એક્સેસરીઝ:સસ્તી, સુંદર અને ટકાઉ એક્સેસરી છે બીડની જ્વેલરી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્ટિફિશિયલ જ્વેલરીમાં અલગ અલગ સ્ટાઇલનાં બીડમાંથી બનાવાતી બીડ જ્વેલરી યુવતીઓમાં બહુ લોકપ્રિય બની ગઇ છે

હિલાઓનાં જીવનમાં અલગ અલગ સ્ટાઇલની જ્વેલરીનું ખાસ મહત્ત્વ હોય છે. મેચિંગ જ્વેલરી લુક અને પર્સનાલિટીમાં વધારો કરે છે. હાલમાં માર્કેટમાં અનેક સ્ટાઇલની આર્ટિફિશિયલ જ્વેલરી મળે છે. આર્ટિફિશિયલ જ્વેલરીમાં અલગ અલગ સ્ટાઇલનાં બીડમાંથી બનાવાતી બીડ જ્વેલરી યુવતીઓમાં બહુ લોકપ્રિય છે. આ બીડ જ્વેલરી ઘણી પેટર્ન અને સ્ટાઇલમાં મળે છે. એ રંગબેરંગી મોતી અથવા તો ક્રિસ્ટલમાંથી બનાવવામાં આવે છે. બીડ જ્વેલરીની ખાસિયત એ છે કે એ ઓછી કિંમતમાં પણ મળે છે અને એક્સપેન્સિવ રેન્જમાં પણ ઉપલબ્ધ છે. બીડ જ્વેલરી પહેરીને સાદા આઉટફિટમાં પણ ગ્લેમરસ લુક મેળવી શકાય છે. આ બીડ જ્વેલરી બનાવવા માટે ગ્લાસ બીડ્સ, પ્લાસ્ટિક બીડ્સ, મેટાલિક બીડ્સ અથવા તો એક્રિલિક બીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એ વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ સારી લાગે છે. જો તમારે અલગ જ લુક જોઇતો હોય તો કાશ્મીરી બીડ્સ, મારૂતિ બીડસ્, લાખનાં બીડ્સ, રુદ્રાક્ષ, મીનાકારી બીડ્સ, ગ્લાસ બીડ્સ અથવા તો ટ્રાઇબલ બીડ્સનો ઉપયોગ કરી શકો છો. }બીડનાં ઇયરિંગ્સ : બીડનાં ઇયરિંગ્સ આધુનિકાઓની પહેલી પસંદ છે. આ બીડનાં ઇયરિંગ્સ ટોપ સ્ટાઇલનાં અથવા તો હેગિંગ ઇયરિંગ સ્ટાઇલનાં હોય છે. }બીડનો હેવી સેટ : બીડનો હેવી સેટ જાજરમાન લુક આપે છે. બીડના સેટમાં રંગોના અનેક વિકલ્પ મળતા હોવાના કારણે તમે તમારા હેવી ડ્રેસ કે સાડી સાથે એને મેચ થતો બીડનો હેવી સેટ પહેરીને બધાં કરતાં અલગ લાગી શકો છે. }બીડનો ડેલિકેટ સેટ : બીડનો ડેલિકેટ સેટ રોજિંદા જીવનમાં પહેરવા માટે સારામાં સારો વિકલ્પ છે કારણ કે એ પ્રમાણમાં મજબૂત હોય છે અને જલદી ખરાબ નથી થઇ જતો. }બીડનો નેકલેસ : બીડનો નેકલેસ પહેરવાથી ગ્લેમરસ લુક મેળવી શકાય છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે લાંબા કે પછી ટૂંકા નેકલેસની પસંદગી કરી શકો છો. }બીડની રિંગ: બીડની મેચિંગ રિંગ હાથની સુંદરતામાં વધારો કરે છે. આ પ્રકાની રિંગ અલગ અલગ સ્ટાઇલમાં મળે છે અને શેપમાં મળે છે.

અન્ય સમાચારો પણ છે...