પહેલું સુખ તે...:વર્કિંગ આઉટ વખતે બચો ઘૂંટણની પીડાથી

એક મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

જો તમને એક્સરસાઇઝ કરતી વખતે ઘૂંટણમાં પીડા થતી હોય તો હિંમત હારવાની કે પછી વર્કઆઉટ પ્લાન પડતો મૂકી દેવાની જરૂર નથી. એકસરસાઇઝ વખતે ઘૂંટણમાં પીડા ન થાય એ માટે કેટલીક ટિપ્સનું પાલન કરવાથી ફાયદો થાય છે. જો બહુ પીડા થતી હોય તો ફિઝિશિયનને મળીને તમારા માટે યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાનની પસંદગી કરવી જોઇએ. ઘૂંટણનો દુખાવો ન થાય એ માટે ખાસ ટિપ્સ Â યોગ્ય શૂઝની પસંદગી : એક્સરસાઇઝ કરતી વખતે બેસ્ટ શૂઝની પસંદગી કરો. જો યોગ્ય ફિટિંગવાળા શૂઝ ન પહેર્યા વગર એક્સરસાઇઝની શરૂઆત જ ખોટી રીતે થાય છે અને પગનું યોગ્ય અલાઇનમેન્ટ નથી જળવાતું જેના કારણે ઘૂંટણ પર દબાણ પડે છે. આવા નબળા અલાઇન્ટમેન્ટ સાથે સ્કોવોટિંગ અથવા તો જોગિંગ જેવી કસરત લાંબા સમય સુધી કરવાથી ઘૂંટણ પર દબાણ પડે છે અને દુખાવો વધી જાય છે. યોગ્ય ફિટિંગના શૂઝ ખરીદવા માટે તમારા પગના પ્રકાર પર ખાસ ધ્યાન આપો. જો તમારું બજેટ ટાઇટ હોય તો સપોર્ટિવ ઇન્સોલની મદદથી રનિંગ શૂઝની ક્ષમતા વધારી શકો છો. Â ‘ની કોલાપ્સ’ની સ્થિતિ ટાળો : સ્કોવોટ અને લન્જીસ જેવી એક્સરસાઇઝ કરતી વખતે ઘૂંટણને વધારે પડતા અંદરની તરફ વાળવાને કારણે ‘ની કોલાપ્સ’ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આ એક્સરસાઇઝની અયોગ્ય ટેક્નિકનું લક્ષણ છે. આના કારણે ‘ની પેઇન’અને ઇન્જરીની સમસ્યા થાય છે. ‘ની કોલાપ્સ’થી બચવા માટે ઘૂંટણને એડી સાથે વર્ટિકલી અલાઇન રાખો. Â સ્પિડ કરતા ક્વોલિટી મહત્ત્વની : સ્પિડ હંમેશાંં સારી વાત નથી હોતી. જો તમારી મૂવમેન્ટ અયોગ્ય હશે તો ભવિષ્યમાં ઇજા થવાની શક્યતા મહત્તમ વધી જશે. આવું ન થાય એ માટે વર્કઆઉટની સ્પિડ કરતા વધારે ધ્યાન ક્વોલિટી મૂવમેન્ટ પર આપો. Â ઘૂંટણને મજબૂત બનાવો : ઘૂંટણને ઇજા ન પહોંચે એ માટે એ મજબૂત હોય એ જરૂરી છે. આ માટે ક્વોડ્સ અને હેમસ્ટ્રિન્ગસ જેવા આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ. આ સિવાય ઘૂંટણના ઉપરના અને નીચેના સ્નાયુઓનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી હોય છે. Â ઘૂંટણી ઉપરના સ્નાયુઓની મજબૂતાઇ : જો તમે ઘૂંટણના દુખાવાથી બચવા ઇચ્છતા હો તો તમારા હિપ મસલ્સ એટલે કે ગ્લુટ્સને મજબૂત બનાવવા જોઇએ. મજબૂત ગ્લુટ મસલ્સ લોઅર લેગનું અલાઇનમેન્ટ કંટ્રોલ કરવામાં અને એના રોટેશનમાં મદદ કરે છે. જો આ સ્નાયુઓ નબળા હશે તો અલાઇનમેન્ટ નબળું પડશે અને એના કારણે ઘૂંટણ વધારાનું દબાણ અનુભવશે. Â ઘૂંટણ નીચેના સ્નાયુઓની મજબૂતાઇ: જો ઘૂંટણની ઇજાથી બચવું હોય તો નિયમિત રીતે એન્કલ સ્ટેબિલાઇઝેશન એક્સરસાઇઝ કરવી જોઇએ. સ્ટેબર એન્કલ ઘૂંટણના સપોર્ટ માટે મજબૂત બેઝ પૂરો પાડે છે, બેલેન્સ જળવાઇ રહે છે અને ‘ની-ઇન્જરી’ થતી અટકાવે છે. આ માટે સોફ્ટ સરફેસ પર સિંગલ-લેગ સ્ટેન્સની એક્સરસાઇઝ કરો. આ સિવાય એક્સરસાઇઝ કરતી વખતે એન્કલને મજબૂત ટેકો આપવા માટે રેસિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ પણ કરી શકાય છે. Â ક્રોસ ટ્રેનિંગની મદદ : જ્યારે એક્સરસાઇઝ પછી તમને ઘૂંટણના દુખાવાની સમસ્યા થવાની શરૂઆત થતી હોય ત્યારે જ આ સમસ્યાનું મૂળ કારણ શોધી લેવું જરૂરી છે. કેટલીક એક્સરસાઇઝ ઘૂંટણ માટે વધારે સ્ટ્રેસફુલ સાબિત થાય છે. હંમશાં એક્ટિવ રહેવું જરૂરી છે અને આ કારણે એવી કેટલીક ક્રોસ ટ્રે્નિંગ એક્ટિવિટી શોધી લેવી જોઇએ જેનાથી હાર્ટ-રેટ સારો થાય પણ ઘૂંટણના દુખાવાની સમસ્યામાં રાહત મળે. જો તમને એક્સરસાઇઝ પછી પણ ઘૂંટણના દુખાવાની સમસ્યા ન રહેતી હોય તો પણ એક્સરસાઇઝ રૂટિનમાં કેટલીક ક્રોસ-ટ્રેનિંગનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્યને હંમેશાંં ફાયદો જ થાય છે. Â યોગ : રોજ નિયમિત રીતે 30 મિનિટ સુધી યોગ કરવાથી એક્સરસાઇઝ રૂટિનમાં હકારાત્મક અસર પડે છે. યોગથી અનેક ફાયદા થાય છે. નિયમિત યોગની બેલેન્સિંગ એક્સરસાઇઝ કરવાથી બોડીને સારી રીતે બેલેન્સ તો કરી જ શકાય છે પણ સાથે સાથે ઘૂંટણને સ્ટ્રેસ આપ્યા વગર પગ અને ટ્રન્ક મસલ્સને પણ વધારે મજબૂત બનાવી શકાય છે. Â સ્વિમિંગ : સ્વિમિંગ એ સારામાં સારી કાર્ડિયોવસ્ક્યુલર એક્સરસાઇઝ છે. આ બેસ્ટ લો-ઇમ્પેક્ટ મૂવમેન્ટ છે જે ઘૂંટણને વધારે નુકસાન પહોંચાડ્યા વગર કરી શકાય છે. Â સાઇક્લિંગ : સાઇક્લિંગથી ક્વાડ્સ મજબૂત બને છે અને ઘૂંટણને રનિંગ તેમજ જમ્પિંગ જેવી હાઇ-ઇમ્પેક્ટ એક્સરસાઇઝમાંથી બ્રેક મળે છે. Â રોવિંગ : રોવિંગની મદદથી તમે બોડીનો લોઅર પાર્ટને વધારે મજબૂત બનાવી શકો છો. રોવિંગ સારામાં સારી કાર્ડિયો વસ્ક્યુલર એક્સરસાઇઝ છે અને એની મદદથી બોડીના અપર પાર્ટને પણ મજબૂત બનાવી શકાય છે. ઘૂંટણનો દુખાવો એક્ટિવ લોકોમાં જોવા મળતી બહુ કોમન સમસ્યા છે. જો તમે એની સાથે જીવતા શીખી જાઓ તો એ બહુ લાંબા સમય સુધી પરેશાન કરતી સમસ્યા નથી. તમે તમારા રૂટિનમાં થોડો ફેરફાર કરીને તેમજ ફૂટવેર જેવી કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે ઘૂંટણના દુખાવાની ચિંતા કર્યા વગર આખું જીવન એક્ટિવ રહી શકો છો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...