તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસુંધરાની વનસ્પતિ:અનેક રોગોની સારવારમાં ઉપયોગી ઔષધ અર્જુન

ડો. અશોક શેઠ (શેઠ બ્રધર્સ)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અર્જુન હૃદયરોગ માટે ઉત્કૃષ્ટ ઔષધી છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલા માટે અર્જુનનો ઉપયોગ કરવો હિતાવહ નથી

અર્જુનના વૃક્ષની છાલ બહારથી સફેદ હોય છે. હૃદયરોગીઓ માટે આ વૃક્ષ વરદાન સમાન છે. આ ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. તેની છાલ, પાન અને ફળ દવામાં વપરાય છે. આજકાલ અર્જુનની છાલમાંથી અનેક દેશી દવાઓ બનાવવામાં આવે છે. લોહીવિકાર મટાડે અર્જુન અર્જુનનો સ્વાદ તૂરો-મધુર હોય છે. તેના ગુણધર્મ વિશે જાણીએ તો એ શીત વીર્ય, હૃદયની ધમનીમાં લોહી ન જામવા દેનાર, લોહીને પાતળું રાખનાર, સોજો ઉતારનાર, લોહીનું દબાણ ઘટાડનાર અને મૂત્રશુદ્ધિ કરનાર છે. અર્જુન ઘા, ક્ષય, ઝેર, લોહીવિકાર, મેદ, પ્રમેહ, શ્વાસ, પરસેવો, કફ અને પિત્ત-ગરમીની સમસ્યા દૂર કરે છે. આ ઔષધી રક્તસ્ત્રાવનાં દર્દો, ફ્રેક્ચર, લોહીનાં ઝાડા અને ક્ષયની ખાંસીની સારવારમાં વપરાય છે. એ આયુષ્ય, બળ અને કાંતિ વધારે છે. અર્જુન કફનાશક, મૂત્રસંગ્રહણીય તથા શામક, તાવને મટાડનાર, મેદહર અને હૃદયને બળ આપનાર છે. અર્જુનનું બંધારણ અર્જુનની છાલમાં કેલ્શિયમ કાર્બોનેટ 34%, કેલ્શિયમના અન્ય ક્ષાર 9% તથા ટેનિન 16% હોય છે. આ ઉપરાંત એમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, શર્કરા, ગ્લુકોસાઇડ અર્જુનેટીન તેમજ બી-સીટોસ્ટેરોલ અને અર્જુનેટીન જેવાં રસાયણોની હાજરી જોવા મળે છે. ગર્ભવતી મહિલા ન કરે ઉપયોગ અર્જુન હૃદયરોગ માટે ઉત્કૃષ્ટ ઔષધી છે. જોકે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલા માટે અર્જુનનો ઉપયોગ કરવો હિતાવહ નથી. અર્જુનમાંથી Terminalia Arjuna નામનું મધર ટિંક્ચર બને છે જે હોમિયોપથીમાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે એનો ઉપયોગ વારંવાર છીંક આવવાની સમસ્યા દૂર કરવા માટે તેમજ યોનિની સમસ્યાની સારવાર માટે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...