લગ્ન પહેલાં અને પછી અનેક વિધિ કરવાની હોય છે અને મોટાભાગની વિધિને ઘરમાં જ ન્યાય આપવામાં આવે છે. સામાન્ય રીતે પીઠી અને મહેંદી જેવી વિધિમાં ઘરમાં ખાસ સજાવટ નથી કરવામાં આવતી પણ જો થોડી સર્જનાત્મકતા દાખવવામાં આવે તો લગ્નની સજાવટની સુંદરતામાં વધારો થઇ જાય છે.
અગાસીમાં પીઠી : તમે ખુલ્લી અગાસીમાં પીઠી ચોળવાની વિધિનું આયોજન કરી શકો છો. જો અગાસીના એક ભાગમાં મોટી દીવાલ હોય તો એને સજાવો. ઘાસવાળી મેટને દીવાલ પર લગાવી દો. એના પર બે અલગ અલગ રંગના પડદા સજાવો. આ સિવાય પુષ્પગુચ્છથી પણ થોડી સજાવટ કરી લો. જો દીવાલ ન હોય તો બોર્ડની મદદથી સપોર્ટ તૈયાર કરી શકો છો.
અનેક રંગોનો ઉપયોગ : સંગીત અથવા તો મેહંદીની વિધિ હોય તો એની સજાવટ પણ એવી જ હોવી જોઇએ. એક મોટા રૂમને ખાલી કરો. એની બારી અને દરવાજા પર લાલ, લીલા અને પીળા જેવા બ્રાઇટ રંગોના પડદા લગાવો. જમીન પર પણ રંગબેરંગી ગાદલાં અને તકિયા વ્યવસ્થિત રીતે ગોઠવો. કોઇ હોલમાં પણ આવી સજાવટ કરી શકો છો.
લટકણની સજાવટ : રૂમની છત પર સજાવટના નાના-નાના પ્રયોગ કરી શકાય છે. છત પર વચ્ચે-વચ્ચે ફૂલના ઝુમ્મર લગાવી દો. આ સ્ટાઇલ બહુ જ સરસ લાગશે.
દુલ્હા-દુલ્હનની બેઠક : દુલ્હા-દુલ્હન જ્યારે ઘરે આવે ત્યારે આવી સજાવટ કરી શકાય છે. એમાં ફૂલની સેર સામેની તરફ લગાવો. વચ્ચે દુલ્હા-દુલ્હનની બેઠક વ્યવસ્થા ગોઠવો. આવી ગોઠવણ પીઠી ચોળવાની વિધિ માટે પણ કરી શકાય
નાનો રૂમ : જો રૂમ નાનો હોય તો એને સજાવવા માટે એક દીવાલને પડદાથી ઢાંકી દો. એને પણ ફૂલની સેરથી ડિઝાઇન બનાવો. એમાં વચ્ચે વચ્ચે પુષ્પગુચ્છ લટકાવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.