તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેક દુલ્હન પોતાના લગ્નમાં સૌથી અલગ અને બધાથી સુંદર લાગવા ઇચ્છતી હોય છે. આ કારણોસર દુલ્હન માટેના મેકઅપના અને જ્વેલરીના ટ્રેન્ડમાં સમયની સાથે ફેરફાર થતો રહે છે. હાલમાં દુલ્હન માટે નાજુક ફ્લોરલ જ્વેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ફ્લોરલ જ્વેલરીને મહેંદી, પીઠી, કોકટેલ ફંક્શનમાં પણ પહેરી શકાય છે. }ફ્રેશ ફૂલોમાંથી બને છે આ જ્વેલરી આ ફ્લોરલ જ્વેલરી તાજાં ફૂલોમાંથી બનાવવામાં આવે છે. ફૂલોમાંથી બનેલી ફ્લોરલ જ્વેલરી પહેરવામાં હળવી હોય છે અને એની હળવી સુગંધ દુલ્હનને તાજગીનો અહેસાસ આપે છે. આ જ્વેલરી દરેક રંગના મળતી હોવાના કારણે લગ્નના અલગ અલગ કાર્યક્રમોમાં આઉટફિટ સાથે મેચ કરી શકાય છે. આ જ્વેલરીને ફ્રિજમાં કપડાંમાં વીંટાળીને 3થી 4 દિવસ સુધી રાખી શકાય છે }અલગ અલગ ફૂલોનો ઉપયોગ આ ખાસ જ્વેલરી બનાવવામાં મોગરો, ગુલાબ અને ઓર્કિડ જેવા ફૂલોનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની જ્વેલરીમાં નાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ નાના ફૂલોથી જ્વેલરી સરળતાથી બને છે અને એ સુંદર પણ લાગે છે. }ધ્યાનમાં રાખો જો આઉટફિટ અને મેકઅપ લાઇટ હોય તો ફ્લોરલ જ્વેલરી બોલ્ડ રંગની પસંદગી કરો. આ રીતે તમારો લુક બેલેન્સ થઇ જશે. જો આઉટફિટ બોલ્ડ અને બ્રાઇટ હોય તો એની સાથે લાઇટ ફ્લોરલ જ્વેલરી સારી લાગે છે. ફ્લોરલ જ્વેલરી સેટ બનાવવામાં તો એક દિવસનો જ સમય લાગે છે પણ એને બનાવવા માટે એક મહિના પહેલા ઓર્ડર આપવો પડે છે એટલે જો તમે લગ્નમાં ફ્લોરલ જ્વેલરી પહેરવા ઇચ્છતા હો તો પહેલાથી જ પ્લાનિંગ કરી લો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.