ટેક-બ્યુટી:ચહેરા માટે યોગ્ય હેરસ્ટાઇલ નક્કી કરવામાં મદદ કરે એપ

સ્નિગ્ધા શાહ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં માર્કેટમાં એવી અનેક મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે જેની મદદથી યુવતીઓ હેરકટ કરાવ્યા વગર તેમના ચહેરાને અનુરૂપ હેરસ્ટાઇલની પસંદગી કરી શકે છે. ઘણીવાર હેરકટ કરાવ્યા પછી એવું લાગતું હોય છે કે આ હેરકટ ધારણા મુજબ સારા નથી લાગતા પણ એ સમયે બીજો કોઇ વિકલ્પ નથી હોતો. જોકે એન્ડ્રોઇડ ફોન પરના પ્લેસ્ટોર અને આઇફોન માટેના એપસ્ટોરમાં એવી કેટલીક ખાસ ફ્રી મોબાઇલ એપ્લિકેશન છે જે ચહેરાને સારી લાગે એવી હેરસ્ટાઇલ પસંદ કરવામાં મદદ કરે છે. 1. ModiFace : Modiface એ લોકપ્રિય ડિજિટલ મેકઓવર એપ છે જે તમને અલગ અલગ લુક્સ ટ્રાય કરવાની તક આપે છે. જો તમે વાળ પર કોઇ નવો હેર કલર ટ્રાય કરવા ઇચ્છતા હો તો તમે ગણતરીની સેકંડોમાં એ તમારી પર કેવો લાગશે એ ચેક કરી શકો છો. આ માટે તમારે તમારો ફોટો ક્લિક કરીને એના પર વાળની હેર આઉટલાઇન સિલેકટ કરીને એની પર અલગ અલગ હેર કલર વર્ચ્યુઅલી ટ્રાય કરી શકો છો. ઘણી વખત હેર કલર કરાવ્યા પછી એમ લાગે કે એ ચહેરાને અને ત્વચાના ટોનને મેચ નથી થતા તો આવા સંજોગોમાં એ હેર કલર ઝાંખો થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ એપની મદદથી સ્ટાઇલિશ અને બોલ્ડ હેર કલર તમારી પર્સનાલિટી પર કેવો લાગશે એની વર્ચ્યુઅલ માહિતી મેળવી શકાય છે. 2. Beautylish : Beautylish એપની મદદથી માર્કેટમાં ઉપલબ્ધ પ્રસાધનો તેમજ હેર સ્ટાઇલના લેટેસ્ટ ટ્રેન્ડ્સની માહિતી મળી શકે છે. આ એપ્લિકેશનની મદદથી યોગ્ય હેરસ્ટાઇલ નક્કી કરવાની ટિપ્સ મેળવીને યોગ્ય હેરસ્ટાઇલની પસંદગી કરી શકાય છે. ઘણી વખત ઓલ્ડ ફેશનના હેર-કટ થઇ જતા હોય છે. આવું ન થાય એ માટે એપની મદદથી લેટેસ્ટ સ્ટાઇલ અને ટ્રેન્ડની માહિતી મેળવી શકાય છે. 3. Hairstyle Magic Mirror : Magic Mirror લુકને ચેન્જ કરવામાં તમારી મદદ કરે છે. એની મદદથી તમે તમારી તસવીરના લુકમાં અને હેરસ્ટાઇલમાં ફેરફાર કરીને રિયલમાં એ તમારા પર કેવા લાગશે એની આગોતરી માહિતી મેળવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...