મોટાભાગની યુવતીઓ માને છે કે બોડીકોન ડ્રેસ પહેરવા માટે ખાસ બોડી ટાઇપની જરૂરી છે અને આ વાત કેટલાક અંશે સાચી પણ છે. જોકે ઘણી વખત ફિટ ફિગર હોય તો પણ તો પણ યુવતીઓ આ સ્ટાઇલનો ડ્રેસ પહેરવાનું ટાળે છે કારણ કે તેમને એમ લાગે છે કે આ ડ્રેસ પહેરવાથી તે બેડોળ લાગશે. બોડીકોન ડ્રેસ માટેની આ માન્યતા બિલકુલ યોગ્ય નથી. જો બોડીકોન ડ્રેસ પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસપણે સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.
 શેપવેર કરશે મદદ જો શેપવેર હજી સુધી તમારા વોર્ડરોબનો હિસ્સો ન બન્યા હોય તો તરત એને ખરીદી લેવા જોઇએ. હકીકતમાં બોડીકોન ડ્રેસ પહેરતી વખતે આ શેપવેર બહુ કામ લાગે છે. સારી ક્વોલિટીના શેપવેર તમને હંમેશાં કામ લાગશે. શેપવેર પહેરવાથી તમારી બોડી ટોન્ડ થયેલી લાગશે અને તેમે સરળતાથી બોડીકોન ડ્રેસ પહેરી શકશો. જો શેપવેર પહેર્યું હશે તો થોડું બહાર નીકળેલું પેટ અથવા તો અંડરવેરની લાઇન બોડીકોન ડ્રેસમાંથી જોવા નહીં મળે.
 લેયરિંગ લાગશે કામ લેયરિંગ ફેશનનો એક સારામાં સારો વિકલ્પ છે. આ ફેશન ટ્રેન્ડ બોડીકોન ડ્રેસમાં પણ બહુ કામ લાગશે. બોડીકોન ડ્રેસને સ્ટાઇલ કરવાનો આ એક સારો રસ્તો છે. કોઇ પણ સિંગલ રંગના બોડીકોન ડ્રેસની સાથે લેયરિંગ કરવા માટે તમે જિન્સનું જેકેટ પહેરી શકો છો. જો તમે ઇચ્છો તો કોટન જેકેટ પણ ટ્રાય કરી શકો છો. જો તમારે આકર્ષક લુક જોઇતો હોય તો તમને ગમે એવું કલર કોમ્બિનેશન પણ ટ્રાય કરી શકો છો. સામાન્ય રીતે કોન્ટ્રાસ્ટની પસંદગી કરવામાં આવે છે. બોડીકોન ડ્રેસ પર બ્લેઝર પણ સારું લાગે છે. લેયરને કારણે તમને ફીટિંગવાળો ડ્રેસ પહેરવામાં કોઇ સમસ્યા નહીં નડે અને લુક પણ આકર્ષક લાગશે.
 યોગ્ય ફેબ્રિકની પસંદગી બોડીકોન ડ્રેસ પહેરતી વખતે હંમેશાં ફેબ્રિકનું ધ્યાન રાખવું જોઇએ. જો ફેબ્રિક પ્રમાણે ડ્રેસની પસંદગી કરવામાં આવે તો બેસ્ટ લુક મળશે. હકીકતમાં બોડીકોન ડ્રેસ હંમેશાં જાડા ફેબ્રિકનો હોવો જોઇએ. જો આ ડ્રેસનું ફેબ્રિક પાતળું હશે તો એ શરીરને ચોંટી જશે અને એના કારણે શરીરનો અમુક ભાગ ખરાબ લાગશે. આ કારણોસર હંમેશાં જાડા ફેબ્રિકવાળો બોડીકોન ડ્રેસ જ પસંદ કરવો જોઇએ.  યોગ્ય નેકલાઇની પસંદગી બોડીકોન ડ્રેસના બેસ્ટ લુક માટે નેકલાઇન પર ધ્યાન આપવું જોઇએ. આ ડ્રેસ માટે ઓફ શોલ્ડર અથવા તો લો નેકવાળી નેકલાઇનની પસંદગી કરવી જોઇએ જેથી શરીર સાથે ચપોચપ બેસી ગયેલા ડ્રેસ પર બહુ ઓછા લોકોની નજર જશે. આવી નેકલાઇનના કારણે લોકોનું ધ્યાન ડ્રેસના ઉપરના હિસ્સા પર જ રહેશે. જો તમારે શરીરના ઉપરના હિસ્સાને હાઇલાઇટ કરવા ઇચ્છતા હો તો મોટા ઇયરિંગ પણ ટ્રાય કરી શકો છો.
 ડાર્ક રંગને પ્રાધાન્ય બોડીકોન ડ્રેસ માટે યોગ્ય રંગની પસંદગી પર્ફેક્ટ લુક માટે બહુ જરૂરી છે. જો તમને હળવા રંગો પસંદ હોય તો પણ બોડીકોન ડ્રેસ ડાર્ક રંગનો જ પસંદ કરો કારણ કે એ તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરી દેશે. બોડીકોન ડ્રેસમાં કાળો રંગથી બોડીનો શેપ વધારે આકર્ષક લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.