એ કોઇ નક્કર આધાર વગરની માનસિક સમસ્યા છે અને એનો ઉકેલ માત્ર તમારા હાથમાં જ છે. તમારે વધુ શિક્ષિત પત્ની મેળવી પતિએ ક્ષોભ કરવા કરતાં પત્નીના શિક્ષણનો ફાયદો ઉઠાવી ઘરસંસારને આનંદથી ચલાવવો જોઇએ. પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. છ મહિના પછી મારા લગ્ન છે. મને લગ્ન પછીના જીવન વિશે અનેક સવાલો સતાવી રહ્યા છે જેના કારણે હું ભારે મૂંઝવણ અનુભવું છું. હું લગ્ન પહેલા જ મારા સાસુ-સસરા સાથે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવા માગુ છું પણ મારી મમ્મી ના પાડે છે અને કહે છે કે લગ્ન પછી બધુ બરાબર થઇ જશે. હું શું કરું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : જેમ તમે લગ્ન કરીને બીજા પરિવારમાં જઇ રહ્યા છો એવી જ રીતે સામેનો પક્ષ પણ કોઇ નવા સભ્યને પરિવારમાં સ્થાન આપવાનો છે. આમ, બંને પક્ષના મનમાં કેટલાક પ્રશ્નો હોય એ સ્વાભાવિક છે. જો તમારે કોઇ મુદ્દા પર સાસરિયાં સાથે વાત કરવી હોય તો શાલિનતાથી લગ્ન પહેલા જ સ્પષ્ટતા કરી લો એ જરૂરી છે. તમે માત્ર પતિ સાથે નહીં તેના સમગ્ર પરિવાર સાથે લગ્ન કરો છો. લગ્ન બાદ તમારા નિર્ણયો ફક્ત તમારા પતિને નહીં તમારા સાસુ-સસરા પર પણ અસર કરે છે. તમારી હાલની જીવનશૈલી અને લગ્ન પછી કેવી રીતે જીવવા માગો છો તે અંગે ચર્ચા કરવી જરૂરી છે. આ ચર્ચાથી એ ફાયદો થશે કે તમે જાણી શકશો કે તમારા રૂટિનમાં તે લોકો કેવા ફેરફારો ઈચ્છે છે, જેથી કરીને સહસમતિથી તમે નિર્ણય લઈ શકો. આ સિવાય તમે હાઉસવાઈફ રહેવા માગો છો કે લગ્ન પછી પણ કામ ચાલુ રાખવા માગો છે તે અંગે તમારા પાર્ટનર અને સાસરિયા સાથે ચર્ચા કરી લેવી જોઈએ. તમારા મનમાં જે પણ લક્ષ્યો હોય તેની ચર્ચા ખુલ્લા દિલે તેમની સાથે કરી લો. પ્રશ્ન : હું મારા બોયફ્રેન્ડ સાથે પાંચ વર્ષથી સ્ટેડી છું. હવે મારો બોયફ્રેન્ડ આગળ અભ્યાસ કરવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હું તેની પ્રગતિથી ખુશ છું પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ વિશે મારા મનમાં અનેક શંકાઓ છે. હું એવું માનું છું કે એકબીજાથી દૂર રહેવાથી સંબંધનો ચાર્મ ઓછો થઇ જાય છે. શું આવા સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે? ઉત્તર : દરેક પ્રકારની રિલેશનશીપના હકારાત્મક અને નકારાત્મક પાસાં હોય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ નિષ્ફળ જ જાય છે એવું નથી પણ એમાં પ્રત્યક્ષ સ્પર્શની લાગણીની બાદબાકી થઇ જાય છે. લોંગ ડિન્સ્ટરન્સ રિલેશનશીપના શરૂઆતના કેટલાક મહિનાઓમાં બધુ બરાબર લાગે છે પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ફસ્ટ્રેશન લેવલ પણ વધતું જાય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં બીજી બધી લાગણીઓની સાથે સાથે અસુરક્ષિતતાની લાગણી પણ હોય છે. જ્યારે આ લાગણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે સંબંધોમાં સમસ્યાની શરૂઆત વધતી જાય છે. જો થોડી સમજદારીથી કામ લઈને આ અસુરક્ષિતતાની લાગણી પર કાબૂ મેળવવામાં આવે તો લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ સફળ થવાની શક્યતા વધી જાય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ સફળ સાબિત થશે કે નિષ્ફળ એ નક્કી કરવા માટેનું કોઇ ખાસ ગણિત નથી. આ વાતનો આધાર એની પસંદગી કરનાર પ્રેમીઓની માનસિકતા અને સમજદારી પર છે. જો પ્રેમીઓ સમજદાર હોય તો આ પ્રકારના સંબંધો સફળ નીવડે છે. પ્રશ્ન : મારા લગ્નને એક વર્ષ થયું છે. હું મારા લગ્નજીવનમાં સુખી છું. થોડાક મહિનાઓ પહેલા મારી એક કોલેજની ખાસ ફ્રેન્ડ મારા ઘરે આવી હતી અને તે મારા પતિની પણ સારી મિત્ર બની ગઈ હતી. એકવાર તેણે નિર્દોષ ભાવે મારા કોલેજકાળ વખતનાં પ્રેમ પ્રકરણોનો ભાંડો મારા પતિ પાસે ફોડી દીધો હતો. એ સમયથી જ મારા અને મારા પતિના સંબંધોમાં થોડી સમસ્યા ઊભી થઇ છે. હવે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એવી હોય છે. મોટાભાગની યુવતીઓ પોતાની નજીકની મિત્ર સાથે પોતાની તમામ અંગત બાબતો શેયર કરતી હોય છે. હકીકતમાં આ મામલે સતર્કતા રાખવાની જરૂર હોય છે. મિત્ર ગમે તેટલી ખાસ કેમ ન હોય પણ કેટલીક વાતોની ચર્ચા ક્યારેય ન કરવી જોઇએ. ભૂલથી પણ ક્યારેય તમારા જાતીય જીવનની વિગતો એની સાથે ન ચર્ચો. શક્ય છે કે ભવિષ્યમાં તે તમારી મિત્ર ન રહે. આ સંજોગોમાં એ તેની પાસે તમારી અંગત વાતોની માહિતી હોવાનો ગેરફાયદો ઉઠાવી શકે છે. યુવતીઓ પોતાની મિત્રને પોતાના બોયફ્રેન્ડ વિશેની તમામ માહિતી આપી દેતી હોય છે, જાતીય સંબંધોની વિગતો પણ. તેઓ આ વિગતો શેર કરતી વખતે સ્હેજ પણ વિચાર નથી કરતી કે જો બોયફ્રેન્ડ સાથે લગ્ન ન થયા તો તેની કેટલીક બદનામી થઇ શકે છે. તમારી સાથે પણ આવું જ થયું. તમારી મિત્રએ નિર્દોષતાથી તમારા પ્રેમ પ્રકરણોની વિગતો તમારા પતિને કહી દીધી પણ આખરે સમસ્યા તમને જ થઇને. આ પરિસ્થિતિમાં અકળાઇ જવાના બદલે કળથી અને પ્રેમથી કામ લો. તમે તમારા પતિને સમજાવી શકો છો કે તમે આ સંબંધો માટે ગંભીર નહોતા. તમારે તમારા પ્રેમ અને કાળજીથી પતિનો વિશ્વાસ પરત જીતવાનો છે. હવે આ અનુભવ પરથી બોધપાઠ લઇને અંગત વાતની ચર્ચા ક્યારેય બીજી વ્યક્તિ સાથે ન કરતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો