તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરેન્ટિંગ:માતા-પિતાનો માર ઘટાડે બાળકનો આત્મવિશ્વાસ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેરેન્ટ્સ પોતાની હતાશાને કારણે બાળક પર હાથ ઉપાડતા હોય છે પણ બાળકના કુમળાં મન પર નકારાત્મક અસર થાય છે

- મમતા મહેતા

ભાગ્યે જ એવી વ્યક્તિ હશે જેણે બાળપણમાં માતા-પિતાના હાથનો મેથીપાક ન ખાધો હોય. માતા કે પિતા જ્યારે બાળકને માર મારતા હોય છે ત્યારે ત્રીજી વ્યક્તિ આ મામલાને ગંભીરતાથી નથી લેતી. સમાજનું આ વલણ જ ભયજનક છે. હકીકતમાં પેરેન્ટ્સ પોતાની હતાશાને કારણે બાળક પર હાથ ઉપાડતા હોય છે પણ બાળકના કુમળાં મન પર એની બહુ નકારાત્મક અસર થાય છે. કેટલીક વાર બાળકો તો એ પણ નથી સમજી શકતાં નથી કે તેને માર કેમ પડ્યો છે? કેટલીક વાર મમ્મી કે પપ્પાનો મૂડ બરાબર ન હોય તો નજીવા કારણસર પણ બાળકની ધુલાઈ થઈ જાય છે. જોકે માતા-પિતાના આ વલણથી બાળકના આત્મવિશ્વાસ પર અસર પડે છે.

- માતા-પિતાની ભૂલ આપણા દેશમાં માતા-પિતાને દ્વારા બાળકને માર મારવાથી ઘટના મોટી ગણવામાં નથી આવતી. કોઈ ભૂલ માટે શિસ્ત શીખવવાને નામે અથવા તો પોતાનો ગુસ્સો ઉતારવા માટે બાળકોને પેરેન્ટ્સ દ્વારા માર મારવો એ આપણા દેશમાં સામાન્ય બાબત છે. કોઇ ભૂલ બદલ માતા-પિતા બાળકને ધોલ મારે છે, પરંતુ એવું વિચારવાની કોશિશ નથી કરતા કે આ મારની બાળકો પર શું અસર પડશે? હકીકતમાં જ્યારે માતા-પિતા બાળકને મારે છે ત્યારે ભૂલ બાળકની નહીં પણ માતા-પિતાની હોય છે.

-આત્મવિશ્વાસ પર પડે છે અસર બાળક સાથે મારપીટ કરવાથી બાળકનો આત્મવિશ્વાસ નબળો પડી જાય છે. જો બાળક સંવેદનશીલ હોય તો તેને માર ખાધા પછી ખૂબ ખરાબ લાગે છે. થપ્પડ મારવી એ શીખવવાની યોગ્ય રીત નથી. માર ખાનારા બાળકો મોટા થઈને બીજાને મારતાં શીખે છે. હાલમાં થયેલા રિસર્ચ મુજબ બાળપણમાં શારીરિકરૂપે સજા કરવાથી બાળકો મોટા થયા પછી મેન્ટલ અને પર્સનાલિટી ડિસઓર્ડરનો ભોગ બને એની શક્યતા વધી જાય છે.

- બની જાય છે એકલપેટુ જો તમે હંમેશાં બાળકને ખિજાયા કરતા હોય અને એની પર હાથ ઉઠાવતા હો બા‌ળક મોટું થયા પછી તમારી સાથે વાત કરતાં કે બહાર જવા માટે કતરાવા લાગશે. લોકોના ટોળામાં તે પોતાને એકલું મહેસૂસ કરશે અને પરિણામે એ એકલપેટુ બની જશે. લોકોના વચ્ચે તેને મારવાથી તેનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. તેને રિજેક્ટેડ હોવાની લાગણી થવા લાગશે. આવું જો વારંવાર થાય તો તેને પેરન્ટ્સ પ્રત્યે નફરત થઈ જશે અને તેમની કોઈ વાત નહીં માને.

- સમજાવટથી લો કામ બાળક તો નાનું હોય છે પણ આમાં માતા-પિતાએ સમજદારીથી કામ લેવું જોઇએ. શક્ય હોય ત્યારે બાળકને મારવાને બદલે પ્રેમથી સમજાવો. પેરન્ટ્સે સમજવું જોઈએ કે કયા સંજોગોમાં બાળક ભૂલ કરે છે. કેટલાક પેરન્ટ્સ માને છે કે વધુ પડતા પ્રેમથી બાળક બગડી જાય, પરંતુ આ સાચી માન્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો