તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:ઘરમાં જામી જતી ધૂળ દૂર કરવાના જડબેસલાક ઉપાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં હવાની યોગ્ય અવરજવર માટે બારી અને બારણાં ખુલ્લાં રહે એ જરૂરી હોય છે પણ એના કારણે સાંજ સુધી મોટાભાગના સામાન પર ધૂળ અને માટીનો પાતળો થર પથરાઇ જાય છે. આ દરેક ઘરની સમસ્યા છે અને જો તમારે સારી રીતે સફાઇ કરવી હોય તો વેક્યૂમ ક્લિનરનો ઉપયોગ કરી શકો છો

ઘરમાં નિયમિત સફાઇ કરવામાં આવતી હોય છતાં ક્યારેક ઘરના ખૂણાઓમાં ધૂળ અને માટી હંમેશાં જોવા મળે છે. ઘરમાં હવાની યોગ્ય અવરજવર માટે બારી અને બારણાં ખુલ્લાં રહે એ જરૂરી હોય છે પણ એના કારણે સાંજ સુધી મોટા ભાગના સામાન પર ધૂળ અને માટીનો પાતળો થર પથરાઇ જાય છે. જો તમારી આસપાસ કોઇ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો આ સમસ્યા માથાનો દુખાવો બની જાય છે. આ દરેક ઘરની સમસ્યા છે અને રોજ ઘરના દરેક ખૂણાનું સંપૂર્ણ ડસ્ટિંગ કરવાનું શક્ય નથી હોતું. જોકે એવા કેટલાક ઉપાયો છે જેને અમલમાં મૂકવામાં આવે તો આ સમસ્યાને હળવી કરી શકાય છે. } વેક્યૂમ ક્લિનરનો ઉપયોગ જો તમારે સારી રીતે સફાઇ કરવી હોય તો વેક્યૂમ ક્લિનરનો ઉપયોગ કરી શકો છો. વેક્યૂમ ક્લિનરથી કપડાંની સરખામણીમાં વધારે સારી રીતે સફાઇ કરી શકાય છે. કપડાંથી માત્ર ઉપર ઉપરથી સફાઇ થાય છે પણ વેક્યૂમ ક્લિનર ઘરના દરેક ખૂણાની બહુ સારી રીતે સફાઇ કરે છે. વેક્યૂમ ક્લિનરની મદદથી પડદા અને ઓશિકાં સિવાય ખૂણામાં જામેલી ધૂળ, ફ્રિજ અને રસોડાની અભેરાઇઓ સાફ કરી શકાય છે. } માઇક્રોફાઇબર ડસ્ટર ધૂળને સારી રીતે સાફ કરવા માટે માઇક્રોફાઇબર ડસ્ટરનો ઉપયોગ કરી શકાય છે. આ માઇક્રોફાઇબર ડસ્ટરમાં થોડો સફેદ સરકો નાખીને ધૂળ સાફ કરવાનો પ્રયાસ કરો. આના કારણે ધૂળના રજકણો વધારે સારી રીતે સાફ કરી શકાય છે. તમે સફેદ સરકો અને પાણીનાં મિશ્રણને ધૂળવાળી જગ્યા પર સ્પ્રે કરીને એને કપડાંથી સાફ કરી શકો છો. } ઘરથી દૂર રાખો ચંપલની ધૂળ ઘરમાં કેટલીક ધૂળ ચંપલથી પણ આવે છે. આ કારણસર ઘરમાં ચંપલ પહેરીને ન આવો. ઘરમાં પ્રવેશ કરતી વખતે ચંપલને બહાર ઉતારી દો અથવા તો ચંપલનાં સ્ટેન્ડ પર ગોઠવી દો. ઘરના દરવાજા પર ડોરમેટ્સ રાખો. આ ડોરમેટ્સ પર પગ સાફ કરીને ઘરની અંદર આવવાની આદત પાડવાથી ઘરમાં ધૂળનું પ્રમાણ ઓછું થઇ જશે. } એસી અને કૂલરનાં ફિલ્ટર બદલો આપણે જ્યારે એસીની સર્વિસ કરાવીએ છીએ ત્યારે સામાન્ય રીતે એર ફિલ્ટર નથી બદલતાં પણ આ સાવ ખોટું છે. એર ફિલ્ટર બદલી નાખવાથી ઘરમાં ધૂળનું પ્રમાણ ઘટાડી શકાય છે. } દીવાલને રાખો સ્વચ્છ ઘરની દીવાલ સ્વચ્છ રહે એ પણ જરૂરી છે. નિયમિત રીતે ઘરની દીવાલો સાફ કરો અને ત્યાં ધૂળ જામવા ન દો. આ સફાઇ સ્વચ્છ કપડાંથી થવી જોઇએ. સફાઇ પછી સ્વચ્છ કપડાં પર જામેલી ધૂળ જોઇને તમને દીવાલો પર જામતી ધૂળના પ્રમાણનો અહેસાસ થશે. તમે આ કામ માટે વેક્યૂમ ક્લિનરનો ઉપયોગ કરી શકો છો. } કિચન કાઉન્ટરની સફાઇ કિચન કાઉન્ટરની સફાઇ તો આપણે રોજ કરીએ છીએ પણ કિચન કાઉન્ટરની આસપાર રહેલાં કોફી મેકર, ટોસ્ટર, મિક્સર અને ગેસની સગડી જેવાં સાધનોની નીચેની તરફ ધૂળ અને ગંદકી તો જામેલી જ રહે છે. આ માટે લીંબુની છાલને સરકાવાળી કરીને એનાથી આ ધૂળ અને ચીકણાશવાળી ગંદકી સાફ કરવામાં આવે તો એ સરળતાથી સાફ થઇ જશે. } વાઇપરનો કરો વપરાશ જો ડસ્ટરથી યોગ્ય રીતે સફાઇ ન થઇ શકતી હોય તો વાઇપરનો ઉપયોગ કરી શકાય છે. એક સ્પ્રે બોટલમાં બે ગ્લાસ પાણી અને ચાર ચમચી વિનેગર નાખીને એ મિશ્રણને જ્યાં સફાઇ કરવી હોય ત્યાં છાંટો અને પછી એક કપડાંથી સાફ કરી લો. વાઇપરના ઉપયોગથી ધૂળ નહીં ઊડે અને તમે ડસ્ટ એલર્જીથી પણ બચી જશો. } એર પ્યુરિફાઇંગ પ્લાન્ટ્સ જો ઘરમાં એર પ્યુરિફાઇંગ પ્લાન્ટ્સ લગાવવામાં આવે તો ઘરનાં વાતાવરણ ધૂળમુક્ત રાખવામાં સારી એવી મદદ મળે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

એર પ્યુરિફાયરનો ઉપયોગ ઘરની હવામાં રહેલા ધૂળનાં રજકણ દૂર કરવા માટે માર્કેટમાં એર પ્યુરિફાયરનો વિકલ્પ ઉપલબ્ધ છે. આને તમે ઘરમાં રાખી શકો છે. એ ઘરની હવામાં રહેલા ધૂળનાં રજકણને હટાવી શકો છો. એ ઘરને 100 ટકા ડસ્ટ ફ્રી રાખવાની ક્ષમતા ધરાવે છે. જો તમે વર્કિંગ છો અને તમારી પાસે ડસ્ટિંગ માટે સમય નથી તો તમારા માટે આ એક સારો વિકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...