તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસુંધરાની વનસ્પતિ:ડાયાબિટીસની સારવારમાં ઉપયોગી અશ્વગંધા

ડો. અશોક શેઠ (શેઠ બ્રધર્સ)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશ્વગંધા કૃમિઘ્ન, યોનિશૂલહર અને ગર્ભસ્થાપક છે. તેનો ઉપયોગ સ્તનની નબળાઇ તેમજ ઇન્દ્રિયની શિથિલતા દૂર કરવા માટે થાય છે

અશ્વગંધા અથવા આસંધ એક વનસ્પતિ છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊંચાઈ ધરાવતો હોય છે. વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે. એનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. Âઅનિદ્રાની સારવારમાં ઉપયોગી અશ્વગંધા સ્વાદે તૂરી, કડવી અને જરાક તીખા રસવાળી, ઉષ્ણ વીર્ય, હળવી, ખૂબ જ વીર્યવર્ધક, પ્રભાવમાં રસાયન, પુષ્ટિકારક, વ્યાધિનાશક, બળવર્ધક અને આમવાતનાશક છે. આનું સેવન અનિદ્રાની સમસ્યાનો ઉકેલ લાવવામાં કરવામાં આવે છે. અશ્વગંધા કૃમિઘ્ન, યોનિશૂલહર, ગર્ભસ્થાપક અને ગર્ભાશયશોથહર છે. તેનો ઉપયોગ સ્તનની નબળાઇ તેમજ ઇન્દ્રિયની શિથિલતા દૂર કરવા માટે થાય છે. Âરાસાયણિક ગુણધર્મો જંગલી અશ્વગંધાના મૂળમાં સોમ્નિફેરીન નામના ક્ષારની હાજરી જોવા મળે છે અને એના કારણે જ એ નિંદ્રાપદ અને શાંતિપ્રદ ગુણધર્મ ધરાવે છે. ખાસ ઉછરેલી જાતિમાં શર્કરા, ચરબી, રાળ તેમજ અમુક રંજક દ્રવ્ય હોય છે. તેનાં મૂળમાં ક્યુસીઓહાઇગ્રીન, એનાહાઇગ્રીન, ટ્રોપીન તેમજ એનાફેરીન જેવાં તત્ત્વો હાજરી જોવા મળે છે. આ ઉપરાંત એમાં ગ્લાયકોસાઇડ, અમ્લ, સ્ટાર્સ તથા એમીનો એસિડ જોવા મળે છે. Âસારવારમાં ઉપયોગી અશ્વગંધા શક્તિવર્ધક તેમજ સ્તન વિકાસ માટે ઉત્તમ ઓષધી છે. અશ્વગંધામાંથી withania somnifira નામનું મધર ટિંક્ચર બને છે અને એ હોમિયોપેથી સારવારમાં ઉપયોગી છે. હોમિયોપેથી વિજ્ઞાન પ્રમાણે અશ્વગંધામાંથી બનતા મધર ટિંક્ચરનો ઉપયોગ ડાયાબિટીસ, માનસિક જડતા, ઓછી યાદશક્તિ, શ્વેતપ્રદર અને માસિકની અનિયમિતતાની સમસ્યાની સારવારમાં થાય છે.

અન્ય સમાચારો પણ છે...