પહેલું સુખ તે...:વર્કઆઉટનાં શ્રેષ્ઠ પરિણામ માટે પહેલાં અને પછી ધ્યાનમાં રાખો કે...

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલીક વ્યક્તિઓ એક્સરસાઇઝની બરાબર પહેલાં ખાઇ શકે છે તો કેટલાક લોકોને તેમના આહારના પાચન માટે થોડો સમય જોઇતો હોય છે. હવે કેટલો આહાર લેવો જોઇએ એનો આધાર ટ્રેનિંગના સમયગાળા અને ઇન્ટેન્સિટી પર આધાર રાખે છે

જ્યારે ફિટનેસ રૂટિનની વાત થઇ રહી હોય ત્યારે તમે જિમમાં પરસેવો પાડવા માટે જે સમય આપ્યો હોય એ તો મહત્ત્વનો છે જ પણ વર્કઆઉટના શ્રેષ્ઠ પરિણામ માટે આટલું પૂરતું નથી. જો તમને ખબર હોય કે વર્કઆઉટ શરૂ કરતા પહેલાં અને વર્કઆઉટ કરી લીધા પછી કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો તમે વધારે સારા પ્રોગ્રેસ કે પરિણામ માટે રૂટિનમાં જરૂરી ફેરફાર કરી શકો છો.

વર્કઆઉટ પહેલાં શું કરવું જોઇએ? 1. હાઇડ્રેટ : શું તમને ખબર છે કે જો તમારા બોડી ફ્લુઇડમાં માત્ર 1 ટકાનો પણ ઘટાડો થાય તો એના કારણે તમારા પરફોર્મન્સમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. જો તમે પૂરતાં હાઇડ્રેટેડ ન હો અને વર્કઆઉટની શરૂઆત કરી તો તમે બહુ ઝડપથી થાકી જશો અને એના કારણે તમારા વર્કઆઉટ પરફોર્મન્સ પર અસર થશે. શરીરની થર્મોરેગ્યુલેશન જેવી અનેક દેહધાર્મિક પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. આ કારણે જ્યારે ટ્રેનિંગ સેશન માટે જાઓ ત્યારે પૂરતા પ્રમાણમાં હાઇટ્રેડેટ રહો એ વાતનું ધ્યાન રાખો. 2. ફ્યુલ કાર્ડિયો એક્સરસાઇઝ ભૂખ્યાં પેટે કરવી જોઇએ કે કંઇક ખાઇને? આ મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલો છે. ભૂખ્યાં પેટે કરવામાં આવેલી કાર્ડિયો એક્સરસાઇઝ ચરબીના દહનમાં મદદ કરે છે કારણ કે એ તબક્કે ગ્લાયકોજન સ્ટોર અત્યંત ઓછો હોય છે. જોકે આ રીતે મળતું પરિણામ બેસ્ટ કે મોસ્ટ ઇન્ટેન્સ વર્કઆઉટના પરિણામ સમાન ન કરી શકાય. જો તમે આ વાતને ફિઝિયોલોજિકલ દૃષ્ટિકોણથી વિચારો તો શરીરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કાર્બોહાઇડ્રેટ છે અને જ્યારે હાઇ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવામાં આવે છે ત્યારે શરીર એનો ઉપયોગ કરવાનું સૌથી વધારે પસંદ કરે છે કારણ કે એનાં મેટાબોલિઝમ માટે ઓછા ઓક્સિજનની જરૂર પડતી હોય છે. વધારે ઇન્ટેન્સ ટ્રેનિંગ કરવાથી એક્સેસ પોસ્ટ એક્સરસાઇઝ ઓક્સિજન કન્ઝમ્પશન (EPOC) વધે છે જેના કારણે વર્કઆઉટ પછી પણ ચરબીનાં દહનની પ્રક્રિયા ચાલુ જ રહે છે. આનાથી વિરુદ્ધ જ્યારે તમે ફેટનો ઊર્જાનો સ્ત્રોત ગણીને લોઅર ઇન્ટેન્સિટી સાથે એક્સરસાઇઝ કરવામાં આવે તો શરીરનો ઊર્જાદહનનો દર ઘટી જાય છે. આમ, આ વાતને સરળ શબ્દોમાં કહીએ તો શરીર જ્યારે પ્રાઇમરી ફ્યુલ સોર્સ તરીકે ચરબીના બદલે કાર્બોહાઇડ્રેટનો ઉપયોગ કરે છે ત્યારે એનો ઊર્જાદહનનો દર સરખામણીમાં વધારે હોય છે. આકરા ટ્રેનિંગ સેશન પહેલાં ક્યા ફ્યુલ સોર્સનું સેવન યોગ્ય? સરળ કાર્બોહાઇડ્રેટ પચવામાં અને રક્તનાં માધ્યમથી સ્નાયુ સુધી પહોંચવામાં પ્રમાણમાં ઝડપી હોય છે. એ મસલ્સને ઝડપથી ઊર્જા આપે છે જેનાં કારણે તમે આકરી અને ઝડપી ટ્રેનિંગ લાંબા સમય સુધી લેવા માટે સક્ષમ બનો છો. આ સંજોગોમાં વર્કઆઉટ પહેલાં ફળો અને લિક્વિડ કાર્બોહાઇડ્રેટ સોલ્યુશન એ આકરા ટ્રેનિંગ સેશન પહેલાં લઇ શકાય એવા ફ્યુલ સોર્સના સારા વિકલ્પ છે વર્કઆઉટના કેટલા સમય પહેલાં કેટલું ફ્યુલ લેવું જોઇએ? આ પ્રમાણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઇ શકે છે. કેટલીક વ્યક્તિઓ એક્સરસાઇઝની બરાબર પહેલાં ખાઇ શકે છે તો કેટલાક લોકોને તેમના આહારના પાચન માટે થોડો સમય જોઇતો હોય છે. હવે કેટલો આહાર લેવો જોઇએ એનો આધાર ટ્રેનિંગના સમયગાળા અને ઇન્ટેન્સિટી પર આધાર રાખે છે. તમારા માટે યોગ્ય શું છે છે એ તમારે તમારી રીતે સેટ કરવું પડશે પણ વર્કઆઉટ પહેલાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું હંમેશાં ધ્યાન રાખો.

વર્કઆઉટ પછી શું કરવું જોઇએ? 1. રિફ્યુલ વર્કઆઉટ પછી ધ્યાનમાં રાખવાનો સૌથી મહત્ત્વનો મુદ્દો રિફ્યુલની કાળજી લેવાનો છે. ફિઝિયોલોજિકલ દૃષ્ટિકોણથી વિચારીએ તો વેઇટ ટ્રેનિંગ સેશન પછી તમારું શરીર ફિઝિયોલોજિકલ સ્ટ્રેસની અનુભૂતિના તબક્કામાંથી પસાર થઇ રહ્યું હોય ત્યારે તમારા મસલ્સ કેટાબોલિક સ્ટેટની સ્થિતિનો અનુભવ કરી રહ્યા હોય છે. આ સ્થિતિમાં મસલ્સ પ્રોટીનનાં બ્રેકડાઉનની શરૂઆત થઇ જાય છે. કાર્ડિયો અથવા તો વેઇટ ટ્રેનિંગ સેશન પછી એક્સરસાઇઝ દરમિયાન શરીરની એનર્જીના ચાવીરૂપ ઘટક એવાં ગ્લાયકોજનનો સ્ટોર પણ ઘટી જાય છે. વર્કઆઉટ પછી તાત્કાલિક રિફ્યુલ માટેના પ્રયાસ કરીને તમે શરીરના લીન મસલ માસ બિલ્ડ કરવાના પ્રયાસમાં મદદ કરીને મસલ્સ બ્રેકડાઉન અટકાવવામાં મદદ કરીને કોષનું એનર્જી સ્તર જાળવી રાખો છો. એક્સરસાઇઝ પછીના અડધા કલાક જેટલો સમય રિફ્યુલ માટેનો આદર્શ સમયગાળો છે. આ 30 મિનિટને ક્યારેક ‘એનાબોલિક વિન્ડો’ તરીકે ઓળખવામાં આવે છે જે શરીરના ફ્યુલ મેનેજમેન્ટને મહત્તમ સક્રિય બનાવે છે. હાલના તબક્કે તો આ સમયગાળાને રિફ્યુલ માટે પર્ફેક્ટ સમય ગણવો જોઇએ. વર્કઆઉટ પછી બીજી પ્રવૃત્તિ તરફ ફંટાઇ જવું થોડું સહેલું છે પણ જો આ તબક્કા પછી કલાકો સુધી તમે કંઇ જ ન ખાઓ તો તમે મસલ્સ બ્રેકડાઉનને અટકાવી નહીં શકો અને પરિણામે મસલ પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા ઝડપી નહીં બનાવી શકો. આ કારણે વર્કઆઉટ કર્યા પછી અડધી કલાકની અંદર કંઇક ખાઇ લેવાનો નિયમ ભૂલ્યા વગર પાળશો તો ટ્રેનિંગ સેશનના કારણે થતા ફાયદાનો શરીરને સંપૂર્ણપણે લાભ થઇ શકશે. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...